Home મનોરંજન - Entertainment સલમાન ખાન જ હોસ્ટ કરશે બિગ બોસ ઓટીટી 2

સલમાન ખાન જ હોસ્ટ કરશે બિગ બોસ ઓટીટી 2

26
0

(GNS),07

બિગ બોસ ઓટીટીની બીજી સીઝન 17 જૂન, 2023થી શરૂ થઈ રહી છે. બિગ બોસ ઓટીટીના ફેન્સ માટે આ સમાચાર કોઇ ગુડ ન્યૂઝથી ઓછા નથી. લોકડાઉન દરમિયાન તેની પહેલી સિઝન આવી હતી અને તેની ખૂબ ચર્ચા થઈ હતી. હવે આ શોની બીજી સીઝન શરૂ થવા જઈ રહી છે. દબંગ ખાને બિગ બોસ OTT સીઝન 2ની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. હવે તમે Jio સિનેમાની એપ્લિકેશન પર આ શોને ફ્રીમાં જોઈ શકશો. જિયો સિનેમાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં સલમાન ખાન ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

આ વીડિયોની શરૂઆતમાં સલમાન ખાન કહે છે કે આ વખતે એટલી લાગશે કે તમારી મદદ લાગશે. Jio Cinemaએ આ વીડિયો શેર કર્યો અને લખ્યું, “દરેકનો ફેવરિટ સ્ટાર સલમાન ખાન તૈયાર છે ઇન્ડિયાના સૌથી મોટા રિયાલિટી શો બિગ બોસ OTTને પાછો લાવવા માટે અને આ વખતે લગાવશો પણ તમે અને બચાવશો પણ તમે. બિગ બોસ ઓટીટીના એંથમ ડ્રોપ માટે જોડાયેલા રહો.” આ વીડિયોમાં જે પ્રકારનું કેપ્શન લખવામાં આવ્યું છે અને સલમાન ખાન ડાયલોગ્સમાં જે આઈડિયા આપી રહ્યો છે તે જોઈને લાગે છે કે દર્શકોને પણ શોની આ સિઝનમાં ઇન્વોલ્વ કરવામાં આવી રહ્યાં છે.

આમાં કેટલી હકીકત છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. હવે તે વોટના આધારે હશે કે આ વખતે બિગ બોસના મેકર્સ દ્વારા કોઈ અન્ય પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, તે તમે શોમાં જાણી શકશો. આ વખતે હોસ્ટની ખુરશી પર કરણ જોહર નહીં પરંતુ સલમાન ખાન જોવા મળશે. કરણ જોહરને શોમાંથી બાય-બાય કહી દેવામાં આવ્યું છે. બિગ બોસ ઓટીટીની પહેલી સીઝન કરણ જોહરે જ હોસ્ટ કરી હતી, પરંતુ કરણની હોસ્ટિંગ સ્ટાઇલ લોકોને પસંદ ન આવી. સાથે જ શોને એવી કંઇ ખાસ ટીઆરપી પણ ન મળી. આ વખતે પણ મેકર્સ 24×7 વાળો કોન્સેપ્ટ લઇને આવ્યા છે. એટલે કે તમે ઘરવાળા પર 24 કલાક નજર રાખીને જોઇ શકશો. બિગ બોસ ઓટીટીની શરૂઆત 17 જૂનથી થઇ રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘આદિપુરુષ’ માટે દરેક થીયેટરમાં હનુમાનજીની સીટ ખાલી રખાશે
Next articleવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના 2023ની ફાઇનલમાં ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી