રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૯.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૭૬૬.૫૯ સામે ૫૮૯૬૯.૦૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૫૫૮.૬૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૫૦.૦૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬.૭૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૮૦૩.૩૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૫૯૨.૪૦ સામે ૧૭૫૯૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૪૯૧.૩૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૦.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૪.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૫૫૮.૨૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. ભારતનો ઓગસ્ટ મહિનાનો મેન્યુફેકચરીંગ પીએમઆઈ એકંદર ૫૬.૨ પર જળવાયેલો જાહેર થવા સાથે જીએસટી આવક એક્ત્રિકરણ ૨૮% વધીને રૂ.૧.૪૪ લાખ કરોડ નોંધાયાના પોઝિટીવ પરિબળો સામે ભારતનો આર્થિક વિકાસ – જીડીપી વૃદ્વિ દર જૂન ૨૦૨૨ના પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિકમાં ૧૫ થી ૧૬%ની અપેક્ષાથી ઓછો ૧૩.૫% જાહેર થતાં આંતરરાષ્ટ્રીય રેટીંગ એજન્સી મૂડીઝ દ્વારા ચાલુ સંપૂર્ણ વર્ષ ૨૦૨૨ માટે ભારતનો વિકાસ અંદાજ અગાઉના ૮.૮% થી ઘટાડીને ૭.૭% મૂકાતાં અને વર્ષ ૨૦૨૩ માટે આ અંદાજને વધુ ઘટાડીને ૫.૨% રહેવાની આગાહી કરાતાં અને ગોલ્ડમેન સહિતમાં પણ આર્થિક વિકાસનો અંદાજ ઘટાડતાં તેમજ ભારત સરકારે ફરી ક્રુડ ઓઈલ સહિત પેટ્રો પ્રોડક્ટસ પરના વિન્ડફોલ ટેક્ષમાં વધારો કરતાં આજે ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતી જોવા મળી હતી.
આ પરિબળો સાથે ફરી ચાઈના, હોંગકોંગ સહિતમાં કોરોનાના કેસો વધતાં લોકડાઉનના પગલાં લેવાની પડેલી ફરજે અને રશિયાએ યુરોપને સપ્લાય થતાં ગેસની મેઈન નોર્ડ સ્ટ્રીમ પાઈપલાઈનને બંધ કરતાં વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ જવાના તેમ જ યુરોપમાં મેન્યુફેકચરીંગ પીએમઆઈ ઘટીને આવતાં અને વૈશ્વિક આર્થિક – ઔદ્યોગિક મંદીના ભયે વૈશ્વિક બજારોમાં ધોવાણની પણ અસર ભારતીય બજારમાં જોવાઈ હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં સાવચેતી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં બે તરફી અફડાતફડીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૩૪ લાખ કરોડ ઘટીને રૂ.૨૭૮.૪૧ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૫% ઘટીને તેમજ સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ, ઈન્ડસ્ટ્રીયલ, બેન્કેક્સ, ફાઈનાન્સ, એફએમસીજી અને ટેલિકોમ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૫૯ અને વધનારની સંખ્યા ૧૭૬૭ રહી હતી, ૧૪૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વર્ષ ૨૦૨૧ની સરખામણીએ ૨૦૨૨ તથા ૨૦૨૩ માટે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસ (જીડીપી)નો વૃદ્ધિ દર નીચો રહેવાની મૂડી’સ ઈન્વેસ્ટર સર્વિસ, મોર્ગન સ્ટેન્લી તથા ગોલ્ડમેન દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. ૨૦૨૧માં ભારતનો રિઅલ જીડીપી ગ્રોથ જે ૮.૩૦% રહ્યો હતો તે વર્ષ ૨૦૨૨માં ૭.૭૦% તથા વર્ષ ૨૦૨૩માં ૫.૨૦% રહેવાની મૂડી’સે ધારણાં મૂકી છે. વર્તમાન નાણાં વર્ષના જુન ત્રિમાસિક ગાળાના જીડીપી આંક અપેક્ષા કરતા નબળા આવ્યા બાદ વિવિધ રિસર્ચ પેઢી દ્વારા સંપૂર્ણ વર્ષ માટેના અંદાજોમાં ઘટાડો આવી પડયો છે. વ્યાજ દરમાં વધારા, ચોમાસાનું અસમાન વિતરણ તથા મંદ પડી રહેલા વૈશ્વિક વિકાસને ધ્યાનમાં રાખી મૂડી’સે આ અંદાજ આપ્યો છે.
જો કે ખાનગી ક્ષેત્રની ઈન્વેસ્ટમેન્ટ સાઈકલમાં ગતિ આવશે તો, વર્ષ ૨૦૨૩નો આર્થિક નવિકાસ દર અંદાજ કરતા ઊંચો રહી શકે છે, તેવી પણ રેટિંગ એજન્સી દ્વારા એક રિપોર્ટમાં અપેક્ષા વ્યકત કરવામાં આવી છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં હાઈ – ફ્રીકવન્સી ઈન્ડીકેટર્સ મજબૂત જોવા મળી રહ્યા છે. સેવા તથા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં પણ જોરદાર વિસ્તરણ થઈ રહ્યું છે, જો કે ફુગાવો હજુપણ ચિંતાનો વિષય હજુ યથાવત છે. દરમિયાન ગોલ્ડમેન સાચ્સ દ્વારા પણ આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કરાયો છે. જુન ત્રિમાસિક ગાળાના જીડીપી આંક અપેક્ષા કરતા નબળા આવ્યા બાદ વર્તમાન વર્ષના જીડીપી અંદાજને ગોલ્ડમેને ૭.૬૦% પરથી ઘટાડી ૭% કર્યો છે. મોર્ગન સ્ટેન્લીએ વર્તમાન નાણાં વર્ષ માટે જીડીપી અંદાજ ૪૦ બેઝિસ પોઈન્ટ ઘટાડી ૭.૨૦% મૂકયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.