Home મનોરંજન - Entertainment હવે, અક્ષરા આ રિયાલિટી શોમાં ખતરનાક સ્ટંટ કરતી જોવા મળશે!

હવે, અક્ષરા આ રિયાલિટી શોમાં ખતરનાક સ્ટંટ કરતી જોવા મળશે!

543
0

(જી.એન.એસ), તા.૫
ટેલિવિઝનની ફેમસ એક્ટ્રેસ હિના ખાન એટલે કે અક્ષરાને ટીવી પર તેના ફેન્સ ખૂબ જ મિસ કરી રહ્યા છે. 8 વર્ષ સુધી સતત સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં કામ કર્યા પછી તેને કેટલાક મહિનાઓ પહેલા આ ફેમસ શો છોડી દીધો છે. સૂત્રોનુસાર હિના ખાન પોપ્યુલર રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ની આગામી સિઝનમાં જોવા મળશે.
આ રિયાલટી શોમાં હિના ખાન એક્શન સ્ટંટ કરતી જોવા મળશે. શોના મેકર્સ દ્વારા હજુ સુધી આ અંગેની કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ જો તે આ શો કરશે તો તેના ફેન્સ તેને એક્શન કરતા જોઇ શકશે.
આ શો માટે હિના ખાન, નિયા શર્મા, કરણ વાહી, મનવીર ગુર્જર અને મનુ પંજાબીનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. ‘ખતરો કે ખેલાડી’ને ફેમસ ડિરેક્ટર રોહિત શેટ્ટી હોસ્ટ કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમધુરે ઇંદુ સરકારની રિલિઝ ડેટ જાહેર કરી
Next articleCM આદિત્યનાથને મળ્યા શિવપાલ, રાજકીય અટકળોએ પકડ્યુ જોર