Home ગુજરાત પત્રકારો માટે “મા વાત્સલ્ય”, હવે આરોગ્યના અધિકારીઓનો રેશનકાર્ડનો નવો ફતવો..?

પત્રકારો માટે “મા વાત્સલ્ય”, હવે આરોગ્યના અધિકારીઓનો રેશનકાર્ડનો નવો ફતવો..?

1821
0

ગુજરાત સરકતાર દ્વારા પત્રકારોને અપાતા માન્યતા ઓળખપત્ર-અક્રેડિટેશન કાર્ડ-ની સાથે પત્રકાર અને પરિવારને વિનામૂલ્યે આરોગ્ય સુવિધા માટે તેમને મા વાત્સલ્ય અમૃતમ યોજનાની સાથે જોડવાનો નિર્ણય લેવાયાને એક વર્ષ થયું અને જટીલ પ્રક્રિયાને કારણે અંદાજે 1600 કરતાં વધારે આવા કાર્ડધારક પત્રકારોમાંથી 700 જેટલા પત્રકારો જ મા વાત્સલ્યની વિગતો આપી શક્યા છે. વહીવટી તંત્રએ જટીલ અને વિલંબકારી પ્રક્રિયા અપનાવવાને બદલે સ્માર્ટ એક્રે. કાર્ડની પાછલી બાજુએ “આ કાર્ડધારક અને તેમના પરિવારને મા વાત્લ્ય આરોગ્ય સુવિધાનો લાભ આપવો” એટલું જ લખીને જ્યારે પત્રકાર પરિવારમાં કોઇને આ સુવિધાની જરૂર પડે ત્યારે પરિવારના બિમાર દર્દીનો આધાર કાર્ડ રજૂ કરીને આરોગ્ય સુવિધા મેળવે એવી સરળ અને સીધીસટ પ્રક્રિયા માહિતી ખાતુ અપનાવે એવી એક લાગણી મિડિયા આલમમાં પ્રવર્તી રહી છે.
દરમ્યાનમાં માહિતી વિભાગના સૂત્રોમાંથી એવી જાણકારી મળી છે કે આરોગ્ય વિભાગે માહિતી ખાતાને એવી તાકીદ કરી છે કે જો મા વાત્સલ્ય યોજનાનો લાભ લેવો હોય તો જે તે પત્રકારના પરિવારનું રેશનકાર્ડ ફરજીયાત દરશાવવું પડશે. જો રેશનકાર્ડના હોય અને માહિતી ખાતુ લખીને આપે કે આધાર કાર્ડ વિક્લ્પમાં માન્ય રાખવું તો જ હેલ્થ કાર્ડ મળશે. નવાઇની વાત તો એ છે કે રેશનકાર્ડને હવે નાગરિકના સરનામા માટે કે તેના આઇડી પૂરાવા તરીકે માન્ય ગણાતું જ નથી તો આરોગ્ય વિભાગ દાવારા રેશન કાર્ડના આગ્રહથી લાગે છે કે આરોગ્ય વિભાગ ઇચ્છતું નથી કે પત્રકારોને તેમના પરિવાર માટે મા વાત્સલ્ય કાર્ડ મળે.
રૂપાણી સરકારે વિધાનસભામાં જાહેર કર્યાના આઠ આઠ મહિના થયા છતાંય આરોગ્ય વિભાગ દ્વારા નિત નવા તુત કાઢી પત્રકારોને મળવા પાત્ર મા વાત્સલ્ય કાર્ડમાં રુકાવટો પેદા કરવાનું કારણ શું…?, આરોગ્ય વિભાગના અધિકારીઓને સરળ નિયમો અપનાવતાં શું તકલીફ પડે છે..? આ અંગે ખુલાસા થવા જરુરી છે.
મિડિયાની લાગણી છે કે માહિતી ખાતાએ પહેલા તો આ લાભ માટે કઇ જાતિના છો તેની વિગતો આપવા જણાવીને પત્રકારોમાં જાતિવાદનો સડો ફેલાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેની સામે ભારે વિરોધ બાદ છેવટે પત્રકારોની જાતિ પૂછવાનું માંડી વાળ્યું અને મામલો માંડ થાળે પડ્યું ત્યાં હવે આરોગ્ય સુવિધા માટે મા કાર્ડ મેળવવા પત્રકારોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. માહિતી ખાતા અને આરોગ્ય વિભાગ દ્વારા મા યોજનાના લાભ માટે પત્રકારના પરિવાર પાસેથી જે વિગતો મંગાવી છે તે એટલી લાંબી મથામણ માંગી લે તેમ છે. સરકાર એક તરફ ઇઝ ઓફ ગુડના પ્રયાસો કરે છે, જેમનાં સરળીકરણ પર ભાર મૂકાય છે જ્યારે વહીવટી તંત્ર દ્વારા સરળીકરણને બદલે ગૂંચવી નાંખવાનો જે પ્રયાસ થઇ રહ્યો છે તેનાથી એવી છાપ ઉપસે છે કે, માહિતી ખાતુ અને આરોગ્ય વિભાગ સાથે મળીને સમગ્ર બાબતને ગૂંચવીને આ યોજનાનો લાભ ઓછામા ઓછા પત્રકારો લે તેવું કોઇ ષડયંત્ર તો ઇચ્છતુ નથીને..? સરકારની દાનત સારી પણ વહીવટી તંત્રની દાનત ખોરી હોવાનું લાગી રહ્યું છે ત્યારે માહિતી ખાતાએ લાંબી લાંબી વિગતો અને પુરાવા મંગાવવાને બદલે એક્રે. કાર્ડની પાછળ જ તેને ઉલ્લેખ કરીને સરળીકરણ કરી શકે . લાંબી માહિતીથી એવું લાગે છે કે માહિતી ખાતુ જાણે કે વારસાઇ કરવા માંગે છે. મડિયાની લાગણી છે કે એસટી બસમાં મુસાફરી માટે અગાઉ પરિવહન નિગમ દ્વારા અલગ કાર્ડ અપાતુ હતું જે હવે બંધ કરીને કંડક્ટરોને સુચના જ છે કે જે પત્રકાર સરકાર માન્ય એક્રે. કાર્ડ દર્શાવે તેમને વિના મૂલ્યે મુસાફરી કરવા દેવી. તેમ એક્રે. કાર્ડની પાછળ એક જ લાઇન લખીને જટીલ પ્રશ્નનો ઝડપથી ઉકેલ લાવી શકાય તેમ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસોહરાબુદ્દીનને બદલે સંજય જોશીનો ચહેરો મુકી સીએમ ઓફિસના પરાગ શાહે સેક્સ સીડી બનાવી…?
Next articleપદ્માવતના વિરોધના બહાને લોકોમાં ફરીથી હિન્દુત્વની લાગણી જગાડવાનો પ્રયાસ?