Home દેશ - NATIONAL સંસદ જ્યાં ખુલ્લા મનથી સંવાદ થવો જોઈએ : વડાપ્રધાન મોદી

સંસદ જ્યાં ખુલ્લા મનથી સંવાદ થવો જોઈએ : વડાપ્રધાન મોદી

36
0

(જી.એન.એસ),તા.૧૮
નવીદિલ્હી
આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. સત્રની શરૂઆત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે ગૃહની બહાર તો ગરમી છે, ગૃહમાં ગરમી ઓછી હશે કે નહીં તે જાેઈશું. તેમણે તમામને સદનની ગરિમા જાળવી રાખવાની અપીલ કરી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ સત્ર એટલા માટે પણ મહત્વનું છે કારણ કે આજે રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ રહી છે. આ ચોમાસુ સત્રમાં નવા રાષ્ટ્રપતિ અને નવા ઉપરાષ્ટ્રપતિનું માર્ગદર્શન મળશે. સદનમાં ખુલ્લા મને ચર્ચા થવી જાેઈએ. સદન સંવાદનું એક માધ્યમ છે. જ્યાં જરૂર પડ્યે વાદ વિવાદ પણ થવો જાેઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે હંમેશા સંદનને સંવાદનું સક્ષમ માધ્યમ માનીએ છીએ. જ્યાં ખુલ્લા મનથી સંવાદ થાય, ખુલ્લા મનથી વાદ-વિવાદ થાય. આલોચના પણ થાય અને ઉત્તમ પ્રકારથી વિશેલેષણ થાય જેથી કરીને નીતિઓ અને ર્નિણયમાં ખુબ જ સકારાત્મક યોગદાન થઈ શકે. હું તમામ સાંસદોને ઊંડાણપૂર્વક વિચાર કરવા અને ચર્ચા કરવાનો આગ્રહ કરું છું. પીએમ મોદીએ ક હ્યું કે આ સમસય ખુબ મહત્વપૂર્ણ છે. તે આઝાદીના અમૃત મહોત્સવનો દોર છે. ૧૫ ઓગસ્ટ અને આવનારા ૨૫ વર્ષનું એક વિશેષ મહત્વ છે. જ્યારે રાષ્ટ્ર સ્વતંત્રતાના ૧૦૦ વર્ષ ઉજવશે તે અમારી યાત્રા નક્કી કરવા માટે સંકલ્પ કરવાનો સમય હશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆઈટી – સોફટવેર સર્વિસિઝ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૭૬૦ પોઈન્ટનો પ્રત્યાઘાતી સુધારો…!!
Next articleઅમેરિકાના ઈન્ડિયાના મોલમાં અંધાધૂની ફાયરિંગમાં ૪ લોકોના મોત