Home દુનિયા - WORLD ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને ‘ઓપરેશન અજય’ દ્વારા ભારત લવાશે

ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને ‘ઓપરેશન અજય’ દ્વારા ભારત લવાશે

27
0

(GNS),12

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને પગલે, ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને સહી સલામત ભારતમાં લાવવા માટે કેન્દ્ર સરકાર ઓપરેશન અજય હાથ ધરશે. ઈઝરાયેલમાં લગભગ 18,000 જેટલા ભારતીય નાગરિકો રોજગારી અર્થે અથવા તો ઉચ્ચ શિક્ષણ માટે ઇઝરાયેલના વિવિધ પ્રાંતમાં રહે છે. ઈઝરાયેલમાં રહેતા મોટાભાગના ભારતીયો વૃદ્ધ ઈઝરાયેલીઓની સારસંભાળ રાખવાનું કામ કરે છે. આ ઉપરાંત લગભગ એક હજાર જેટલા વિદ્યાર્થીઓ, ઘણા આઈટી પ્રોફેશનલ્સ અને હીરાના વેપારીઓ પણ ઈઝરાયેલમાં રહે છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ભારત પોતાના નાગરિકોની તેમના વતન સુરક્ષિત રીતે પરત લાવવા માટે અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. ઈઝરાયેલમાં રહેલા ભારતીયોને સહી સલામત ભારતમાં લાવવાના અભિયાનને ‘ઓપરેશન અજય’ નામ આપવામાં આવ્યું છે..

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ટ્વીટ કરીને ઓપરેશન અજય’ અંગેની જાણકારી આપી છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ટ્વીટમાં કહ્યું છે કે ઈઝરાયેલથી પરત ફરવા ઈચ્છતા આપણા નાગરિકોને પરત લાવવાની સુવિધા માટે ‘ઓપરેશન અજય’ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ માટે ખાસ ચાર્ટર ફ્લાઈટ્સ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે વિદેશમાં અમારા નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. ઈઝરાયેલમાં લગભગ 18,000ની આસપાસ ભારતીય નાગરિકો રોજગારી અર્થે અથવા તો ઉચ્ચ શિક્ષણ માટે ઇઝરાયેલના વિવિધ પ્રાંતમાં વસવાટ કરે છે. ઈઝરાયેલમાં રહેતા મોટા ભાગના ભારતીયો, વૃધ્ધ ઈઝરાયેલીઓની સાર સંભાળ રાખવાનું કામ કરી રહ્યાં છે. આ ઉપરાંત લગભગ એક હજાર જેટલા ભારતીયો વિદ્યાર્થીઓ તરીકે, ઘણા લોકો આઈટી પ્રોફેશનલ્સ તરીકે અને કેટલાક હીરાના વેપારીઓ તરીકે પણ ઈઝરાયેલમાં વર્ષોથી વસવાટ કરી રહ્યાં છે..

ઇઝરાયેલે આજે બુધવારે હમાસ સામે લડવા માટે પક્ષ અને વિપક્ષને જોડીને કટોકટી સંયુક્ત સરકારની રચના કરી છે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ, ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને મધ્યવાદી વિપક્ષી નેતા બેની ગેન્ટ્ઝ સાથેની બેઠકમાં, સંયુક્ત સરકાર બનાવવા માટે સંમત થયા હતા. ઈઝરાયેલની સંયુક્ત સરકાર ફક્ત યુદ્ધ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગેન્ટ્ઝની નેશનલ યુનિટી પાર્ટી દ્વારા જાહેર કરાયેલ સંયુક્ત નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. ઈઝરાયેલની સંયુક્ત સરકાર એવા સમયે બનાવવામાં આવી છે જ્યારે હમાસની સૈન્ય પાંખ અલ કાસમ બ્રિગેડસે દાવો કર્યો છે કે તેના લડવૈયાઓ હજુ પણ ઈઝરાયેલની અંદર છુપાયેલા છે અને ઈઝરાયેલની સામે લડાઈ લડી રહ્યાં છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહમાસ સાથેના યુદ્ધના કારણે ઈઝરાયેલની કરન્સીમાં કડાકો, શેકેલનો ભાવ સૌથી નીચલા સ્તરે પહોંચ્યો
Next articleલંડનના લ્યુટન એરપોર્ટ પર આગ લાગી, પાર્કિંગનો એક ભાગ ધરાશાયી થયો