Home દુનિયા - WORLD વિદેશી લોકોમાં ભારતની ત્રણ વ્હિસ્કીની ભારે ડિમાન્ડ

વિદેશી લોકોમાં ભારતની ત્રણ વ્હિસ્કીની ભારે ડિમાન્ડ

17
0

(જી.એન.એસ),તા.૨૩

વિદેશી દારુના કારણે ભારતને મોટી કમાણી થવા જઈ રહી છે્ કારણ કે ભારતીય વ્હિસ્કીની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતમાં બનતી વ્હિસ્કી ઈન્દ્રી, અમૃત અને રામપુરની બોલબાલા વિદેશોમાં વધી રહી છે. વિદેશી લોકોઆ વ્હિસ્કીની ભારે ડિમાન્ડ કરી રહ્યા છે. ત્યારે ટૂંક સમયમાં જ ભારતની આલ્કોહોલથી થતી આવક વધીને એક અબજ ડોલરથી વધુ થઈ જશે. વાણિજ્ય મંત્રાલયના અધિક સચિવ રાજેશ અગ્રવાલનું કહેવું છે કે 2023-24નું આ નાણાકીય વર્ષ 31 માર્ચે સમાપ્ત થશે અને ભારતને માત્ર એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં દારૂની નિકાસમાંથી $230 મિલિયન મળ્યા છે. ગત નાણાકીય વર્ષ 2022-23માં ભારતની દારૂમાંથી વિદેશી કમાણી $325 મિલિયન હતી. મીડિયા સાથે વાત કરતા અગ્રવાલે કહ્યું, ‘ભારતીય દારૂની માંગ વધી રહી છે તેમજ લોકોના ટેસ્ટને અને ડિમાન્ડને જોતા આ માગ હજુ વધશે. ત્યારે દારુના કારણે કમાણી આગામી કેટલાક વર્ષોમાં એક અબજ ડોલરને વટાવી જવાની આશા છે..

ભારતનું બેવરેજ માર્કેટ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને ધીમે ધીમે આ બ્રાન્ડ્સની માંગ પણ સમગ્ર વિશ્વમાં વધી રહી છે. આલ્કોહોલ ઉત્પાદનોનો વૈશ્વિક વેપાર આશરે $130 બિલિયન છે. આ પ્રદેશમાં વિશ્વ વેપારમાં સ્કોચ વ્હિસ્કીનું પ્રભુત્વ છે જે $13 બિલિયન કમાય છે. વેપારને સરળ બનાવવા માટે, ભારતે શ્રીલંકા, UAE, ઓસ્ટ્રેલિયા જેવા ઘણા દેશો સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે.ભારતના મુક્ત વેપાર કરારો દારૂની નિકાસની કમાણી વધારવામાં મદદ કરશે તેના જવાબમાં અગ્રવાલે કહ્યું હતુ કે ‘ આ અંગે વાટાઘાટો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે અલગ-અલગ દેશો માટે ડ્યૂટી કન્સેશન મેળવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ. જો કે, ભારતીય વ્હિસ્કી અંગે હાલમાં વણઉકેલાયેલ એક મુદ્દો એ છે કે તે માત્ર એક વર્ષ માટે પરિપક્વ છે. સામાન્ય રીતે, કોઈપણ દારૂને વ્હિસ્કી ત્યારે જ ગણવામાં આવે છે જ્યારે તે ત્રણ વર્ષ સુધી પરિપક્વ હોય. પરંતુ ભારતીય દારૂ ઉદ્યોગ દાવો કરે છે કે ભારતની આબોહવા ગરમ છે જેના કારણે વ્હિસ્કી માત્ર એક વર્ષમાં તેનો ટેસ્ટ ચડે છે અને તેનો સ્વાદ ત્રણ વર્ષ સુધી તેવોને તેવો જ જોવા મળે છે..

રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘હજી પણ ચર્ચા ચાલી રહી છે કે શું આપણે એક વર્ષની પરિપક્વ દારૂને ભારતીય વ્હિસ્કી તરીકે બ્રાન્ડ કરવી જોઈએ કે પછી તેને કોઈપણ સ્કોચ બ્રાન્ડ તરીકે વેચવી જોઈએ. ઘણા દેશોમાં એવો કાયદો છે કે તેઓ એક વર્ષ સુધી બનીને તૈયાર થઈ રહેલી વ્હિસ્કી ખરીદશે નહીં. હાલમાં આ એક વણઉકેલાયેલ મુદ્દો છે. ‘ભારતીય વ્હિસ્કીને ત્રણ વર્ષની પરિપક્વતાની જરૂર નથી’ CIABS ના ડિરેક્ટર જનરલ વિનોદ ગિરી કહે છે, ‘ભારતના ગરમ વાતાવરણમાં દર વર્ષે 10-15 ટકા સ્પિરિટ બાષ્પીભવન થાય છે. આ કારણે, જો આપણે લાંબા સમય સુધી પરિપક્વતા માટે વ્હિસ્કી છોડીએ, તો તેની કિંમત 30-40% વધી જાય છે. તેમણે એમ પણ કહ્યું કે યુરોપમાં 2-3 ટકાની સરખામણીએ ભારતમાં પાકતી મુદતની કિંમત વધારે (વાર્ષિક 8-10 ટકા) છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબિહારના શિવહરમાં વિકાસ કામના નામે 50 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો
Next articleફ્રાંસમાં દારૂ પીનારા લોકોની સંખ્યા 37% ઘટી ગઈ, કારણ ચોંકાવનારૂ