Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી સરકારે ટ્રાંસફર પોસ્ટિંગનો અધિકાર કેન્દ્ર સરકારના આ અધ્યાદેશ દ્વારા ઉપરાજ્યપાલને આપી દીધા

સરકારે ટ્રાંસફર પોસ્ટિંગનો અધિકાર કેન્દ્ર સરકારના આ અધ્યાદેશ દ્વારા ઉપરાજ્યપાલને આપી દીધા

48
0

કેન્દ્ર સરકારે શુક્રવારે મોટો નિર્ણય લેતા સુપ્રીમ કોર્ટના ચુકાદાને ફેરવી નાખ્યો છે. સરકાર દિલ્હીમાં અધિકારીઓના ટ્રાંસફર પોસ્ટીંગ માટે અધ્યાદેશ લઈને આવી છે. સરકારે ટ્રાંસફર પોસ્ટિંગનો અધિકાર કેન્દ્ર સરકારના આ અધ્યાદેશ દ્વારા ઉપરાજ્યપાલને આપી દીધા છે. દિલ્હી ભારતની રાજધાની છે, જે સીધા રાષ્ટ્રપતિને આધિન છે. ત્યારે આવા સમયે અધિકારીઓના ટ્રાંસફરનો અધિકાર રાષ્ટ્રપતિને અધિન રહેશે. તેને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પહેલા જ શંકા વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ઉપરાજ્યપાલ સાહેબ કોર્ટના આદેશને કેમ માનતા નથી? બે દિવસ થી સેવા સચિવની ફાઈલ પર હસ્તાક્ષર કેમ નથી કરતા? કહેવાય છે કે, કેન્દ્ર આગામી અઠવાડીયે અધ્યાદેશ લાવીને સુપ્રીમ કોર્ટના આદેશના ફેરવી નાખશે. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના ટ્વિટમાં સવાલ કર્યો, શું કેન્દ્ર સરકાર કોર્ટના આદેશને પલટવાનું ષડયંત્ર કરી રહી છે. શું ઉપરાજ્યપાલ સાહેબ અધ્યાદેશની રાહ જોઈ રહ્યા છે, એટલા માટે ફાઈલ પર સાઈન નથી કરતા. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, દિલ્હી દેશની રાજધાની છે, સમગ્ર ભારતનો તેના અધિકાર છે અને છેલ્લા કેટલાક સમયથી દિલ્હીની પ્રશાસકિય ગરિમાને અરવિંદ કેજરીવાલ સરકારે ઠેસ પહોંચાડી છે. દિલ્હીમાં વિશ્વના દરેક દેશના રાજદૂત રહે છે અને અહીં જે પણ પ્રશાસકીય અનહોની થાય છે, તેને વિશ્વભરમાં પણ ભારતની ગરિમા ખરાબ થાય છે. સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?.. તે જાણો.. હકીકતમાં ગત અઠવાડીયે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા દિલ્હી સરકારના અધિકારીઓના ટ્રાંસફર અને પોસ્ટીંગનો અધિકાર દિલ્હીની કેજરીવાલ સરકારને આપી દીધો હતો. કોર્ટે આ દરમ્યાન ચુકાદો સઁભળાવતા કહ્યું હતું કે, લોક વ્યવસ્થા, પોલીસ અને ભૂમિ જેવા વિષયો છોડીને અન્ય સેવાઓના સંબંધમાં દિલ્હી સરકાર પાસે વિધાયી અને શાસકીય શક્તિઓ છે. લોક વ્યવસ્થા, પોલીસ અને ભૂમિ જેવા વિષયો પર અધિકાર કેન્દ્ર સરકાર પાસે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleWHO અનુસાર સત્તાવાર રીતે 2020-21માં લગભગ 5.4 મિલિયન લોકો કોવિડથી મૃત્યુ પામ્યા
Next articleઅભદ્ર ભાષાનો પ્રયોગ થયો તે વાત SC/ST એક્ટ હેઠળ કેસ કરવો યોગ્ય કારણ નથી : સુપ્રીમકોર્ટ