Home મધ્ય ગુજરાત અમદાવાદ ચોરે મહિલાનું પર્સ ખેંચતા મોત નીપજ્યું પાંચ વર્ષે આરોપી ચોર પકડાયો

ચોરે મહિલાનું પર્સ ખેંચતા મોત નીપજ્યું પાંચ વર્ષે આરોપી ચોર પકડાયો

27
0

ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય તો પણ તે એક ભૂલ કરી દેતો હોય છે અને તે ભૂલને આધારે જ પોલીસ તેના સુધી પહોંચી જતી હોય છે. આવી જ ઘટના શહેરના એક કુખ્યાત પર્સ સ્નેચર સાથે બની હતી. વર્ષ ૨૦૧૭માં બે મહિલાઓ એકટીવા પર માધુપુરા બ્રિજ નજીકથી પસાર થઈ રહી હતી. ત્યારે જ અબ્દુલ રજાકે પાછળ બેઠેલી આધેડ મહિલાનું પર્સે ખેંચી લીધું હતું. જેમાં પર્સ તો હાથમાં આવી ગયું પરંતુ એકટીવા પરથી પછડાયેલી આધેડ મહિનાનું મૃત્યુ નીપજયુ હતું.

આ ધટનાના બાદ માધુપુરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે હત્યારાને ઝડપી લેવા માટે મહેનત શરૂ કરી હતી. પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. આ સમય દરમિયાન વર્ષ ૨૦૧૮માં આવી જ એક જ ઘટનામાં અબ્દુલ રજાકને ઝડપી લીધો હતો. તેની કડકાઈથી પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ મહિલાની હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો ન હતો. અબ્દુલ રજાક જાણતો હતો કે આ ગુનાની કબુલાત કરશે તો મોટી સજા થશે. છેલ્લા બે ત્રણ વર્ષથી પોલીસ ઇન્સ્પેક્ટર વ્યાસ અને ઝાલાની ટીમએ આ કેસની તપાસ હાથમાં લીધી હતી તેમને મહિલાનો મોબાઈલ મળી આવ્યો.

મોબાઈલ ખરીદનાર વ્યક્તિએ આ મોબાઈલ અબ્દુલ રજાક ઈસ્માઈલ શેખ પાસેથી લીધો હોવાની વિગતો આપી હતી. જેને આધારે પોલીસ અબ્દુલ રજાકની વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને તેને આખરે ઝડપી લેવામાં આવ્યો હતો. ૧૦થી વધારે ગુના કર્યા હોવાની વિગતો સામે આવી છે.અમદાવાદમાં વર્ષ ૨૦૧૭માં દધિચી બ્રિજ નજીક મહિલાનું પર્સ ખેંચી ભાગેલા અબ્દુલ રજાકના હાથે મહિલાનું મોત થયું હતું. આ ઘટના બાદ વર્ષ ૨૦૧૮માં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ અબ્દુલ રજાકની અન્ય ગુનામાં ધરપકડ કરી અને તેની કડકાઈથી પૂછપરછ કરી હતી.

પરંતુ આ મહિલાની હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો ન હતો. છેલ્લા બે ત્રણ વર્ષ સુધી પોલીસ ઇન્સ્પેક્ટર હરિત વ્યાસ અને સબ ઇન્સ્પેક્ટર આઈ એમ ઝાલાની ટીમ હત્યારાને ઝડપી લેવા માટે લાગી ગઈ હતી. આ ટીમના હાથે કાલુપુર દરવાજા પાસેથી હત્યારો અબ્દુલ રજાક ઝડપાઈ ગયો હતો.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસપ્તાહના અંતે ફોરેન ફંડો દ્વારા દરેક ઉછાળે વેચવાલી યથાવત્ રહેતાં ભારતીય શેરબજારમાં સાવચેતીનો માહોલ…!!!
Next articleરાહુલ ગાંધી ૫મી સપ્ટેમ્બરે અમદાવાદમાં પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરશે