Home ગુજરાત હોળી પર્વનો ઉત્સાહ, કલર પિચકારીઓના વેપારીઓને ત્યાં ગ્રાહકોની ભીડ

હોળી પર્વનો ઉત્સાહ, કલર પિચકારીઓના વેપારીઓને ત્યાં ગ્રાહકોની ભીડ

124
0

(જી.એન.એસ),તા.૨૩

અમદાવાદ,

બાળકો માટે બજારમાં અનેક પ્રકારની પિચકારીઓ બજારમાં ઉપલબ્ધ છે. જેમાં સાદી પરંપરાગત પિચકારી, વોટર ગન, ડબલ પ્રેશર, લાઈટિંગ વાળી, બેનટેન, ડોરેમોન, છોટાભીમ, પિચકારી જેવા વિવિધ ઓપ્શન બાળકોને મળી રહે છે. આનંદ સીઝનલ સ્ટોર્સના અરુણાબેને જણાવ્યું કે બાળકોને દર વખતે અવનવી પિચકારીઓ જોઈતી હોય છે. આ વખતે કેપ્ટન સીલ્ડ પિચકારીઓ ટ્રેન્ડમાં જોવા મળે છે. જે 4000થી 5000 રૂપિયા સુધીમાં મળી રહે છે.

અગ્નિશામક માટે વપરાતા ફાયર એક્સટિંગ્યુવરની જેમ હવે હોળી રમવા માટે ગુલાલ અને વિવિધ કલર એક્સટિંગ્યુવર બજારમાં અવેલેબલ છે. જેમાંથી નોન સ્ટોપ ગુલાલ અથવા કલર લોકો ઉપર છાંટી શકાય છે. જે બજારમાં ₹1200થી શરૂ કરીને ₹1,600 સુધીમાં મળી રહે છે. આ વખતે બાળકો માટે બજારમાં ઈલેક્ટ્રીક વોટર ગન વોરિયર શિલ્ડ અને ગુલાલ ગન જેવી પિચકારીઓ બજારમાં મળી રહી છે, હોળી રમવા માટેની સામાન્ય પિચકારીનો ભાવ 50 રૂપિયાથી શરૂ થાય છે. ડિઝાઈન અને સાઈઝના આધારે બજારમાં ₹200થી લઈને ₹5000ની રેન્જમાં પિચકારીઓ મળી રહે છે.

હોળીના તહેવારમાં મુખ્ય કલર તો ગુલાલ જ છે. હોળીના રસિયાઓ માટે વિવિધ પ્રકારના અને સ્કીનને એલર્જી ન કરે તેવા ઈકો ફ્રેન્ડલી કલર, સ્ટાર્ચ કલર, ફ્રુટ કલર જેવા નેચરલ કલર પણ મળી રહે છે. હોળીમાં વપરાતા ગુલાબી પીળા બ્લુ નારંગી પર્પલ જેવા વિવિધ કલરો સામાન્ય રીતે ₹50માં મળી રહે છે. પરંતુ ઈકો ફ્રેન્ડલી અને ફ્લેવર વાળા કલર તમને ₹300 સુધીમાં મળી રહે છે. બાળકો હોય કે યુવાનો હોય સમાજનો દરેક વર્ગ હોળીનો તહેવાર ઉજવે છે. હોળી રમવા માટે વિવિધ પ્રકારના કલર સ્પ્રે હવે બજારમાં મળી રહે છે. 300 રૂપિયાથી શરૂ કરીને 600 રૂપિયા સુધીમાં મળતા આ સ્પ્રે પીન્ક, બ્લ્યુ, ઓરેન્જ અને યેલો કલરમાં મળી રહે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરત ભાજપના નેતાની ઓફિસમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દોડતું થયું
Next articleઅમદાવાદના સરખેજ નજીક બસમાં આગ લાગતા મુસાફરોને બચાવી લેવાયા