Home ગુજરાત સી-પ્લેનનો પ્લાન ઃ સાહેબનો મતદારોમાં છવાઇ જવાનો પ્રયાસ નિષ્ફળ?

સી-પ્લેનનો પ્લાન ઃ સાહેબનો મતદારોમાં છવાઇ જવાનો પ્રયાસ નિષ્ફળ?

1289
0

(જી.એન.એસ.-પી. ઘમંડે)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત થાય તે રહેલા અમદાવાદની ઓળખ સમાન સાબરમતી નદીમાં સી- પ્લેન(પાણીમાં જ ઉતરતુ અને ચઢતું ખાસ વિમાન)માં બેસીને ધરોઇ ડેમ અને ત્યાંથી બાય રોડ અંબાજી તથા વળતાં ધરોઇ ડેમથી સી-પ્લેનમાં પાછા સાબરના કિનારે પહોંચીને દેશના કોઇ વડાપ્રધાને સી-પ્લેનમાં મુસાફરી કરી હોય તેવો પ્રથમ પ્રસંગ નોંધાવ્યો પરંતુ તેમની સી-પ્લેન મુસાફરીના ઘેરા પડઘા પડ્યા છે. અને એક એવી છાપ ઉપસી રહી છે કે મોદીએ જાહેર પ્રચારના છેલ્લાં દિવસે સી-પ્લેન ઉતારીને વિકાસ આને કહેવાય એવું પૂરવાર કરીને લોકોને આંજી દેવાની શોબાજી અને રાજકીય શબ્દોમાં કહીએ તો સ્ટંટબાજી કરી છે. એટલું જ નહીં રોડ શોની મંજૂરી મળી નથી તેથી સમય છે તે મા અંબાના દર્શન કરતો આવું એમ જે કહ્યું તેમાં પણ સત્ય હકીકત એવી બહાર આવી છે કે સી-પ્લેનનો પ્લાન અગાઉથી જ નક્કી હતો. ખુદ સી-પ્લેનના પાયલોટે આ ધડાકો કર્યો છે.
સૂત્રોએ સી-પ્લેનના પાયલોટ જ્હોન ગોલેટ કે જે કેનેડાના છે તેમણે એમ કહ્યું કે અમદાવાદની નદીમાં સી-પ્લેન ઉતારીને ભારતના પ્રાઇમ મિનિસ્ટરની મુસાફરી માટે તેમને 4 દિવસ પહેલાથી જાણ કરવામાં આવી હતી. એટલે કે 12મીએ જાહેર પ્રચાર બંધ થાય તેના 4 દિવસ પહેલા પાયલોટને કહેવામાં આવ્યું અને ખાસ વિમાન મંગાવાયું તેથી અમદાવાદમાં રોડ શો માટે પોલીસે મંજૂરી આપી નથી તે આખો મુદ્દો પોકળ સાબિત થાય છે. ઉપરાંત મોદી વડાપ્રધાનના હોદ્દાના રૂએ ઝેડ પ્લસ કરતાં પણ વધુ મજબૂત કેટેગરીમાં છે અને ધી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સીવીલ એવીએશન એર સેફ્ટીના 1981ના કાયદાના સર્ક્યુલર 2 મુજબ એવા વીવીઆઇપી માટેના એવા ધારાધોરણો છે કે તેમણે બે એન્જીન ધરાવતા વિમાનનો જ ઉપયોગ કરવો. જ્યારે મોદીએ જે સી-પ્લેનમાં સાબરમતીથી ધરોઇ ડેમનો આંટો માર્યો તે વિમાન સિંગલ એન્જીન ધરાવે છે. જે એક રીતે જોખમકારક કહી શકાય. કેમ કે આકાશમાં આ પ્રકારના વિમાનનું એન્જીન બંધ પડી જાય તે બચવાના કોઇ ઉપાયો હોતા નથી. સામાન્ય રીતે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ વગેરે. એર ફોર્સ અથવા એર ઇન્ડિયાના બે એન્જીનવાળા વિમાનમાં મુસાફરી કરતાં હોય છે. આમ મોદીએ ઉડ્ડયન કાયદાનો પણ ભંગ કર્યો અને વિકાસની એક નવી વ્યાખ્યા શહેરી મતદારો સમક્ષ મૂકવા જતાં પોતે જ વિવાદોમાં ઘેરાઇ ગયા છે. આવા અખતરા ખતરનાક પણ નિવડી શકે છે. સૂત્રો કહે છે કે જો આવા સી-પ્લેનથી મતદારો અંજાઇ જતા હોય એમ ભાજપને લાગે છે તો 2012ની વિધાનસભા ચૂંટણી, 2014ની લોકસભા ચૂંટણીમાં સી-પ્લેનની હારમાળા સાબરના પાણીમાં કેમ ના ઉતાર્યા? સી-પ્લેનનો પ્લાન સફળ થયો કે કેમ એ તો અમદાવાદની બેઠકોના પરિણામો જ કહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહાર્દિકે જનસભાઓમાં માં ઉમા-ખોડલના શપથ લેવડાવી ભાજપની ઊંઘ બગાડી?
Next articleચૂંટણી આગાહી કરનારા સટ્રા બજાર સહિત ધુરંધરો ચુપ કેમ થઇ ગયા?