Home ગુજરાત સુરત ભાજપના નેતાની ઓફિસમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દોડતું થયું

સુરત ભાજપના નેતાની ઓફિસમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દોડતું થયું

127
0

અગત્યના દસ્તાવેજો બળીને ખાક, કારણ અકબંધ

(જી.એન.એસ),તા.૨૩

સુરત,

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરતમાં ભાજપના ધારાસભ્યની ઓફિસમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. સુરતના સિંગણપોરમાં ધારાસભ્ય વિનુ મોરડીયાની ઓફિસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની 3 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે આગની ઘટનામાં મહત્તવના દસ્તોવેજો સહિત ફર્નિચર તેમજ અન્ય ઈલેક્ટ્રોનિક સામાન પણ આગમાં બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાનું કારણ અકબંધ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડભોઈ-વાઘોડિયા બ્રિજ પર અકસ્માત સર્જાય એ પહેલા સાઈન બોર્ડ મુકો : લોકોની માંગ
Next articleહોળી પર્વનો ઉત્સાહ, કલર પિચકારીઓના વેપારીઓને ત્યાં ગ્રાહકોની ભીડ