Home દુનિયા - WORLD સિંઘમ ફેમ અભિનેતા પ્રકાશ રાજે કહ્યું મને હવે વધુ ધમકી આપશો તો...

સિંઘમ ફેમ અભિનેતા પ્રકાશ રાજે કહ્યું મને હવે વધુ ધમકી આપશો તો હું રાજકારણી બની જઈશ

695
0

(જી.એન.એસ.)બેંગલુરું.તાં.૧
આજકાલ સાઉથમાં ફિલ્મની જેમ કલાકારો રાજનૈતિક ક્ષેત્રે પ્રવેશવા માટે થનગની રહ્યા છે. કોઈ ને કોઈ સામાજિક રાષ્ટ્રીય કારણ અને રાષ્ટ્રભક્તિના નવા રૂપ સાથે પોતાને રાજનૈતિક ક્ષેત્ર સાથે જોડવા પ્રયત્નશીલ થયા છે. તેવામાં મોદી સરકારના કેટલાક નિર્ણયો અને કેટલીક નીતિઓથી નારાજ થઈને મોદી સરકાર વિરુદ્ધ ખુલ્લું બોલનારા સાઉથના જ અભિનેતા પ્રકાશ રાજે કહ્યું હતું કે જો મને વારંવાર ધમકી મળશે તો હું પોલીટીક્સ જોઈન કરી લઈશ. તેમણે કેટલાય મુદ્દાઓ પર નરેન્દ્ર મોદીના મૌન પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.
સીદ્ધારમૈયાની હાજરીમાં જ તેમણે જણાવ્યું હતું કે, મને રાજનૈતિક ક્ષેત્રમાં આવવાનો કોઈ જ શોખ નથી. તે છતાય જો મારી પર વારંવાર દબાવ વધારવામાં આવશે અને જો મને કોઈ રાજકીય ક્ષેત્રે પદાર્પણ કરવા માટે વારંવાર પડકારશે તો હું ખરેખર રાજનીતિમાં આવી જઈશ. જોકે, સીદ્ધારમૈયાની હાજરીમાં તેમના આ નિવેદનોને તેમના રાજકીય ક્ષેત્રે પદાર્પણનો સંકેત આપી રહ્યા છે એવું સૂત્રોનું માનવું છે. કદાચ, એવું પણ બને કે તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
આ પહેલા પણ તેમણે મોદી સરકારને આડે હાથે લઈને પત્રકાર ગૌરી શંકરના કિસ્સામાં વિરોધ દર્શાવી પોતાનો નેશનલ અવોર્ડ પરત કરવાની ધમકી પણ આપી હતી. રાષ્ટ્રવાદ અને હિન્દુવાદને એક સમાન ગણાવનારા કેન્દ્રિયમંત્રી અનંતકુમાર હેગડેને તેમને બરાબર ઝપટમાં લઈને એ મુદ્દે તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, રાષ્ટ્રવાદ અને હિન્દુત્વનાં મુદ્દે તેઓ શું કહેવા માંગે છે તે પહેલા સ્પષ્ટ કરે. એટલું જ નહિ પણ ‘હિંદુ આતંકવાદ’ મુદ્દે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો સમ્પ્રદાય, સંસ્કૃતિ અને નૈતિકતા પર કોઈને ધમકાવવા એ આતંકવાદ નહિ તો બીજું શું કહી શકાય ?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય: રાજનાથ સિંહ
Next articlePM મોદી અને કોંગ્રેસ નેતા વચ્ચે મૂંછ અને પૂંછના વાળ જેટલું અંતર નરેન્દ્રસિંહ તામોર