Home ગુજરાત અદાણી પોર્ટસની કાર્ગો પરિવહન ક્ષેત્રે ઉંચી છલાંગઃ ૨૬% ના વધારા સાથે...

અદાણી પોર્ટસની કાર્ગો પરિવહન ક્ષેત્રે ઉંચી છલાંગઃ ૨૬% ના વધારા સાથે આવક અને EBITDA માં વિક્રમી ઉછાળો

63
0

(જી.એન.એસ.), તા.૨૫

અમદાવાદ

ભારતની પરિવહન યુટીલીટીની સૌથી મોટી અદાણી પોર્ટ્‌સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ., એ ૩૧મી માર્ચ-૨૦૨૨ના અંતિમ ત્રિમાસિક સમય ગાળા અને નાણાકીય વર્ષના તેના પરિણામો આજે જાહેર કર્યા છે. એદાણી પોર્ટસ અને સેઝના આંકડાઓમાં ગંગાવરમ પોર્ટના આંકડાનો સમાવેશ થતો નથી; # EBITDA ફોરેક્સ માર્ક ટુ માર્કેટ ખોટ/(નફો) બાકાત છે. નાણાકીય વર્ષ-૨૦૨૧માં રું.૮૦ કરોડનું  એક વખતનું દાન EBITDAમાં સમાવિષ્ટ નથી. નાણાકીય વર્ષ-૨૦૨૨માં SRCPના હસ્તાંતરણને લગતા રું. ૬૦ કરોડનો એક વખતનો ખર્ચ  # EBITDA માંથી બાકાત છે  અદાણી પોર્ટસ અને સેઝના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણકાલિન ડાયરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે ગત નાણાકીય વર્ષ-૨૦૨૨ કંપની માટે ઝળહળતી સિધ્ધીઓની હારમાળા સર્જવા સાથે મેરીટાઇમ ઉદ્યોગમાં નવા સિમચિશ્નો  હાંસલ કરનારું બની રહ્યું છે. મુંદ્રા પોર્ટે એકલાએ ૧૫૦ મીલીઅન મેટ્રીક ટન કાર્ગોનું પરિવહન કરવા સાથે કંપનીએ ૩૧૨ મિલીઅન મેટ્રીક ટન કાર્ગોનું વિક્રમજનક વોલ્યુમ હેન્ડલ કર્યું છે. આ સિધ્ધી મેળવનાર દેશનું પ્રથમ વાણિજ્ય પોર્ટ બન્યું  છે. વર્ષ દરમિયાન વિક્રમી સંખ્યામાં હસ્તાંતરણો કર્યા છે જે પૈકીના કેટલાક પ્રોજેક્ટ એપીએસઇઝેડએ જીત્યા છે. ૨૦૩૦ સુધીમાં વિશ્વનું સૌથી મોટું બંદર બનાવવાની અમારી મહત્વાકાંક્ષાની દીશામાં અમારી પ્રગતિ જુસ્સાભેર આગળ વધી રહી છે. નાણાકીય વર્ષ ૨૨માં હસ્તાંતરણ માટે APSEZ  માટે આશરે રૂ. ૧૧,૪૦૦ કરોડનું રોકાણ નિર્ધારીત હતું અને લગભગ રૂ. ૩,૭૫૦ કરોડના ઓર્ગેનિક કેપેક્સની સાથે સફળતાપૂર્વક સંપ્પન કરવામાં આવ્યું હતું, જ્યારે EBITDA રેશિયોમાં ચોખ્ખું દેવું ૩.૪ટ પર યથાવત રહે તેની ખાતરી કરવામાં આવી હતી. અમે અમારા લોજિસ્ટિક્સ બિઝનેસ દ્વારા વિવિધ સીમાચિહ્નો હાંસલ કરીને ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલિટી બનવાની અમારી સફર શરુ કરી છે. જેમાં આશરે ૧૦૦ ટ્રેનોમાં રોકાણ, આઠ ઓપરેશનલ MMLP  અને  અનાજના આશરે કુલ ૧.૨ મિલીઅન મેટ્રીક ટનની ક્ષમતાના સાયલોનો  સમાવેશ થાય છે, નાણકીય વર્ષ-૨૦૨૩ સુધીમાં આ તમામ બાંધકામ/ઓપરેશન હેઠળ ૫૦ લાખ ચોરસ ફુટના ગોદામની ક્ષમતા સાથે અમે ૬૦ મિલીઅન ચોરસ ફુટની અમારી અપેક્ષિત ક્ષમતા હાંસલ કરવાના માર્ગ ઉપર છીએ. વર્ષ દરમિયાન, APSEZ  એ ટકાઉ વ્યવસાય વૃદ્ધિ સુનિશ્ચિત કરતી બે અત્યંત વ્યૂહાત્મક ભાગીદારી પૂર્ણ કરી. પ્રથમ જ્હોન કીલ્સ હોલ્ડિંગ્સ સાથે સંયુક્ત સાહસ અને શ્રીલંકા બંદર સત્તામંડળ સાથે કોલંબોના વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ -II નું બાંધકામ અને બીજું ફ્લીપકાર્ટ સાથે ભાગીદારીમાં મુંબઇ ખાતે સ્થપાય રહેલા લોજિસ્ટિક સેન્ટરમાં ૫૩૪૦૦ ચોરસ ફુટના ફુલફિલમેન્ટ સેન્ટર છે.   નાણાકીય વર્ષ-૨૦૨૩માં  APSEZ ની વૃદ્ધિની સંભાવનાઓ પર અમોને વિશ્વાસ છે, ભારતના  અપેક્ષિત GDPની વૃદ્ધિ અને સ્ટીલ ઉત્પાદનને મર્યાદિત કરવાના ચીનના ર્નિણયથી અને રશિયામાંથી નિકાસમાં મોજુદગી નહી હોવાના કારણે ભારતના આયર્ન અને સ્ટીલ ઉદ્યોગને વેગ મળ્યો છે. APSEZ આ સંજાેગો ઉપર સવારી કરવા માટે સંપૂર્ણ સજ્જ છે.  “અમે ૨૦૨૫ સુધીમાં અમારા બંદરોને કાર્બન ન્યુટ્રલ બનાવવાની અમારી મહત્વાકાંક્ષા માટે પ્રતિબદ્ધ છીએ અને તે પછી નેટ શૂન્ય તરફ પ્રગતિ કરીશું, જેની યોજના અમે આ વર્ષના અંતમાં જાહેર કરીશું” એમ શ્રી કરણ અદાણીએ ઉમેર્યું હતું.

અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ અંગેઃ

વૈશ્વિક સ્તરે વિવિધિકરણ ધરાવતા અદાણી ગ્રુપના હિસ્સારૂપ, અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે. વ્યૂહાત્મક સ્થળોએ આવેલા ગુજરાતમાં મુંદ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મુગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ, વિશાખાપટ્‌નમ અને ક્રિશ્નાપટનમ, મહારાષ્ટ્રમાં દીઘી અને ચેન્નાઈમાં એનરોન સહિત ૧૨ પોર્ટસ અને ટર્મિનલ્સ સાથે તે સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે, જે દેશની કુલ પોર્ટ ક્ષમતામાંથી ૨૪ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ પોર્ટ સાગરકાંઠાના વિસ્તારો અને હિન્ટરલેન્ડનો વ્યાપક જથ્થો હેન્ડલ કરે છે. કંપની કેરાલામાં વિઝીન્ઝામ ખાતે ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ વિકસાવી રહી છે. અમારા પોર્ટસ એન્ડ લોજીસ્ટીક પ્લેટફોર્મમાં ઈન્ટિગ્રેટેડ લોજીસ્ટીક્સ ક્ષમતાઓ અને ઈન્ડસ્ટ્રિયલ ઈકોનોમિક ઝોન્સના બંદરો અને એકમોનો સમાવેશ થાય છે, જે અમને લાભદાયી સ્થિતિમાં મૂકે છે અને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં પ્રભાવક સ્થાન આપે છે. અમારૂં વિઝન આગામી દાયકામાં દુનિયાના સૌથી મોટા પોર્ટસ અને લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનવાનું છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનવાના બેઝ સાથે સાયન્સ બેઝ્‌ડ ટાર્ગેટ ઈનિશ્યેટિવ ઉપર હસ્તાક્ષર કર્યા છે અને તે મારફતે ગ્લોબલ વોર્મિંગને પ્રિ-ઈન્ડસ્ટ્રિયલ લેવલના ૧.૫  સેન્ટીગ્રેડ સુધી રાખીને એમિશનમાં ઘટાડો કરવાની કટિબધ્ધતા દાખવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવૈશ્વિક મોરચે ફુગાવા – મોંઘવારીના જોખમ અને જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતીનો સૂર…!!
Next articleટેક્સાસના ફાયરિંગ પહેલાં હત્યાની ચેટ વાઈરલ થઇ