Home દુનિયા - WORLD ઈઝરાયેલના અનેક વિનાશક હુમલાઓથી તબાહ થયેલા હમાસે યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારવાની જાહેરાત...

ઈઝરાયેલના અનેક વિનાશક હુમલાઓથી તબાહ થયેલા હમાસે યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારવાની જાહેરાત કરી 

40
0

(જી.એન.એસ) તા. 8

ગાઝા,

હવે ઇઝરાયલે આ અંગે નિર્ણય લેવાનો બાકી છે. ઈઝરાયેલના અનેક વિનાશક હુમલાઓથી તબાહ થયેલા હમાસે યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારવાની જાહેરાત કરી હતી, હમાસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેણે કતાર અને ઇજિપ્તને પણ આ નિર્ણય વિશે જાણ કરી છે, જેઓ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યા હતા. જો કે તેની સ્થિતિ શું હશે અને પેલેસ્ટાઈન અને ઈઝરાયેલના બંધકોનું શું થશે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.

હમાસે તેની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરેલા નિવેદનમાં, યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારવાની પુષ્ટિ કરી છે. હમાસના નેતા ઈસ્માઈલ હનીયેહનું કહેવું છે કે, કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ અબ્દુલરહમાન અલ થાની અને ઈજિપ્તના મંત્રી અબ્બાસ કામેલ સાથેની ટેલિફોન વાતચીતમાં આ માહિતી આપવામાં આવી છે. હમાસે યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારી લીધી હોવાની જાહેરાત કર્યા બાદ મધ્ય ગાઝામાં ખુશીનો માહોલ છે. લોકો નાચી રહ્યા છે. જો કે તેઓ હજુ સુધી તેઓ જાણતા નથી કે આ યુદ્ધવિરામ તેમના માટે કેટલુ લાભદાયી છે, તેમ છતાં યુદ્ધવિરામની જાહેરાત ગાઝાના લોકોને રાહત તરીકે આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગીર સોમનાથમાં ચાર મિનિટમાં ભૂંકપના બે આંચકા આવ્યા
Next articleપેટ્રોલ ભરેલા ટ્રેનના વેગનમાં ચઢીને વીજ વાયર પકડી લેતા યુવકનું મોત