Home ગુજરાત વિધાનસભામાં પાણી પીવાની વ્યવસ્થા ખરી પરંતુ ગ્લાસ ગુમઃ વિદ્યાર્થીઓની હાલત કફોડી

વિધાનસભામાં પાણી પીવાની વ્યવસ્થા ખરી પરંતુ ગ્લાસ ગુમઃ વિદ્યાર્થીઓની હાલત કફોડી

469
0

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૧૮
૧૪મી ગુજરાત વિધાનસભાના મળેલા પાંચ દિવસીય ટૂંકા સત્રમાં વોટ ઓન બજેટ એકાઉન્ટ રજૂ થનાર છે ત્યારે આજે મળેલી બેઠકની કાર્યવાહી જોવા માટે કેટલીક શાળાના બાળકો પણ આવ્યા હતા શિસ્તબધ્ધ રીતે લાઇનમાં ચાલતા બાળકો વિધાનસભા ગૃહની કાર્યવાહી જોવા માટે ગૃહના દરવાજા પાસે બેસી ગયા હતા પરંતુ અનેક બાળકોને તરસ લાગવાથી પાણી પીવા વિધાનસભા સંકુલમાં આવેલ પાણી પીવાની ટાંકી પાસે પહોંચી ગયા હતા પરંતુ પાણી પીવાના ગ્લાસ હતા જ નહીં પરિણામે નળ પાસે હાથ મૂકી પાણી પીવું પડ્યું હતું જેને લઇને હાથનું પાણી કોણી થઇને તેમના કપડા સુધી પહોંચતા કેટલાક વિદ્યાર્થીઓના કપડા પલળી ગયા હતા અને ઠંડીથી કાંપતા પુનઃ ગૃહપ્રવેશથી લાઇનમાં ગોઠવાયા હતા. અહીં સવાલ એટલો છે કે દરેક સત્રમાં શાળાના બાળકો ગૃહની કાર્યવાહી અને વિધાનસભા જોવા આવે છે. ત્યારે તેમના માટે પાણી પીવાના ગ્લાસ પાણી પીવાના સંકુલના સ્થળમાં કેમ રાખવામાં આવતા નથી…? સરકાર લાખો રૃપિયા જે-તે શિક્ષણ યોજનામાં વાપરે છે ત્યારે માત્ર ૫૦૦ રૃપિયામાં પીવાના પાણીના ગ્લાસ આવી જાય તે માટે કેમ ખર્ચ કરતી નથી…?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઊંઝા ભાજપમાં ભડકો…કોંગ્રેસની “આશા”ને પાર્ટીમાં લાવનાર કે.સી.પટેલ સામે બળવો
Next articleપત્રકાર સત્તા પર હોય તેના કાન પકડે…..અને હાલમાં ભાજપ સત્તા ઉપર છે