Home દેશ - NATIONAL જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય: રાજનાથ સિંહ

જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય: રાજનાથ સિંહ

466
0

(જી.એન.એસ.)નવી દિલ્હી.તાં.૧
જમ્મૂ-કાશ્મીરનાં પુલવામા જિલ્લામાં રવિવાર સવારે આતંકવાદીઓએ સીઆરપીએફનાં એક ટ્રેનિંગ કેમ્પ પર હુમલો કર્યો હતો જેમાં પાંચ જવાનો શહિદ થયા હતા તેમજ સૈનિકોએ બે આતંકવાદીઓને પણ ઠાર કર્યા હતાં. આ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આતંકવાદીઓએ શર્મનાક કૃત્ય કર્યું છે અમને જવાનો પર ગર્વ છે તેમજ સમગ્ર દેશ શહિદોનાં પરિવાર સાથે જ છે.
પુલવામા જિલ્લાનાં લેથપોરામાં સીઆરપીએફ કેમ્પ પર કરેલા હુમલામાં રવિવાર સાંજે જવાનોએ સર્ચ ઑપરેશન અટકાવી દીધું હતું જેને સોમવાર સવારે ફરીથી શરૂ કરી દીધું છે. સૈનિકો એક-એક કરીને દરેક બિલ્ડીંગને તપાસી રહ્યાં છે. આતંકવાદીઓએ રવિવારે સવા બેથી ત્રણ વાગ્યાની વચ્ચે હુમલો કર્યો હતો. આ હુમલો સીઆરપીએફની ૧૮૫મી બટાલિયનનાં કેમ્પમાં બે-ત્રણ આતંકવાદીઓ ઘૂસી ગયા હતા.
સીઆરપીએફનાં જણાવ્યાં અનુસાર આતંકવાદીઓએ પહેલા હાથ ગોળા ફેંક્યા અને ત્યારબાદ ફાયરિંગ શરૂ કરી દીધી. અધિકારીક સૂત્રોનાં જણાવ્યાં અનુસાર બે-ત્રણ આતંકવાદીઓએ સીઆરપીએફ શિબિરનાં મુખ્ય દરવાજા પાસે ફરજ બજાવી રહેલા જવાનો પર ગ્રેનેડ ફેંક્યા અને ઑટોમેટિક હથિયારોથી અંધાધુંધ ગોળીબાર કરવા લાગ્યા હતાં. ત્યારબાદ આતંકવાદી કેમ્પમાં ઘૂસી ગયા હતાં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓસામા બિન લાદેનના 12 વર્ષના પૌત્રની હત્યા, પત્રમાં થયો ખુલાસો
Next articleસિંઘમ ફેમ અભિનેતા પ્રકાશ રાજે કહ્યું મને હવે વધુ ધમકી આપશો તો હું રાજકારણી બની જઈશ