Home વ્યાપાર જગત આઈટી – સોફટવેર સર્વિસિઝ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૭૬૦ પોઈન્ટનો પ્રત્યાઘાતી...

આઈટી – સોફટવેર સર્વિસિઝ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૭૬૦ પોઈન્ટનો પ્રત્યાઘાતી સુધારો…!!

Bull and bear , symbolic beasts of market trend.

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૭.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૩૭૬૦.૭૮ સામે ૫૪૦૬૯.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૪૦૩૪.૯૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૨૧.૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૬૦.૩૭ પોઈન્ટના ઉછાળા સાથે ૫૪૫૨૧.૧૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૦૬૮.૩૦ સામે ૧૬૧૯૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૧૭૦.૪૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૪૯.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪૪.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૩૧૨.૯૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. ચાઈનામાં કોરોનાના કારણે છેલ્લા ત્રિમાસિકમાં આર્થિક વૃદ્વિ ૨.૬% નેગેટીવ રહ્યા સાથે વૈશ્વિક મોરચે ફુગાવો ફરી માથું ઉચકી રહ્યો હોઈ અમેરિકામાં ૯.૧ ટકાની રેકોર્ડ ઊંચાઈએ મોંઘવારી પહોંચતાં યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા ૧%નો વ્યાજ દર વધારો તોળાઈ રહ્યા સામે મંદીના ફફડાટમાં ક્રુડ ઓઈલના તૂટતાં ભાવ બ્રેન્ટ ૯૮ ડોલર અને ન્યુયોર્ક ક્રુડ ૯૪ ડોલર આવી જતાં અને અમેરિકી ડોલર સામે વૈશ્વિક કરન્સીના ધોવાણને લઈ વૈશ્વિક બજારોમાં સાવચેતીની વિપરીત ભારતીય બજારોમાં આજે અમેરિકી ડોલર સામે રૂપિયો ૭૯.૯૬ના નવા રેકોર્ડ તળીયે જવા છતાં આઈટી – સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોની ભારે લેવાલી અને ઈન્ફોસિસ, ટીસીએસ શેરોની આગેવાનીએ બીએસઇ સેન્સેક્સ ૭૬૦ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૨૪૪ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા.

આ સાથે ચોમાસાની અસાધારણ સક્રિયતાએ અતિવૃષ્ટિની ચિંતા હળવી થવા લાગતાં ફંડોએ ઘટાડે મેટલ, બેન્કેક્સ, બેઝિક મટિરિયલ્સ, કેપિટલ ગુડ્સ અને કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મોટી ખરીદીએ ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં વધારો નોંધાયો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૧૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૯૫ અને વધનારની સંખ્યા ૨૩૫૦ રહી હતી, ૧૬૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતીય ઉદ્યોગજગતની કોર્પોરેટ ડેટ ક્વોલિટી ફેબ્રુઆરી ૨૦૨૨થી સતત સુધારો દેખાડયા બાદ જૂન માસમાં એકંદરે સ્થિર રહી છે, જે ક્રેડિટ પ્રોફાઇલમાં કોન્સોલિડેશનના સંકેત આપે છે. કેર રેટિંગ એજન્સીના મતાનુસાર કેર એજ ડેટ ક્વોલિટી ઇન્ડેક્સ પરનું રીડિંગ જૂન માટે ૯૨.૫૬ હતું, જે મે મહિનાના સ્તરની સમકક્ષ છે. જાન્યુઆરી સ્થિર રહ્યા બાદ આ ઇન્ડેક્સનું રિડિંગ ત્યારબાદના ચાર મહિનામાં ફેબ્રુઆરીમાં ૯૧.૯૬ અને મે મહિનામાં ૯૨.૫૬ પોઈન્ટના સ્તરે પહોંચ્યુ હતુ. કોર્પોરેટ ડેટની ક્વોલિટીમાં સુધારો અથવા ઘટાડાના સંકેત આપે છે. સહજ રીતે, ઇન્ડેક્સનું ઉંચુ રિડિંગ બેઝ કોર્પોરેટ ડેટની ક્વોલિટીમાં સુધારો સૂચવે છે. સર્વેમાં સામેલ કંપનીઓનું દેવું જૂનના અંતે રૂ. ૪૬ લાખ કરોડ હતું. એપ્રિલ અને મે મહિનામાં કન્સ્ટ્રક્શન, પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ સેક્ટરની કંપનીઓના રિરેટિંગ કે અપગ્રેડ્સના પગલે કોર્પોરેટ ડેટ ક્વોલિટીમાં સુધારો થયો હતો.

જો કે જૂન મહિનામાં ઉંચુ રેટિંગ ધરાવતા બોરોઇર્સના બોરોઇંગ પ્રોગ્રામમાં ઘટાડાને પગલે ઋણબોજ વધતા કોર્પોરેટ ડેટ ક્વોલિટી સ્થિર રહી છે. વિતેલ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન કોર્પોરેટ ડેટ ક્વોલિટીમા મોટો સુધારો જોવા મળતા ઇન્ડેક્સનું રિટિંગ માર્ચ ૨૦૨૧ના ૮૯.૫૧ થી સુધરીને માર્ચ ૨૦૨૨માં ૯૨.૨૪ના સ્તરે પહોંચ્યું હતુ. આ સુધારો મોટાભાગે રેટિંગ ધારવતા ડેટમાં અપગ્રેડ, ઉંચી રેટિંગવાળી એન્ટિટીના રેટેડ ઋણમાં વધારો અને રિસ્ટ્રક્ચરિંગથી મોટી ડિફોલ્ટ એનબીએફસીના ઋણમાં ઘટાડાને આભારી છે. ઉપરાંત લોકડાઉન પછી અર્થતંત્ર ખુલવાથી, અટકેલી માંગ નીકળવી અને નીચા વ્યાજદરથી વધેલી ઉંચી માંગે પણ મોટી ભૂમિકા ભજવી હતી.

Previous articleહૃતિક રોશન આગામી પ્રોજકેટમાં સલમાન-શાહરૂખ ખાન સાથે જાેવા મળશે
Next articleસંસદ જ્યાં ખુલ્લા મનથી સંવાદ થવો જોઈએ : વડાપ્રધાન મોદી
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.