Home ગુજરાત સોહરાબુદ્દીન એન્કાઉન્ટરમાં અમિત શાહ ને ૮૦ લાખ અને વણઝારાને ૬૦ લાખ મળ્યા....

સોહરાબુદ્દીન એન્કાઉન્ટરમાં અમિત શાહ ને ૮૦ લાખ અને વણઝારાને ૬૦ લાખ મળ્યા. ..!?

1174
0

(જી.એન,એસ., લકી જૈન) મુંબઈ તા.19
ગુજરાતના ચર્ચાસ્પદ સોહરાબુદ્દીન-તુલસી એન્કાઉન્ટર કેસમાં મુંબઈની સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટમાં મુખ્ય તપાસ કરનાર અધિકારી સીબીઆઇ એસપી અમિતાભ ઠાકુરનું નિવેદન નોંધવામાં આવ્યું ત્યારે રાજકીયક્ષેત્રે સનસનાટી મચી જાય એવું ચોકાવનારું નિવેદન આપ્યું કે સોહરાબુદ્દીન શેખ નું એન્કાઉન્ટર રાજકીય અને આર્થિક લાભ માટે કરવામાં આવ્યું હતું. આ લાભ અમિત શાહ , ડીજી વણઝારા , રાજકુમાર પાંડિયન, અભય ચુડાસમા અને દિનેશ એમ એન ને થયો હતો.
મુંબઈની કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી આ કેસ ચાલી રહ્યો છે. જેમાં સુનાવણી વખતે સોમવારે આ કેસના ચીફ આઈઓ ઠાકુરની જુબાની લેવાઈ હતી. ઠાકુરે કોર્ટને જણાવ્યું કે એન્કાઉન્ટર બાદ પોપ્યુલર બિલ્ડર ના માલિક રમણ પટેલ અને દશરથ પટેલ પાસેથી ડીજી વણઝારાએ ૬૦ લાખ અને અમિત શાહે ૮૦ લાખ લીધા હતા. બચાવ પક્ષ દ્વારા એ પુછવામાં આવ્યું કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર સાથે તેનો શો સંબંધ છે ત્યારે ઠાકુર કોઈ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહોતા. બચાવ પક્ષની ઉલટ તપાસ માં ઠાકુરે કહ્યું કે રાજકીય અથવા આર્થિક લાભ મળ્યાં નો આ પાંચ ની સામે સ્પેસિફિક કોઈ પુરાવા નથી.
ઠાકુરે કોર્ટમાં બચાવ પક્ષ દ્વારા પૂંછતા કહ્યું કે આ કેસ નો હેતુ પોલીટીકલી અને આર્થિક લાભ માટેનો હતો. અત્યારે કોર્ટમાં જે ૨૨ આરોપીઓ ટ્રાયલનો સામનો કરી રહ્યાછે તેમાંથી કોઈને પણ સોહરાબુદ્દીન એન્કાઉનટરથી કોઈ રાજકીય કે આર્થિક લાભ મળ્યો નથી. તેમણે બચાવ પક્ષના વકીલ ના પ્રશ્નના જવાબમાં કહ્યુંકે કે સોહરાબુદ્દીન ની લાશ પાસેથી જે રિવોલ્વર મળી આવી તે ક્યાંથી ખરીદવામાં આવી કે ક્યાંથી લાવવામાં તેની કોઈ તપાસ થઇ નહોતી અને તે સંબધિત કોઈ પુરાવા કે સાક્ષ્ય નથી. એ તપાસ પણ કરવામાં નહોતી આવી કે એ રિવોલ્વર નો તે પહેલા ક્યારેક ઉપયોગ થયો હતો કે કેમ. ઠાકુરે એ બાબત નો પણ ખૂલાસો કર્યો કે એવી તપાસ પણ થઇ નહોતી કે સોહરાબુદ્દીનના શરીરમાથી મળી આવેલી ગોળી રાજસ્થાન પોલીસની સર્વિસ રિવોલ્વરમાંથી ચલાવામાં આવી હતી કે કેમ.
સોહરાબુદ્દીન નું એન્કાઉન્ટર થયા બાદ પોલીસ દ્વારા દાખલ કરાયેલી એફઆઈઆર કોના દ્વારા તૈયાર કરીને લખવામાં આવી હતી તે અંગે પણ ઠાકુર કોઈ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહોતા. તેમણે કોર્ટને કહ્યું કે એફ આઈ આર લખનાર અંગે સીબીઆઇ દ્વારા કોઈ તપાસ થઇ નહોતી, એટલુંજ નહિ પરંતુ તેના પર કોઈના હસ્તાક્ષર કેમ નથી તેની પણ તપાસ થઇ નહોતી.
સીબીઆઇ ચાર્જશીટ અનુસાર સોહરાબુદ્દીન ના અપહરણ બાદ પોલીસે તુલસી ને વલસાડથી ઉદયપુર લઇ જઈ ને ૩ દિવસ ગેરકાયદે પોતાની અટકમાં રાખ્યો હતો, આ અંગે બચાવ પક્ષના વકીલ દ્વારા સવાલ કરાતા ઠાકુરે કહ્યું કે તપાસમાં આ વાત આઝમ ના નિવેદનોમાં આવી હતી. તેના વકીલે તેમના દ્વારા જ લેવામાં આવેલા પોલીસ અધિકારી ભંવર સિંહ હાડા અને સુધીર જોશી ના નિવેદન કોર્ટને દર્શાવાયા. જેમાં ઉલ્લેખ હતો કે તુલસી ને ૨૯ નવેમ્બર ૨૦૦૫ ના રોજ બાતમીદારની બાતમીના આધારે ભીલવાડાથી પકડવામાં આવ્યો હતો. સાક્ષીઓ ના નિવેદનમા આ વિરોધાભાસનો કોઈ જવાબ ઠાકુર આપી શક્યા નહોતા.
બચાવ પક્ષના વકીલે કોર્ટમાં ચીફ આઈઓ ઠાકુર પર આરોપ લગાવ્યો કે તેમણે તેમના સુપરવાઈઝરી અધિકારી પી.કાંડા સ્વામીએ તેમની તાબા હેઠળના અન્ય અધિકારીઓની મદદથી સાક્ષીઓને ડરાવી ધમકાવી કોર્ટમાં સીઆરપીસી ની કલમ ૧૬૪ હેઠળ ખોટા નિવેદન લેવડાવ્યા હતા અને કોઈ તથ્યો કે સાક્ષી કે પુરાવા વગર આરોપીઓ ની સામે ખોટી ચાર્જશીટ રજુ કરી હતી. અત્રે એ યાદ રહે કે આ અગાઉ સાક્ષી પોલીસ ડીએસપી ભંવરસિંહ હાડા , રણવિજય સિંહ, હિંમતસિંહે ટ્રાયલ દરમિયાન આ જ કોર્ટમાં એવી જુબાની આપી હતી કે સીબીઆઇ ના આ જ અધિકારીઓએ ધરપકડ નો ડર બતાવી , ધમકાવી ને આરોપીઓ ની સામે ૧૬૪ ના નિવેદનો ખોટા આપવા માટે મજબુર કર્યા હતા.
બચાવ પક્ષના વકીલોએ ઠાકુરને ચાર્જશીટ માં બતાવાયેલ સોહરાબુદ્દીન , કૌસરબીનું અપહરણ કરવું, બંધક બનાવીને રાખવા અને એન્કાઉન્ટરમાં મારી દેવા સંબંધીત સવાલો કર્યા પરંતુ કેટલાક મહત્વપૂર્ણ સવાલો ના જવાબમાં કેસના મુખ્ય આઈઓ ઠાકુર દ્વારા માત્ર એક જ જવાબ અંગ્રેજીમાં અપાયો- આઈ ડોન્ટ રિમેમ્બર. આ જવાબ પર બચાવ પક્ષના વકીલોએ વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું કે તેમણે આખી ચાર્જશીટ વાંચીને કોર્ટમાં રજુ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાજપના જુઠ્ઠાણાની પોલ ખુલી….શંકરસિંહની ભલામણથી જ એરપોર્ટ સાથે સરદાર પટેલનું નામ જોડાયું હતું
Next articleનિકોલમાં ભોજલરામ સીનીયર સીટીજન મંડળ દ્વારા ધામ ધૂમ સાથે કરાયા તુલસી વિવાહ