Home હર્ષદ કામદાર ચૂંટણી આગાહી કરનારા સટ્રા બજાર સહિત ધુરંધરો ચુપ કેમ થઇ ગયા?

ચૂંટણી આગાહી કરનારા સટ્રા બજાર સહિત ધુરંધરો ચુપ કેમ થઇ ગયા?

3338
0

હર્ષદ કામદાર GNS
ગુજરાતની ચુંટણીઓએ ભાજપા-કોંગ્રેસના માંધાતાઓની ઊંઘ હરામ કરી નાખી છે. તેમાં કોંગ્રેસ, હાર્દિકની વિશાળ રેલીઓ અને જન સભાઓએ ભાગ ભજવ્યો છે પણ મોટા ભાગના સામાન્ય લોકોની નજરમાં ન આવતું એવા સટ્ટાબજારે પણ ભાજપાને મળતી બેઠકોના ભાવો તો ઘટાડ્યા પણ સટ્ટો લેવાનું બંધ કરી દેતા ભાજપાના અનેક ધુરંધરો પણ મૌન થઇ ગયા છે.
રાજ્યમાં ગઈકાલ સાંજથી પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. અને હવે ઘેર-ઘેર મતદારોનો સંપર્ક ચાલી રહ્યો છે ત્યારે સૌથી મોટી નજરે તરી આવતી વાત એ છે કે સંઘ દ્વારા ઉભા થયેલ ભાજપાએ ખૂદની જન્મદાતા સંસ્થા સંઘને અને વી.એચ.પી.ને ખૂણામાં ધકેલી દીધો છે પરિણામે ભાજપાના કાર્યાલયો કે સ્થાનિક રેલી કે મતદાર મુલાકાતમાં કાર્યકરો જ નથી દેખાતા ટૂંકમાં સંઘ.વિ.એચ.પી.સહિતની ભગીની પાંખોને ભાજપાએ ખૂણામાં મૂકી દીધા છે. એટલે કે ભાજપાએ ખુદે પોતાના પગ પર કુહાડો માર્યો છે કે પછી જે ડાળ પર બેઠો હતો તે ડાળ જ કાપી નાખી છે.
રાજ્યભરમાં પાટીદાર યુવા નેતાએ આગેવાની લઈને દરેક સમાજના નાત-જાત વાડા ભૂલાવી દીધા છે અને દરેક સમાજને એક કરી જબરજસ્ત જન આંદોલન ભાજપા વિરુદ્ધ ઉભું કરી દીધું છે. જે સભાઓ અને રેલીઓની દરકાર ન કરતા ભાજપાને અત્યારે ખરેખર ભારે પડી રહ્યું છે તેમાં પણ હાર્દિક કોઈ પક્ષનો પ્રચાર ન કરતા માં ખોડલ, માં ઉમિયા અને શહીદ પાટીદારોના નામે સભામાં હાજર લોકોને ઘમંડ અને અભિમાન તોડવા એકવાર સત્તાધારી ભાજપાને પછાડવાના મત નહિ આપવાના શપથ લેવરાવ્યા તેનાથી સીધી અસર રાજકીય ક્ષેત્રમાં તો થઇ પણ સટ્ટાબજારને પણ હલબલાવી નાખ્યું છે. અને એ સટ્ટાબજારને લઈને ભાજપાના ઢોલીયા ઢીલા થઇ ગયા છે.
પ્રથમ તબક્કાના મતદાન પહેલા સટ્ટાબજારમાં ભાજપા ભાવ ઊંચા બોલાતા હતા તો કોંગ્રેસનાં નીચા ભાવ બોલાતા હતા એ સાથે ભાજપાને ૧૫૦ બેઠકો અને કોંગ્રેસને ૫૦ બેઠકના સટ્ટો જોરશોરથી ખેલાયો હતો પરંતુ પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થતા જ બે કલાક પછી સટ્ટો લેવાનું જ બંધ થઈ ગયું હતું. સટ્ટાબજારને ભાજપાની બેઠકો ઘટતી હોવાનો અંદાજ મળી ગયો હતો. તો ત્રીજા દિવસે જ ભાજપાના ભાવ એકદમ નીચે આવી ગયા હતા તે સાથે ટોટલી સટ્ટો લેવાનું સટોડીયાઓએ બંધ કરી દીધું હતું અને આ વાત બજારમાં ફરી વળતા ભાજપા ખેરખાંઓની પણ બોલતી બંધ થઇ ગઈ હતી. જોકે કોંગ્રેસ- ભાજપાને કેટલી બેઠકો મળશે તે મુદ્દે પણ દરેક પંડિતો ચૂપ થઇ ગયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસી-પ્લેનનો પ્લાન ઃ સાહેબનો મતદારોમાં છવાઇ જવાનો પ્રયાસ નિષ્ફળ?
Next articleએક્ઝીટ પોલમાં ભાજપને ઝટકો.., રાજ્યમાં કોંગ્રેસની સત્તાના એંધાણ…!