Home હર્ષદ કામદાર હાર્દિકે જનસભાઓમાં માં ઉમા-ખોડલના શપથ લેવડાવી ભાજપની ઊંઘ બગાડી?

હાર્દિકે જનસભાઓમાં માં ઉમા-ખોડલના શપથ લેવડાવી ભાજપની ઊંઘ બગાડી?

1093
0

હર્ષદ કામદાર GNS
ગુજરાતની ચૂંટણીઓએ ભાજપાની ઊંઘ હરામ કરી નાખી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક ઘાએ આપણા નામો અને તેમના મંત્રીઓ કેટલાક CM સહિતના ૪૦ જેટલા ધુરંધરોને ઉચાટમાં મૂકી દીધા છે જોકે એકલા રાહુલની તાકાતમાં જો મોટામાં મોટી તાકાત ભળી હોય તો તે મોટી તાકાત પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલની છે. તો તેની સાથે અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીની તાકાત પણ જોડાઈ છે.
ગુજરાતમાં ભાજપા વિરુદ્ધમાં જે લોકઆક્રોશ ભભૂકી રહ્યો છે તેને ભાજપા સરકારે ધાર્યું હોત તો છ માસ પહેલા પાટીદારો સાથે સમાધાનની ભૂમિકા બાંધી સમાધાન કર્યું હોત તો આજે ગુજરાતમાં ભાજપા માટે જે સ્થિતિ ઉદભવવા પામી છે તે ઉભી જ થઇ ન હોત.
બીજી તરફ અપક્ષોને જે રાફડો ફાટી નીકળ્યો છે તેમાં ૯૫ ટકાની ડીપોઝીટ બચાવવાની તાકાત નથી તેવી સ્થિતિ છે જોકે કેટલાક અપક્ષોએ રાતોરાત સમાધાન પણ કરી લઈને પોતાની આર્થિક સ્થિતિ સુધારી લીધી છે.
હાર્દિક પટેલના રોડ શો અને તેની જે પણ સભાઓ યોજાઈ તેને રેલી નહિ પણ રેલો કહેવું પડે અને સભામાંતો દરેક વર્ગનો માનવ મહેરામણ ઉમટ્યો હતો ત્યારે બીજા ક્રમે રાહુલ ગાંધી સફળ રહ્યા હતા તો આપણા પી.એમ. ને ક્યાંક-ક્યાંક મોટી સભા થઇ બાકી તો ધકેલ પંચા દોઢસો જેવી જ સભાઓ થઇ હતી. પણ હાર્દિકની સભાઓમાં શપથ લેવાયા અને રાહુલ ગાંધીને જે રીતે લોક આવકાર મળ્યો તેનાથી ભાજપાના મોટા મોટા ખરેખાંઓ હલબલી ગયા અને પછી વડાપ્રધાન મોદીએ પોતાની સભાઓમાં કોંગ્રેસ પર જે પ્રકારે આક્ષેપોની બોમ્બાર્ડિંગ શરૂ કરી તેનાથી લોકોમાં જે લાગણી જન્મવી જોઈએ તે ન જન્મી અને ખુદ લોકો કહેવા લાગ્યા કે આટલું બધું જૂઠ અને એ પણ આપણા વડાપ્રધાન બોલે…… આ તેમને શોભતું નથી. મર્યાદા હોવી જરૂરી છે પણ ખુદ મોદી મર્યાદા ચૂકી ગયા છે તો અમીત શાહ પણ એજ ભાષા વાપરી રહ્યા છે. એટલે જે ભાજપા પ્રત્યે કૂણી લાગણી ધરાવનારા હતા તેઓ પણ દૂર થયા છે.
તો રાહુલ ગાંધીએ માત્રને માત્ર પ્રજા પ્રશ્નો- ગુજરાતના લોકોની વાતને જ પોતાના ભાષણમાં સ્થાન આપી લોકો વચ્ચે જઈને લોકો વચ્ચે બેસીને જમ્યા કે નાસ્તા-પાણી કર્યા ઉપરાંત વિવિધ મંદિરોની મુલાકાત લીધી સાથે સૌમ્ય ભાષા વાપરી તેના કારણે લોકો કોંગેસ તરફ વધુ ખેંચાયા છે. અને તેમની સભા તથા રેલીઓમાં લોકો સ્વયંભુ આવવા લાગ્યા એજ તેની મોટી સફળતા છે.
જ્યારે ૨૨ વર્ષનો પાટીદાર યુવાન હાર્દિકની વાકછટા વિકાસ કોને કહેવાય તે સમજાવવાની રીત અને ખરેખર વિકાસ એટલે શું ઉપરાંત પાટીદારો ઉપર થયેલ અત્યાચારોની વાતોએ લોકોને અભીભૂત કરી દીધા છે. અને તેની સભા અને રેલીઓમાં દરેક જ્ઞાતિ-જાતિના લોકો ઉમંગભેર જોડાયા હતા ત્યારે હાર્દિકે આ લોકોનો વિશ્વાસ જીતીને જે પ્રકારે ભાજપાને પછાડવા શપથ લેવડાવ્યા અને લોકોએ જોરશોરથી શપથ લીધા તે વાત જ ગુજરાતમાં ભાજપા ક્યા? એ પ્રશ્ન ઉભો કરી દીધો છે. જોકે હજુ ક્યા ભાજપા સત્તા પર બેસશે તેવી ચાલે છે. પણ…… સમય બતાવશે…..તા ૧૮મીએ આ બધી વાતોનો અંત આવી જશે……

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોદી-રાહુલના રોડ શો રદ્દ : તંત્ર અચાનક કેમ સિંઘમ બની ગયું…?
Next articleસી-પ્લેનનો પ્લાન ઃ સાહેબનો મતદારોમાં છવાઇ જવાનો પ્રયાસ નિષ્ફળ?