Home રમત-ગમત Sports વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના 2023ની ફાઇનલમાં ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના 2023ની ફાઇનલમાં ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

27
0

(GNS),07

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના 2023ની ફાઇનલમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં રવિચંદ્રન અશ્વિનને તક મળી નથી. ભારતીય ટીમમાં સામેલ રવીન્દ્ર જાડેજા એકમાત્ર સ્પિન બોલર છે. ભારતના મધ્યક્મમાં અજિંક્ય રહાણે લાંબા સમય પછી ટેસ્ટ મેચમાં વાપસી થઈ છે. બંને ટીમો પ્રથમ વખત આ ટ્રોફી જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

ભારતીય ટીમ 2013 પછી પ્રથમ ICC ટ્રોફી જીતવા માંગશે. 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ભારતે કોઈ ICC ટ્રોફી જીતી નથી. ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં વરસાદની છાયા છે. જો કે પ્રથમ દિવસે હવામાન ચોખ્ખું રહેવાની ધારણા છે, પરંતુ ચોથા અને પાંચમા દિવસે વરસાદની શક્યતા છે. આવી સ્થિતિમાં જો વરસાદના કારણે મેચ ડ્રો થશે તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. મેચમાં એક દિવસનો રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. જો વરસાદના કારણે પાંચ દિવસમાં મેચ પૂર્ણ નહીં થાય તો છઠ્ઠા વધારાના દિવસે પૂર્ણ થશે. છેલ્લી ફાઇનલમાં પણ વરસાદ પડ્યો હતો અને છઠ્ઠા દિવસે મેચ પૂર્ણ થઈ હતી. ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, શ્રીકર ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ. ઓસ્ટ્રેલિયા: ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટ), પેટ કમિન્સ (સી), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસલમાન ખાન જ હોસ્ટ કરશે બિગ બોસ ઓટીટી 2
Next articleWTC ફાઈનલ પૂર્વે રોહિત શર્માને નેટ્સમાં ઈજા પહોંચી