Home દેશ - NATIONAL સૈન્ય પર હુમલો કરનારા નિર્દોષ અને દેશના રક્ષક જવાનો સામે FIR…!!

સૈન્ય પર હુમલો કરનારા નિર્દોષ અને દેશના રક્ષક જવાનો સામે FIR…!!

509
0

બુરહાન વાણીના મોત પછીની હિંસક બનેલા પથ્થરબાજો, 56 સરકારી કર્મી, 16 હુર્રિયતના કાર્યકરો વિરુદ્ધ પણ કેસ થયા છે
(જી.એન.એસ.) જમ્મુ, તા.4
જમ્મુ-કાશ્મીરમાં સૈનિકો સામે FIR દાખલ કરવાના મામલે રમાઈ રહેલા રાજકારણ વચ્ચે કાશ્મીરની મહેબૂબા સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ભાજપના ટેકાથી ચાલી રહેલી જમ્મુ-કાશ્મીર સરકારે 2008થી 2017 દરમિયાન સૈન્યના જવાનો પર પથ્થર ફેંકનારા 9730 લોકો વિરુદ્ધ દાખલ કરાયેલો કેસ પરત ખેંચવાની મંજૂરી આપી દીધી છે. જે પથ્થરબાજો વિરુદ્ધ કેસ પાછા ખેંચાઈ રહ્યા છે તેમાં પહેલીવાર ગુનો કરનારા લોકો પણ સામેલ છે.
આ નિર્ણય એવા સમયે આવ્યો છે કે જ્યારે ત્રણ નાગરિકોના મોતના મુદ્દે જમ્મુ કાશ્મીર પોલીસે એક મેજર સહિત 10 ગઢવાલ રાઇફલના સૈનિકોને આરોપી બનાવ્યા છે. છેલ્લા બે વર્ષમાં જ પથ્થરબાજોમાં સામેલ રહેલા 4,000 લોકોનો ફી મેળવનારાઓમાં સમાવેશ થાય છે.જુલાઇ 2016માં આતંકી બુરહાન વાણીના મોત પછી ખીણમાં મોટા પાયે હિંસા ફાટી નીકળી હતી. આ હિંસક ઘટનાઓમાં 85 લોકો માર્યા ગયા હતા.
તેમણે કહ્યું કે, તેની સરકારે 4000થી વધુ લોકોને સામાન્ય માફી આપવાની ભણામણ કરી છે. આ લોકો છેલ્લા બે વર્ષમાં પથરાવ જેવી સામાન્ય ઘટનાઓમાં સામેલ છે. મુખ્યમંત્રી મુફ્તીએ કહ્યું કે, 2016 અને 2017ની વચ્ચે 3773 કેસ નોંધાયા છે. તેમાં 11 હજાર 290 લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે 1841ની તપાસ ચાલી રહી છે. 233 કેસનો નિકાલ થયો નથી. 1692 કેસોમાં આરોપપત્ર દાખલ કર્યા છે.
વર્ષ 2016માં આતંકી બુરહાન વાણીના મોત પછી કાશ્મીર ખીણમાં મોટા પાયે હિંસા ફાટી નીકળી હતી. આ હિંસક ઘટનાઓમાં 85 લોકો માર્યા ગયા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વર્ષમાં 2904 કેસ નોંધાયા છે. અને 8570 લોકો પથ્થરબાજોની ધરપકડ કરાઈ છે. 2017માં 869 કેસ નોંધાયા છે.
તેમણે જણાવ્યું કે 2016-17માં સૌથી વધુ 2330 લોકો શ્રીનગરથી ધરપકડ કરવામાં આવ્યા હતા. 2046 લોકો બારામુલા, પુલવામાંથી 1385 લોકો, કુપવાડામાંથી 1123 લોકો, અનંતનાગ 1118, બડગામ 783, ગાંદેરબલ 714, શોપિયા 694, બાંદીપોરા 548, કુલગામ 547, ડોડા જિલ્લામાંથી 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
એક પ્રશ્નના લેખિત જવાબમાં મહેબૂબાએ જણાવ્યું કે 2016 અને 2017ના વર્ષમાં 3,773 કેસ નોંધાયા અને 11,290 લોકોની ધરપકડ કરાઇ. 1692 કેસોમાં ચાર્જશીટ દાખલ કરાઇ છે. જ્યારે 1841ની તપાસ ચાલી રહી છે. 233 કેસનો નિકાલ થયો નથી. જ્યારે 7 એડમિટ જ થયા નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે કાશ્મીરમાં મહેબુબા-ભાજપની મિશ્ર સરકાર હોવા છતાં દેશના જવાની રાષ્ટ્રભક્તિની વાતો કરનારા પ્રધાનમંત્રી મોદી તેમજ ભારતીય જનતા પાર્ટીના દેશભક્ત નેતાઓ કેમ મૌન ધારણ કરીને બેઠા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમા-અમૃતમ કાર્ડને નામે પત્રકારોને રૂપાણી સરકારની લોલીપોપ…..?
Next articleપેટ્રોલ અને ડિઝલના ભાવમાં ભડકો, 73 રૂપિયે પહોંચ્યા ભાવ