Home ગુજરાત મોદીએ પ્રચારકોને સત્તા-સુવિધાની આદત પડી અને સંઘે પોતાની આબરુ ગુમાવી..?

મોદીએ પ્રચારકોને સત્તા-સુવિધાની આદત પડી અને સંઘે પોતાની આબરુ ગુમાવી..?

1121
0

(જી.એન.એસ., પ્રશાંત દયાળ) તા.19
વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયા અને નરેન્દ્ર મોદી વચ્ચે લાંબા સમયથી શીતયુધ્ધ ચાલે છે પણ હવે તે લડાઈ સપાટી ઉપર આવી ગઈ છે. તોગડિયા અને મોદીના સંબંધો રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સમયથી છે. 1978ના સમયથી તેઓ સાથે કામ કરતા હતા અને ગુજરાતમાં ભાજપને સત્તા સ્થાને લાવવા માટે તેમણે ખભેખભા મીલાવી કામ કર્યુ હતું. પરંતુ આજે સ્થિતિ એવી છે કે તેઓ બંન્ને એકબીજાના ચહેરા જોવાનું પસંદ કરતા નથી. તેમના સંબંધોને લઈ જે સ્થિતિ નિર્માણ થઈ છે તેમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ મૌન બની ગયુ છે, પણ સંઘ ભીષ્મની દશામાં કેમ આવી ગયુ તે સંઘના કાર્યકરોને પણ સમજાતુ નથી.
સંઘના પ્રચારકની સાદગી અને સમર્પણના એક સમયમાં ઉદાહરણો આપવામાં આવતા હતા. પરંતુ 2002માં ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યાર બાદ પ્રચારકોની રહેણીકરણી બદલાઈ ગઈ હતી. મોદી મુખ્યમંત્રી થઈ આવ્યા ત્યારે ગુજરાતમાં સંઘની જવાબદારી દામલેજી સંભાળતા હતા. એકદમ સરળ અને સૌમ્ય વ્યકિત્વ હતુ. ખુદ સંજય જોષી પણ સંઘમાં મહામંત્રી તરીકે આવ્યા ત્યાર બાદ તેમણે ભાજપના ખાનપુર કાર્યાલયમાં જ રહેવાનું પસંદ કર્યુ હતું. સાદડી ઉપર સુતા હતા અને કાર્યકરો તથા કર્મચારીઓ માટે આવતા ટિફિનમાંથી જમી લેતા હતા.
પણ મોદી મુખ્યમંત્રી થયા પછી નરેન્દ્ર મોદી દ્વારા પ્રચારકોની જવાબદારી અલગ અલગ ઉદ્યોગપતિઓને અથવા શ્રીમંત ભાજપી નેતાઓને સોંપી દેવામાં આવી હતી. જેના કારણે સામાન્ય બસમાં ફરતા પ્રચારકો સારી કારમાં ફરવા લાગ્યા હતા. એસી ચેરકાર અથવા વિમાનમાં મુસાફરી કરવા લાગ્યા હતા. પ્રચારકો પણ આખરે માણસ છે. તેમને પણ સુખ સુવિધાઓ ગમતી હતી., ખુદ નરેન્દ્ર મોદી દ્વારા મળી રહેલી સુવિધાઓનો દૌર અમદાવાદથી શરૂ થયો અને નાગપુર સુધી પહોંચી ગયો હતો. ક્રમશ: સાદગીમાં જીવતા સંઘના સિનિયર નેતાઓને પણ મોદીએ સુવિધાઓની આદત પાડી દીધી હતી.
આમ પહેલી વખત સંઘના પ્રચારકોને સત્તા અને સુવિધાનો અહેસાસ થવા લાગ્યો હતો એ ધીરે ધીરે તેની આદત બની ગઈ હતી. જેના કારણે સાચુ જ બોલાવાની જેમને ટેવ હતી તેવા પ્રચારકો મોદી સામે બોલાવાની હિમંત ગુમાવી ચુક્યા હતા. કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે સંઘના વડા મોહન ભાગવાત સામાન્ય જીંદગી જીવતા હતા પણ કેન્દ્રમાં ભાજપની સરકાર અસ્તિત્વમાં આવી પછી તેમના જીવનો જોખમ છે તેવા કારણોસર મોહન ભાગવતને ઝેડપ્લસ સિક્યોરિટી આપી દેવામાં આવી. જેના કારણે ભાગવતને પણ સત્તાનો નશો થવા લાગ્યો અને તેમણે પણ હિન્દુત્વ છોડી રહેલા નરેન્દ્ર મોદીને પસંદ ના પડે તેવી સલાહ આપવાનું છોડી દીધુ. જેના પરિણામ સ્વરૂપ સંઘે પોતાની આબરુ પોતાના જ લોકોની વચ્ચે ગુમાવી દીધી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીજીની જગ્યાએ નેતાન્યાહુ….!!, નરેન્દ્રભાઈ આ બરાબર નથી
Next articleસોહરાબુદ્દીનને બદલે સંજય જોશીનો ચહેરો મુકી સીએમ ઓફિસના પરાગ શાહે સેક્સ સીડી બનાવી…?