Home દુનિયા - WORLD હમાસ સાથેના યુદ્ધના કારણે ઈઝરાયેલની કરન્સીમાં કડાકો, શેકેલનો ભાવ સૌથી નીચલા સ્તરે...

હમાસ સાથેના યુદ્ધના કારણે ઈઝરાયેલની કરન્સીમાં કડાકો, શેકેલનો ભાવ સૌથી નીચલા સ્તરે પહોંચ્યો

20
0

(GNS),12

પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે થઈ રહેલુ યુદ્ધ ક્યારે અટકશે તે કોઈ જાણતુ નથી. તમને જણાવી દઈએ કે આજે આ યુદ્ધનો છઠ્ઠો દિવસ છે. હમાસ સતત ઈઝરાયલ પર પ્રહાર કરી રહ્યું છે અને ઈઝરાયલ પણ તેનો વળતો જવાબ આપવા પ્રયાસ કરી રહ્યું છે. હમાસના હુમલા બાદ શરૂ થયેલા આ યુદ્ધનો હાલ કોઈ ઉકેલ જણાતો જ નથી. ત્યારે આ છ દિવસમાં ઈઝરાયલમાં ભારે તબાહી મચી ગઈ છે.જેની સીધી અસર ઇઝરાયેલના ચલણ પર જોવા મળી રહી છે. ત્યાંનુ ચલણ શેકેલને ભારે નુકસાન થયું છે અને તેનું મૂલ્ય ઘણા વર્ષોમાં તેના સૌથી નીચલા સ્તરે આવી ગયું છે. ઈઝરાયલના ચલણની સ્થિતિ વિષે જણાવીએ તો, મીડિયા રિપોર્ટસ મુજબ યુદ્ધના કારણે ઇઝરાયેલનું ચલણ શેકેલ 2.5 ટકાથી વધુ ઘટી ગયુ છે. માર્ચ 2020 પછી એક જ દિવસમાં શેકલના ભાવમાં તે સૌથી મોટો ઘટાળો છે. આજે પણ શેકેલના ભાવ દબાણ હેઠળ છે. ત્યારે ડોલર સામે શેકેલનું મૂલ્ય માત્ર 4 દિવસમાં જ ઘટીને લગભગ 4 થઈ ગયું છે. અને આ અગાઉના 7-8 વર્ષમાં શેકેલનું સૌથી ઓછું મૂલ્ય જણાય રહ્યુ છે..

ઇઝરાયેલના ચલણ શેકેલમાં અત્યાર સુધીમાં 11 ટકાથી વધુનો ઘટાડો થઈ ગયો છે. મુખ્ય આંતરરાષ્ટ્રીય કરન્સીની સરખામણીએ આ વર્ષે ડોલરની કિંમતમાં પહેલેથી જ વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે ઈઝરાયલ હમાસ યુદ્ધના કારણે ઈઝરાયલની કરન્સી દબાણ હેઠળ છે. જો કે 2023માં લગભગ તમામ એશિયન દેશોની કરન્સી દબાણ હેઠળ છે. હમાસ સાથેના યુદ્ધથી હવે મૂલ્ય 2016 ની શરૂઆતથી સૌથી નીચા સ્તરે પહોચી ગયુ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, યુદ્ધના કારણે ઈઝરાયેલના સાર્વભૌમ બોન્ડને પણ તેની અસર જોવા મળી રહી છે. ડિફોલ્ટને કારણે દેશના સાર્વભૌમ બોન્ડના વીમાની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સનાં એ જાહેર કરેલ ટેડા મુજબ 5 વર્ષના ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપમાં 0.93 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે જો બોન્ડ જાહેર કરનાર ડિફોલ્ટ થાય તો તે બોન્ડ ધારકને ચૂકવણી કરવી પડે તેમ છે. આ યુદ્ધથી આ દેશોના બજારો પર અસર થતી જોવા મળે છે. આ ઈઝરાયેલ-હમાસ યુદ્ધની અસર ના માત્ર ઈઝરાયલ પર પણ બીજા અનેક દેશો પર તેની અસર જોવા મળી રહી છે. યુદ્ધના કારણે લેબનોન, જોર્ડન , ઇજિપ્ત જેવા પાડોશી દેશો પર તેમજ તેમના માર્કેટ પર, બોન્ડ માર્કેટ અને કરન્સી વગેરે પર યુદ્ધની અસર પડી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleParis 2024 Olympicથી નવા યુગની શરુઆત : આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું નિવેદન
Next articleઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને ‘ઓપરેશન અજય’ દ્વારા ભારત લવાશે