Home દેશ - NATIONAL CM આદિત્યનાથને મળ્યા શિવપાલ, રાજકીય અટકળોએ પકડ્યુ જોર

CM આદિત્યનાથને મળ્યા શિવપાલ, રાજકીય અટકળોએ પકડ્યુ જોર

344
0

(જી.એન.એસ), તા.૫
યુપી ખાતે સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ શિવપાલસિંહ યાદવે રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી છે.
શિવપાલ યાદવ યોગી આદિત્યનાથને મળવા માટે લખનૌ ખાતેના પાંચ કાળીદાસ માર્ગ ખાતે સવારે 11.15 વાગ્યા આસપાસ પહોંચ્યા હતા. મંગળવારે યુપી સીએમ યોગીના ખેડૂતોના દેવું માફ કરવાના નિર્ણય બાદ શિવપાલની આ પહેલી મુલાકાત છે. આ મુલાકાતમાં બંને નેતાઓ વચ્ચે ચર્ચાવિચારણા થઈ છે પરંતુ રાજકીય વર્તુળોમાં યોગી આદિત્યનાથ અને શિવપાલ યાદવની મુલાકાતના રાજકીય તર્કવિતર્કના પ્રયત્નો થઇ રહ્યા છે.
શિવપાલ જૂથની ભાજપ સાથે વધી રહેલી ઘનિષ્ઠતાઓને કારણે રાજકીય વર્તુળોમાં ખાસી અટકળબાજીઓ શરૂ થઈ ચુકી છે. આ બાબતે માનવામાં આવી રહ્યું છે કે શિવપાલ અને યોગીની મુલાકાત સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર રાજકીય દબાણ ઉભું કરવાની રણનીતિનો ભાગ છે.
મહત્વનું છે કે શિવપાલ પહેલા મુલાયમસિંહ યાદવના નાના પુત્ર પ્રતીક યાદવે પત્ની અપર્ણા યાદવ સાથે યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. અપર્ણા યાદવ માટે પણ ભાજપમાં શામેલ થવાની અટકળબાજીઓનો માહોલ ગરમ હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહવે, અક્ષરા આ રિયાલિટી શોમાં ખતરનાક સ્ટંટ કરતી જોવા મળશે!
Next articleઅમદાવાદમાં રૂ.2૦2.53 લાખની રદ થયેલી નોટો સાથે વઢવાણનો વેપારી ઝડપાયો