Home વ્યાપાર જગત - BUSINESS વૈશ્વિક મોરચે ફુગાવા – મોંઘવારીના જોખમ અને જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે ભારતીય શેરબજારમાં...

વૈશ્વિક મોરચે ફુગાવા – મોંઘવારીના જોખમ અને જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતીનો સૂર…!!

Bull and Bear -Stock Market Trends

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૫.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૪૦૫૨.૬૧ સામે ૫૪૨૫૪.૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૩૬૮૩.૧૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૯૬.૪૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૦૩.૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૩૭૪૯.૨૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૧૦૪.૭૦ સામે ૧૬૧૬૮.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૯૮૨.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૯.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૬.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૦૧૮.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી, પરંતુ વૈશ્વિક બજારોમાં નરમાઈ સાથે ડેરિવેટીવ્ઝમાં મે વલણના ગુરૂવારે અંત પૂર્વે બજારમાં આજે બે-તરફી અફડાતફડીના અંતે શેરોમાં નરમાઈ જોવાઈ હતી. ફુગાવાને અંકુશમાં લેવાના પગલાંના ભાગરૂપ પેટ્રોલ, ડિઝલના ભાવમાં તીવ્ર ઘટાડા સાથે સ્ટીલની નિકાસો પર ડયુટી લાદીને સ્ટીલના ભાવ અંકુશિત કરવાના પગલાં બાદ હવે સુગરની નિકાસ અંકુશિત કરવાના સરકારના નિર્ણય વચ્ચે નિકાસોને ફટકો પડવાના નેગેટીવ પરિબળ સામે સ્થાનિક ઉદ્યોગો, સામાન્ય જનતાને રાહત પહોંચાડવાની નીતિની મિશ્ર અસર વચ્ચે આજે અફડાતફડીના અંતે ફંડો, રોકાણકારોમાં સાવચેતી યથાવત રહી હતી.

છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય શેરબજારમાં શેરોમાં ઉછાળે સતત વેચવાલી જોવા મળી રહી છે. ફોરેન ફંડોની સતત વેચવાલીએ આજે બીએસઇ સેન્સેક્સ ૩૦૩ પોઈન્ટ ઘટીને અને નિફટી ફ્યુચર ૮૬ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. આઇટી, રિયલ્ટી શેરોમાં આજે ફંડોએ મોટાપાયે હેમરીંગ કરતાં અને સીડીજીએસ અને કેપિટલ ગુડ્સ શેરોમાં સતત વેચવાલી સાથે ઈન્ડસ્ટ્રીયલ, ટેક શેરોમાં ઓફલોડિંગ સાથે બેઝિક મટિરિયલ્સ શેરોમાં વેચવાલીએ બે-તરફી અફડાતફડીના અંતે ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૩.૮૪ લાખ કરોડ ઘટીને રૂ.૨૪૮.૨૭ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૯૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૯૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફાઇનાન્સ અને બેન્કેક્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૬૧૧ અને વધનારની સંખ્યા ૭૧૭ રહી હતી, ૧૧૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, મહામારી અને મોંઘવારી બાદ હવે વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ પર મંદીના વાદળો ઘેરાઇ રહ્યા છે અને કોઇ વિકસીત દેશનું અર્થતંત્ર મંદીના ચક્રવ્યૂહમાં ફસાઇ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ફુગાવો બહુ જ વધી ગયો છે અને આ વખતે એટલો વ્યાપક અને બહોળા પ્રમાણમાં વધ્યો છે કે માત્ર વ્યાજદર વધારીને તેને અંકુશમાં લેવો મુશ્કેલ દેખાય છે. ઊંચો ફુગાવો અને વ્યાજદરમાં વધારો સાથે મળીને મોટાભાગની વિકસિત અર્થવ્યવસ્થાઓના વિકાસદરને પ્રભાવિત કરી શકે છે અને જો કેટલીક અર્થવ્યવસ્થાઓ મંદીના ચક્રવ્યૂહમાં ધકેલાઇ શકે છે.

આગામી એક કે તેથી વધારે વર્ષ સુધી અસ્થિરતા યથાવત રહેવાની સંભાવના છે. ઘણા બધા સ્થાનિક અને વૈશ્વિક પરિબળો આર્થિક અસ્થિરતાને પ્રેરિત કરે છે અને તે પૈકીના ઘણા પરિબળો નજીકના ભવિષ્યમાં યથાવત રહેશે. શેરબજારમાં વેલ્યૂએશન એકંદરે ઘટી રહ્યું છે અને હજી વધુ કરેક્શનની શક્યતા છે. આગામી મહિનામાં મોંઘવારી કેટલી વધશે તે કોઇ જાણતુ નથી. જો મંદીનું જોખમ કે ફુગાવો વધુ વધે તો શેરના ભાવમાં અસ્થિરતા વધી શકે છે. ગત વર્ષે ઐતિહાસિક તેજી બાદ હાલ ભારતીય શેરબજારમાં સાવધાની અને સાવચેતીનો સૂર જોવા મળી રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતારક મહેતા શોના દયાબેન ઉર્ફે દિશા વાકાણીએ પુત્રને જન્મ આપ્યો
Next articleઅદાણી પોર્ટસની કાર્ગો પરિવહન ક્ષેત્રે ઉંચી છલાંગઃ ૨૬% ના વધારા સાથે આવક અને EBITDA માં વિક્રમી ઉછાળો
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.