Home ગુજરાત ગાંધીનગર જર્મનીના રાજદૂત શ્રી ડૉ. ફિલિપ એકરમેનની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શિષ્ટાચાર...

જર્મનીના રાજદૂત શ્રી ડૉ. ફિલિપ એકરમેનની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શિષ્ટાચાર મુલાકાત

29
0

(G.N.S) Dt. 11

ભારતમાં જર્મનીના રાજદૂત શ્રી ડૉ. ફિલિપ એકરમેને રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શિષ્ટાચાર મુલાકાત લીધી હતી.

ગુજરાત આવવાની એક પણ તક હું ગુમાવવા નથી માગતો, મને વારંવાર ગુજરાત આવવું ગમશે : ડૉ. ફિલિપ એકરમેન

શ્રી ડૉ. ફિલિપ એકરમેને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સફળ અને પ્રભાવશાળી આયોજન બદલ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, નીવિયા અને બોશ જેવી જર્મન બ્રાંડ ભારતમાં અત્યંત લોકપ્રિય અને જાણીતી છે. જર્મની ભારત સાથે અને ખાસ કરીને ગુજરાત સાથે વેપાર-ઉદ્યોગમાં વધુ ભાગીદારી ઈચ્છે છે. જર્મનીના વધુને વધુ પ્રવાસીઓ ગુજરાતના પ્રવાસન મથકોની મુલાકાતે આવે એ માટે પ્રયત્નો કરવાની પ્રતિબદ્ધતા પણ તેમણે વ્યક્ત કરી હતી. ગ્રીન એનર્જી, હાઈડ્રોજન અને સોલાર એનર્જી પરત્વે ગુજરાત અને ભારતના અગ્રતાભર્યા વલણની તેમણે પ્રશંસા કરી હતી.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જર્મન ભાષાવિદ્, વેદ તથા પ્રાચીન વિદ્યાના વિશારદ ફ્રીડ્રિશ મૈક્સ મૂલરને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને ચાર વેદોની મૂળ પ્રતની આવશ્યકતા પડી ત્યારે તેમણે તે જર્મનીથી મંગાવી હતી. જર્મન ભાષા પર સંસ્કૃતના પ્રભુત્વ વિશે પણ તેમણે વાત કરી હતી. ગુજરાતના ધોળાવીરા સહિતના પ્રવાસનધામોના વિશેષ મહત્વ વિશે પણ તેમણે વાત કરી હતી. પર્યાવરણના જતન માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ પણ મહત્વનું પરિબળ છે, એમ કહીને તેમણે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે માહિતી આપી હતી. વિશ્વની સૌપ્રથમ એવી પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીની સ્થાપના વિશે પણ તેમણે વાત કરી હતી.

જર્મનીના રાજદૂત શ્રી ડૉ. ફિલિપ એકરમેને કહ્યું હતું કે, ગુજરાત આવવાની એક પણ તક હું ગુમાવવા નથી માગતો. મને વારંવાર ગુજરાત આવવું ગમશે. આ અવસરે જર્મનીના કોન્સ્યુલ જનરલ શ્રી આખિમ ફાબિગ પણ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસામાજિક ન્યાય અધિકારીતા અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-૨૦૨૪’ ની લીધી મુલાકાત
Next articleવાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ “રિન્યૂએબલ એનર્જી – પાથ વે ટુ અ સસ્ટેનેબેલ ફ્યુચર”માં સહભાગી થયાં