Home દેશ - NATIONAL PM મોદી અને કોંગ્રેસ નેતા વચ્ચે મૂંછ અને પૂંછના વાળ જેટલું અંતર...

PM મોદી અને કોંગ્રેસ નેતા વચ્ચે મૂંછ અને પૂંછના વાળ જેટલું અંતર નરેન્દ્રસિંહ તામોર

466
0

(જી.એન.એસ.)નવી દિલ્હી.તાં.૧
કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કેન્દ્રિય મંત્રી નરેન્દ્ર તોમરે વિવાદિત નિવેદન આપ્યું છે. 30 ડિસેમ્બરના રોજ એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીજી અને કોંગ્રેસ નેતામાં જે અંતર છે એ એટલી દૂરનું છે કે, જેટલું અંતર મૂંછના વાળ અને પૂંછડીના વાળમાં હોય. તોમર મધ્ય પ્રદેશ સ્થિત શિવપુરીમાં એક સભા સંબોધિત કરી રહ્યા હતા. શિવપુરી જિલ્લામાં કોલારસ અને અશોકનગરની મુંગાવલી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાનાર છે. વર્તમાન સમયમાં બંને બેઠકો કોંગ્રેસ પાસે જ છે. ભાજપ આ બંને બેઠકો પર વિજય મેળવવા માટે આસમાન-જમીન એક કરી રહી છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ યુપીમાં રાહુલ ગાંધીને આગળ કરી સપાના અખિલેશ યાદવ સાથે સમાધાન કરી ચૂંટણી લડી હતી. ત્યારે એ લોકોને આશા હતી કે, યુવાઓના મત તેમને મળશે. એ પછી ગુજરાતમાં ત્રણ યુવાઓ સાથે મળીને કોંગ્રેસ ચૂંટણી લડી, પરંતુ ચૂંટણીના પરિણામોએ સાબિત કર્યું કે, દેશની જનતા નરેન્દ્ર મોદી સાથે જ છે. તોમરે કહ્યું કે, કોંગ્રેસ એક પરિવારની પાર્ટી છે, પરંતુ ભાજપમાં એક ચાવાળો પણ પીએમ બની શકે છે. હાલ જે બે બેઠકો પર પેટાચૂંટણી થનાર છે, એ કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનું ક્ષેત્ર છે. ભાજપ અહીં કોંગ્રેસને હરાવીને સિંધિયા પર પ્રશ્ન કરવાની તક મેળવવા માંગે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસિંઘમ ફેમ અભિનેતા પ્રકાશ રાજે કહ્યું મને હવે વધુ ધમકી આપશો તો હું રાજકારણી બની જઈશ
Next articleનવા વર્ષમાં આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચીનનું જ ચાલશેઃ જિનપિંગ