Home ગુજરાત નિકોલમાં ભોજલરામ સીનીયર સીટીજન મંડળ દ્વારા ધામ ધૂમ સાથે કરાયા તુલસી વિવાહ

નિકોલમાં ભોજલરામ સીનીયર સીટીજન મંડળ દ્વારા ધામ ધૂમ સાથે કરાયા તુલસી વિવાહ

809
0

(જી.એન એસ.) અમદાવાદ, તા.20
ગઈ કાલે અગિયારસ નાં દિવસે એટલે કે તુલસી વિવાહ પ્રસંગે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં તુલસી વિવાહ યોજાયા હતા તે પૈકી સૌથી આકર્ષક નિકોલ ગામમાં ખોડિયાર માતાના મંદિરે ભોજલરામ સીનીયર સિટીજન મંડળ દ્વારા ભારે ધામ ધૂમથી દસ એક હજાર લોકોની વચ્ચે તુલસીવિવાહ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હાથી ઘોડા ની સવારી સાથે જાન લઈને ભગવાન શ્રી કૃષ્ણ ખોડિયાર મંદિર ખાતે લગ્ન માટે આવી પોહ્ચ્યા હતા રસ્ત્તા માં આ જાન નું ઠેર ઠેર શેરડી ચુમાવિને સ્વાગત કરવામાં આવ્યું હતું
આ સંસ્થાના પ્રમુખ મગનભાઈ એ મીડિયા સમક્ષ વાત ચિત કરતા જણાવ્યું હતું કે અમારી સંસ્થા દ્વારા આં સંસ્થા દ્વારા આ કાર્યેક્રમ યોજવામાં આવે છે જાન લઈને અહી આવ્યા બાદ આપણા રીત રીવાજ અનુસાર વરરાજાની જેમ તમામ ધાર્મિક વિધિ કરવમાં આવે છે આ વખતે જેની દીકરી નથી તેવા એક પિતા દીકરી તરીકે કન્યાદાન કરવા સાથે હજાર તમામ લોકોને જમાડ્યા હતા તેમજ દીકરી ના હોવા છતાં કન્યાદાન કરીને આમ સમાજમાં પ્રેરણારૂપ નો દાખલો બેસાડ્યો હતો આ પ્રસંગે સંસ્થાનાં પ્રમુખે શ્રી મગનાબપા તથા મગનભાઈ તથા પાર્વતીબેન શર્માએ સયુંકત રીતે સંસ્થાની વિગતો આપતા જણાયું હતું કે અમારી સંસ્થા છેલ્લા ૧૫ વર્ષથી કોઈ પણ ફંડ કે ઉગરાણા કર્યા સિવાય ની વિવિધ પ્રકારની સેવાઓ આ સંસથામાં માં કરવામાં આવે છે જેમાં વિવિધ ધાર્મિક પ્રસંગોની સમૂહગત મળીને ઉજવણી કરવામાં આવે છે દર સોમવારે ડોકટર દ્વારા વિના મુલ્યે દર્દી નું ચેકઅપ કરી આપવામાં આવે છે તેમજ દવાઓ પણ આપવામાં આવે છે તે સિવાય અગત્યની સેવા એ છે કે મૃતક વ્યક્તિને અવલ મંજિલે પોહ્ચાડવા અમારા તરફથી સબ વાહિની જેવી સેવા તદન ફરી આપવમાં આવે છે જ્યારે ગરીબ અને નિરાધાર કે વિધવા કે જેને કોઈ સહારો નથી તેવા બહેનોને આર માસનાં ઘઉં ચોખા સહિતની જીવન જરૂરી ચીજ વસ્તુ આપવમાં આવે છે.
સંસ્થા દ્વારા અહિયા દરરોજ અંદાજે ચારસો જેટલા સીનીયર સીટીજનો મળે છે અને એક બીજાના સુખ દુખ ની વહેચણી કરવા સાથે એક બીજાને સહાય રૂંપ બને છે આ સીનીયર સીટીજનો મહિલા મંડળ દરરોજ અહિયાં જમેં છે તેમજ નાસ્તો કરી છે તેમજ કથા કીર્તન કરે છે અને આ સંસ્થાની વિવિધ કામગીરી ને કારણે લોકો સ્વયંમ લેખા જોખા કરી ગુપ્ત દાન કરતા રહે છે અને આ કામગીરી છેલ્લા ૧૫ વર્ષેથી સતત સેવા રૂપે ચાલી રહી છે.
વધુ જણાવતા તેઓ એ કહ્યું હતું કે નાના મોટા સમૂહ લગ્નનું પણ આયોજન કરીએ છીએ જેના કારણે આ સંસ્થાએ અમદાવાદથી લઈને સમગ્ર સોરાષ્ઠ તેમજ સુરતમાં લોક ચાહના મેળવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસોહરાબુદ્દીન એન્કાઉન્ટરમાં અમિત શાહ ને ૮૦ લાખ અને વણઝારાને ૬૦ લાખ મળ્યા. ..!?
Next articleરોબોટ પટાવાળા જ નહિ, રોબોટ સીએમ અને રોબોટ પીએમ પણ……