Home ગુજરાત સોહરાબુદ્દીનને બદલે સંજય જોશીનો ચહેરો મુકી સીએમ ઓફિસના પરાગ શાહે સેક્સ સીડી...

સોહરાબુદ્દીનને બદલે સંજય જોશીનો ચહેરો મુકી સીએમ ઓફિસના પરાગ શાહે સેક્સ સીડી બનાવી…?

1049
0

(જી.એન.એસ., પ્રશાંત દયાળ) તા.19
વર્ષ 2005માં ભાજપના મુંબઈ સ્થિત અધિવેશનમાં સંજય જોશીની કથિત સેક્સ સીડી બનાવી વહેંચવામાં આવી હતી. આ સેક્સ સીડી બાદ સંજય જોષીએ તમામ હોદ્દા ઉપરથી રાજીનામુ આપ્યુ હતું. 2005થી લઈ હમણાં સુધી તેઓ તમામ મહત્વની કામગીરીથી દુર રહ્યા હતા પણ હવે એક તરફ  ફરી સોહરાબુદ્દીન કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, બીજી તરફ તાજેતરમાં પ્રવિણ તોગડિયાના વોરંટને લઈ ઉભી થયેલી સ્થિતિ બાદ પત્રકારો સામે પોતાનો બળાપો કાઢી રહેલા તોગડિયાએ આક્ષેપ કર્યો હતો કે સંજય જોશીની કારકિર્દી ખતમ કરવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ભુમિકા મહત્વની હતી અને તેમની કથિત સેક્સ સીડી ક્રાઈમ બ્રાન્ચે જ બનાવી હતી.
જો કે સુત્રો દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ કથિત સીડી બનાવવાની કામગીરી 2005માં મુખ્યમંત્રીના કાર્યાલયમાં ફરજ બજાવતા પરાગ શાહે કરી હોઇ શકે. જો કે 2010માં સોહરાબુદ્દીને શેખ કેસની તપાસ માટે ગુજરાત આવેલી સીબીઆઈની ટીમ દ્વારા પણ તે દિશામાં તપાસ કરવામાં આવી હતી પણ તેમા ખાસ સફળતા મળી ન્હોતી. આ ઉપરાંત પરાગ શાહના ભાઈ હિતેન શાહની ભુમીકા હોવાની પણ ચર્ચા છે. આ શાહ બ્રધર્સ ત્યારે નરેન્દ્ર મોદીની ખુબ નજીકના ગણાતા હતા અને નરેન્દ્ર મોદીના બ્રાન્ડિંગનું કામ પણ તેમના હસ્તક હતું. સીબીઆઈની ટીમ દ્વારા શાહ બ્રધર્સની ભુમિકાની તપાસ માટે કેટલાક સ્થળે દરોડા પણ પાડ્યા હતા, પણ કોઈ મજુબત પુરાવા મળ્યા ન્હોતા.
સુત્રોની જાણકારી પ્રમાણે સંજય જોશીની કથિત સેક્સ સીડી વડોદરાની એક હોટલમાં બનાવવામાં આવી હતી તેના માટે ભાજપના વડોદરાના એક નેતાના પુત્રએ હોટલની વ્યવસ્થા કરી આપી હતી. આ કથિત સેક્સ સીડી બનાવવા માટે સોહરાબુદ્દીન શેખને વડોદરા લઈ જવામાં આવ્યો હતો, જ્યારે મહિલાને અગાઉથી હાજર રાખવામાં આવી હતી અને સોહરાબ અને આ મહિલાની સેક્સ સીડીને તૈયાર કર્યા બાદ મોર્ફ કરી સંજય જોશીનો ચહેરો મુકી દેવામાં આવ્યો હતો.
જો કે તોગડીયા આક્ષેપ કરી રહ્યા છે કે આ સીડી ક્રાઈમ બ્રાન્ચે બનાવી હતી. પરંતુ 2005માં સોહરાબની કસ્ટડી ગુજરાત એટીએસ પાસે હતી અને એટીએસ દ્રારા બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી તે વખતે એટીએસના વડા તરીકે ડી જી વણઝારા હતા અને મુંબઈ અધિવેશનમાં પણ સીડી વહેચવા માટે એટીએસના અધિકારીઓ ગયા હતા. પરંતુ પ્રવિણ તોગડિયાની ખબર જોવા માટે ડી જી વણઝારા આવ્યા હોવાને કારણે આખી ઘટનાથી તોગડિયા માહિતગાર હોવા છતાં તેમણે નિશાન ક્રાઈમ બ્રાન્ચ ઉપર તાક્યુ હોવાની સંભાવના છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોદીએ પ્રચારકોને સત્તા-સુવિધાની આદત પડી અને સંઘે પોતાની આબરુ ગુમાવી..?
Next articleપત્રકારો માટે “મા વાત્સલ્ય”, હવે આરોગ્યના અધિકારીઓનો રેશનકાર્ડનો નવો ફતવો..?