Home ગુજરાત સંવેદનશીલ સરકારમાં BRTS બસો બેફામ…! સલામત સવારી કે મોતની સવારી..?

સંવેદનશીલ સરકારમાં BRTS બસો બેફામ…! સલામત સવારી કે મોતની સવારી..?

289
0

(જી.એન.એસ રવિન્દ્ર ભદોરીયા), તા.૨૧/૧૧

ગુજરાતમાં વિકાસના નામ સાથે BRTS જનમાર્ગનું નામ સામેલ કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડાયરીમાં એક છબી BRTS સીટી બસની પણ છે. આજે આ BRTS સેવા ઘણા વર્ષો થી ચાલે છે પરંતુ આ વર્ષોમાં ઘણા કિસ્સાઓ BRTSના કારણે એક્સીડેન્ટ અને મોતના જોવા મળ્યા છે, જેમાં આજે ફરી એક વાર અમદાવાદના બે સગા ભાઈઓને આ BRTS બસના ડ્રાઇવરે મોતના ઘાટ ઉતારી દીધો. અને ગઈ કાલે સુરતમાં એક જ પરિવારના ત્રણ લોકોનું જીવ લીધો હતો.આ ઘટના અમદાવાદ યુનિવર્સીટી પાંજરાપોળ પાસે બની. જ્યા બે ભાઈ જયેશ અને નયન પોતાની બાઇક ઉપર સવારે નોકરી ઉપર જતા હતા તે સમય જ BRTS બસે ટક્કર મારી જેનાથી બે ભાઈઓની ઘટના સ્થળે જ મોત થઈ ગયા. એમ જ ગઈ કાલે સુરતમાં BRTS બસે 3 લોકોનો ભોગ લીધો હતા.

આજે છેલ્લા 5 વર્ષમાં BRTS બસના કારણે ઘણા લોકો મોતને ભેટ્યા છે. જેમાં BRTS એક્સીડેન્ટની ગણતરી કેમ નથી..? આ ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પરિવારજોને શાંત કરવાના પ્રયત્નો કર્યા.જનમાર્ગમાં વર્ષ 2015માં ઘટના 599 અને 13 ની મોત, 2016  120 ઘટના 3ની મોત, 2017માં 140 ઘટના 7ની મોત, 2018માં 200 ઘટના 4ની મોત જ્યારે 2019માં 101 ઘટના સાથે 6ની મોત થઈ છે. આટલા અકસ્માત છતાં આજ દિન સુધી કેમ ટ્રાફિક પોલીસ અને AMC એ કોઈ કાર્યવાહી કર નથી…? નિયમ બધા માટે એક સમાન છે પરંતુ BRTS માટે અલગ નિયમની જોગવાઈઓ છે જેના કારણે BRTS ડ્રાઈવર કોઈ દિવસ બ્રેક મારવામાં રસ લેતા નથી અને ડાયરેક્ટ બસને અન્ય વાહન સાથે અથડાઈ દે છે જેના કારણે આજે મોતનો આંકડો વધ્યો છે. જ્યારે હવે ટ્રાફિક પોલીસે CCTV કેમેરા દર ચાર રસ્તે મુક્યા છે તો એમાં પ્રાઇવેટ વાહનની સ્પીડ કેચપ થાય તો BRTS ની સ્પીડ કેમ કેમેરામાં દેખાતી નથી..? હવે સવાલ એ છે કે BRTS ની સવારી કે પછી મોતની સવારી…? વિકાસની ગતિએ ચાલતી BRTS બસને હવે સરકારે રોક લગાવી જોઈએ..? કે પછી સરકાર કોઈ અલગ નિયમ બનાવશે..? કે જેથી અકસ્માતમાં ઘટાડો થાય, હાલ તો મુસાફરોમાં BRTS ના અસકમાતો જોઈને વ્યાપક પ્રમાણમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસમાચાર માધ્યમો માટે સાધુ – સંતો સમાચારનું કારખાનું બની રહ્યા છે
Next articleગાંધીનગર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરાયું