Home ગુજરાત ગાંધીનગર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ “રિન્યૂએબલ એનર્જી – પાથ વે...

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ “રિન્યૂએબલ એનર્જી – પાથ વે ટુ અ સસ્ટેનેબેલ ફ્યુચર”માં સહભાગી થયાં

19
0

(G.N.S) Dt. 11

ગાંધીનગર,

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ગ્રીન ગ્રોથ અને એનર્જી ટ્રાન્ઝીશનનાં ત્રણ મુખ્ય આધારથી ગુજરાત સસ્ટેઇનેબલ ફ્યુચર માટે દેશનું નેતૃત્વ કરવા સક્ષમ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

રિન્યૂએબલ ઊર્જાનું ઉત્પાદન વધારવું, ઇકોનોમીમાં ફોસીલ ફ્યૂઅલનો ઉપયોગ ઘટાડવો અને ગેસ આધારિત ઇકોનોમી તરફ આગળ વધવાનું ગુજરાતનું ધ્યેય : મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન ગ્રોથ અને એનર્જી ટ્રાન્ઝીશનનાં જે ત્રણ મુખ્ય આધાર કહ્યાં છે તેમાં લીડ લઈને ગુજરાત સસ્ટેઇનેબલ ફ્યુચર માટે દેશનું નેતૃત્વ કરવા સક્ષમ છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ આપેલા ત્રણ ધ્યેય – રિન્યૂએબલ ઊર્જાનું ઉત્પાદન વધારવું, ઇકોનોમીમાં ફોસીલ ફ્યૂઅલનો ઉપયોગ ઘટાડવો અને ગેસ આધારિત ઇકોનોમી તરફ આગળ વધવા – માટે ગુજરાત સતત પ્રયાસરત છે.

મુખ્યમંત્રીશ્રી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના બીજા દિવસે આયોજિત “રિન્યૂએબલ એનર્જી – પાથ વે ટુ અ સસ્ટેનેબેલ ફ્યુચર”માં સહભાગી થયા હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ અંગે તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ સમય કરતાં હંમેશા બે કદમ આગળનું વિચાર્યું હતું. જ્યારે દેશમાં સોલાર એનર્જીની ફક્ત વાતો થતી હતી ત્યારે ગુજરાતમાં ચારણકાનાં રણ પ્રદેશમાં એશિયાના પ્રથમ સોલાર પાર્કનો પાયો નાખ્યો હતો.

રિન્યૂએબલ એનર્જી – પાથ વે ટુ અ સસ્ટેનેબેલ ફ્યુચર… … ર …

ફોસિલ ફ્યુઅલ આધારિત વીજ ઉત્પાદન પરની નિર્ભરતા ઘટાડીને સૌર તથા બિનપરંપરાગત ઊર્જાથી ઊર્જા આત્મનિર્ભરતાની વડાપ્રધાનશ્રીની નેમ ગુજરાતે બે દાયકામાં સાકાર કરી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં નેતૃત્વમાં વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચરના વિચાર સાથે ગ્રીન ગ્રોથને પ્રાધાન્ય આપીને ભારતે ઇકોનોમી અને ઇકોલોજીનું બેલેન્સ જાળવીને વિશ્વને મોટું ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. તાજેતરમાં ભારતની જી-20 પ્રેસીડેન્સી હેઠળ બધા દેશોએ સસ્ટેનેબલ ફ્યુચર માટે ગ્રીન ડેવલપમેન્ટ પેક્ટ પર સહમતી દર્શાવી છે.

ગુજરાતની રિન્યૂએબલ અનર્જી ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ વર્ણવતા તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના વિઝનથી રિન્યુએબલ એનર્જી સેક્ટરની ગતિને કારણે આજે ગુજરાત દેશમાં રિન્યૂએબલ ઊર્જા ક્ષેત્રમાં અગ્રેસર બન્યું છે. દેશની કુલ રિન્યૂએબલ એનર્જીની કેપેસીટીમાં રાજ્યનું યોગદાન 16 ટકા જેટલું છે. 11 ગીગાવોટ વિન્‍ડ ઇન્‍સ્ટોલ્ડ કેપેસિટી સાથે ગુજરાત દેશમાં વિન્ડ એનર્જીમાં અને ગુજરાત સોલાર રૂફ ટોપ ઇન્‍સ્ટોલેશનમાં સમગ્ર દેશમાં ટોચનું સ્થાન ધરાવે છે.

મુખ્યમંત્રીશ્રીએ રિન્યૂએબલ અનર્જીની દિશામાં ગુજરાતના આ બધા જ પગલાઓને મિશન લાઈફ થકી સ્વચ્છ પર્યાવરણ અને નાગરિકોને ગુણવત્તાયુક્ત જીવનશૈલી માટેના વડાપ્રધાનશ્રીના વિચારને પૂરક ગણાવ્યાં હતાં. મુખ્યમંત્રીશ્રીએ કચ્છના ખાવડામાં નિર્માણાધીન રિન્યૂએબલ એનર્જી પાર્કનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, 30 ગીગાવોટનો સોલાર એન્‍ડ વિન્‍ડ એનર્જી પાર્ક વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક છે. આ એનર્જી પાર્ક લગભગ વર્ષ 2025 સુધીમાં કાર્યાન્વિત થઈ જશે. ગુજરાત રિન્યૂએબલ ઊર્જાનાં ઉત્પાદનની સાથે સાથે એનર્જી સ્ટોરેજ પર પણ કામ કરી રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સેમિનારમાં ગુજરાતની રિન્યૂએબલ પોલીસીની જાણકારી આપતા કહ્યું હતું કે, રિન્યૂએબલ ઊર્જા ક્ષેત્રમાં વધુ રોકાણો આવે તે માટે તાજેતરમાં જ નવી પ્રોત્સાહક રિન્યૂએબલ પોલિસી જાહેર કરી છે. પ્રોએક્ટીવનેસ, બિઝનેસ ફ્રેન્ડલી પોલિસીઝ અને રિન્યૂએબલ એનર્જી માટેનાં અનુકૂળ લેન્ડસ્કેપને કારણે ગુજરાત આ ક્ષેત્રનાં રોકાણકારો માટે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્‍વેસ્ટમેન્‍ટ બન્યું છે.

દેશના અમૃતકાળ 2047 સુધીમાં વિકસિત ભારતનાં નિર્માણ માટે ઊર્જા આત્મનિર્ભરતા ખૂબ મહત્વની છે. રિન્યૂએબલ ઊર્જાના વધુને વધુ ઉત્પાદન દ્વારા ઊર્જા આત્મનિર્ભરતા પ્રાપ્ત કરીને ભવિષ્યની પેઢીઓને સ્વચ્છ સુંદર પર્યાવરણ વાળી પૃથ્વી આપવાનું કમિટમેન્ટ પૂરું કરવા માટે તેમણે આહવાન કર્યું હતું.

રિન્યૂએબલ એનર્જી – પાથ વે ટુ અ સસ્ટેનેબેલ ફ્યુચર… … ૩ …

ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે, ગુજરાત પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરવા પ્રતિબદ્ધ છે. આજે ગુજરાતે સૌર અને પવન ઉર્જા સેક્ટરમાં સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. દેશના પુનઃપ્રાપ્ય ઊર્જાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 15% છે. પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે ગુજરાતને હબ બનાવવા અને વિશ્વના નકશા પર પ્રસ્થાપિત કરવાના હેતુ સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગનો સામનું કરી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ધ્યેયને પૂર્ણ કરવા ગુજરાત કામ કરી રહ્યું છે.

કેન્દ્રીય પુનઃપ્રાપ્ય ઊર્જા વિભાગના રાજ્ય મંત્રી શ્રી ભગવંત ખૂબાએ ગુજરાતે પુન: પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે સાધેલી પ્રગતિની સરાહના કરી હતી. કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા વડાપ્રધાન શ્રી મોદીની પ્રતિબદ્ધતા સાકારિત થઈ રહી છે. ભારત વર્ષ 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે 300 GW નું લક્ષ્ય હાસલ કરશે, તેઓ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન શ્રી આર.પી ગુપ્તાએ જણાવ્યું હતું કે, વર્ષ 2047માં દેશની આઝાદીને 100 વર્ષ પૂર્ણ થશે, ત્યારે પુન: પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનમાં 2000 GW નું લક્ષ્ય હાસલ કરી આવનારી પેઢીને સ્વચ્છ અને સ્વસ્થ પૃથ્વીની ભેટ આપવી જોઈએ. સુઝલોન કંપનીના વાઇસ ચેરમેન શ્રી ગિરીશ તંતી એ જણાવ્યું હતું કે, આજે દેશની કુલ પવન ઊર્જામાંથી ફક્ત 8% ક્ષમતાનો જ ઉપયોગ (હાર્નેસ) કરવામાં આવી રહ્યો છે, જ્યારે 92% ક્ષમતાનો હજુ ઉપયોગ કરવાનો બાકી છે, જ્યારે સૌર ઊર્જા ક્ષમતામાં પણ ફક્ત 30% નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જ્યારે 70 ટકા ઉપયોગ કરવાનો બાકી છે.

આ કાર્યક્રમમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સનાં અગ્ર સચિવ શ્રી મમતા વર્મા, ગુજરાત ઊર્જા વિકાસ નિગમના એમ.ડી. શ્રી જયપ્રકાશ શિવહરે, નીતિ આયોગના ઉપાધ્યક્ષ શ્રી સુમન કુમાર બેરી, ફૂયુચરિયાના એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી રેબેકા ગ્રોએન, વેલસ્પન ન્યુ એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી કપિલ મહેશ્વરી, ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલના કન્ટ્રી ડિરેક્ટર શ્રી ફ્રાન્સિસ જયસૂર્યા સહિત અન્ય મહાનુભાવો, ઉદ્યોગ સાહસિકો હાજર રહ્યા હતા.


રિન્યૂએબલ એનર્જી – પાથ વે ટુ અ સસ્ટેનેબેલ ફ્યુચર… … ૪ …
બોક્સ આઇટમ

પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે ગુજરાતનું આગે કદમ

ગુજરાતે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં દેશભરમાં ઉદ્દીપકરૂપ કામ કર્યું છે. સૌર અને પવન ઊર્જા ક્ષેત્રે ગુજરાતમાં એક પછી એક મેગા પ્રોજેક્ટ્સ કાર્યાન્વિત થઈ રહ્યા છે. આજે યોજાયેલા સેમિનારમાં સૌર અને પવન ઊર્જા ક્ષેત્રમાં 40,000 મેગા વોટ થી વધુ વીજ ઉત્પાદન કરવા માટે સમજૂતિ કરાર કરવામાં આવ્યા છે. જેમાં 1.50 લાખ કરોડથી વધુ મૂડીરોકાણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટસથી વિશાળ સંખ્યામાં રોજગારીની તકો ઉપલબ્ધ કરવામાં આવશે. આ પ્રોજેક્ટસની વિગત નીચે મુજબ છે.
1) કચ્છમાં 500 MW ના સોલર થર્મલ પાવર પ્રોજેક્ટ માટે SECI (સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) સાથે સમજૂતી કરાર
2) બનાસકાંઠામાં 700 MW ના સોલર PV પ્રોજેક્ટ માટે SECI સાથે સમજૂતી કરાર
3) ધોલેરા, ખાવડા અને બનાસકાંઠામાં પુનઃપ્રાપ્ય ઊર્જા એનર્જીના રૂ. 70,000 કરોડના ખર્ચે 10,000 MW નો પ્લાન્ટ સ્થાપવા ટાટા પાવર સાથે કરાર
4) જામ ખંભાળિયા, ખાવડા ભુજ, બનાસકાંઠામાં 6000 MW ના પ્લાન્ટ માટે 35,000 કરોડના સમજૂતી કરાર
5) રાજ્યમાં વિવિધ સ્થળે 6675 MW ના પુનઃપ્રાપ્ય ઊર્જા પાર્ક સ્થાપવા રૂ. 20,080 કરોડના GSECL (ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ) સાથે સમજૂતી કરાર
6) રાજ્યમાં 2.5 GW પુનઃપ્રાપ્ય ઊર્જા માટે ગ્રીનફિલ્ડ ડેવલપમેન્ટ અને 400 MW સોલર પાર્ક સ્થાપવા સોલર ડાયરેક્ટ એનર્જી ઇન્ડિયા સાથે રૂ. 17,200 કરોડના સમજૂતી કરાર
7) ઓપેરા એનર્જી સાથે રાજ્યના વિવિધ સ્થળોએ 500 MW ના પાર્ક સ્થાપવા રૂ. 5000 કરોડના સમજૂતી કરાર
8) ધોલેરામાં 2.8 GW પ્લાન્ટ માટે રૂ. 3800 કરોડના સમજૂતી કરારનો સમાવેશ થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજર્મનીના રાજદૂત શ્રી ડૉ. ફિલિપ એકરમેનની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શિષ્ટાચાર મુલાકાત
Next article‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-૨૦૨૪’: વિવિધ પેવેલિયનની મુલાકાત લેતા વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી,નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તેમજ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત