Home ગુજરાત ભાજપના જુઠ્ઠાણાની પોલ ખુલી….શંકરસિંહની ભલામણથી જ એરપોર્ટ સાથે સરદાર પટેલનું નામ જોડાયું...

ભાજપના જુઠ્ઠાણાની પોલ ખુલી….શંકરસિંહની ભલામણથી જ એરપોર્ટ સાથે સરદાર પટેલનું નામ જોડાયું હતું

907
0

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.17
અમદાવાદ એરપોર્ટના સરદાર પટેલ નામકરણ ને લઈને તે વખતના રાજપાના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તે સમયની નામકરણની આરસપહાણની તકતીનો ફોટો જાહેર કરીને સજ્જડ પુરાવો ભાજપના માથે છૂટો ઘા કરીને માર્યો છે. તેમણે પુરાવા સાથે જણાવ્યું કે અમદાવાદ એરપોર્ટ નું સરદાર પટેલ નામકરણ ૭-૧૨-૧૯૯૮ ના રોજ થયું હતું. ભાજપને ઈશારે એરપોર્ટ ઓથોરીટીએ એ નામકરણની તકતી અને અવશેષ મિટાવી દેવાનો પ્રયાસ કર્યો છે. અમદાવાદ એરપોર્ટ નું સરદાર પટેલ નામકરણ ભાજપના શાસનમાં થયું હતું તે ભાજપનું અને મોદી સરકાર નું ટાઢા પહોરનું ગપ્પું હતું તે પુરવાર થાય છે. શંકરસિંહ વાઘેલાએ આ તસ્વીર ટ્વીટર પર મુકીને ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.
છેલ્લા કેટલાક દિવસથી ભાજપ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમદાવાદ એરપોર્ટ ના નામ સાથે લોખંડી પુરુષ સરદાર પટેલ સાહેબનું નામકરણ ભાજપની સરકારમાં થયું હતું. વાઘેલાએ ૭-૧૨-૧૯૯૮ ના રોજની એક તસ્વીર જાહેર કરીને કહ્યું કે સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટર નેસનલ એરપોર્ટ ના નામકરણ નું સુચન તેઓ જ્યારે સીએમ હતા ત્યારે કર્યું હતું. ગુજરાતના સીએમ તરીકે તેમણે તે વખતે વડાપ્રધાન એચ.ડી. દેવગોવડા ને વિનંતી કરતા તેઓ ૭ ડીસે.૧૯૯૮ ના રોજ ગુજરાત પધાર્યા હતા અને તકતી નું નામકરણ કર્યું હતું. તેનો સજ્જડ પુરાવો આ ફોટો છે.
વાઘેલાએ જણાવ્યુંકે તેઓ આ ખુલાસો એટલા માટે કરી રહ્યા છે કે કેમ કે ભાજપ દ્વારા સંકુચિત માનસિકતાને કારણે ઈતિહાસ ની સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. ભાજપે જુઠ્ઠાણું ચલાવ્યું છે કે કેશુભાઈ પટેલ સીએમ અને અટલજી વડાપ્રધાન હતા ત્યારે એરપોર્ટ નું નામકરણ સરદારના નામે થયું હતું. પરંતુ આ ફોટો એ વાત નો સજ્જડ પુરાવો છે કે ભાજપનો દાવો સાવ ખોટો અને પોકળ છે. તેમણે એમ પણ કહ્યું કે આ સરકારે રાજ્યસભામાં પણ આ વિષય ની ખોટી માહિતી મૂકી છે. એરપોર્ટ પર આ તકતી ક્યા છે અને તેને સાચવવા ની જવાબદારી એરપોર્ટ ઓથોરીટી ની છે. ઓથોરીટી આ તકતી શોધી કાઢીને જાહેર જનતાની જાણકારી માટે મુકે.
દરમ્યાનમાં વાઘેલાએ ટ્વી ટર દ્વારા પણ તે સમયનો ફોટો મુકીને ભાજપને સીધો પડકાર ફેંક્યો છે. એક રીતે જોતા વાઘેલાબાપુ એ ભાજપ સામે તલવાર ખેંચી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાજપ-એનડીએને હારાવા કોંગ્રેસને સમર્થન આપવા તૈયાર ઃ શંકરસિંહ વાઘેલા
Next articleસોહરાબુદ્દીન એન્કાઉન્ટરમાં અમિત શાહ ને ૮૦ લાખ અને વણઝારાને ૬૦ લાખ મળ્યા. ..!?