Home ગુજરાત વડોદરામાં ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં એક જ પરિવારના ચાર લોકોના મોત

વડોદરામાં ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં એક જ પરિવારના ચાર લોકોના મોત

498
0

(જી.એન.એસ.)વડોદરા,તા.૨
વડોદરાની ગોલ્ડન ચોકડી પર અવારનવાર કોઈને કોઈ રીતે અકસ્માતોનો ભોગ લોકોએ બનવું પડ્યું હોય તેવા ઘણા બનાવો છે. આજે વહેલી સવારે આવી વધુ એક ઘટના સામે આવી છે. અહીં ટ્રકના પાછળના ભાગમાં ધડાકાભેર કાર ઘૂસી જતાં એક જ પરિવારના 4 વ્યક્તિનું મોત થયું છે. આ પરિવારના સભ્યો મુંબઈના હતા જેમાં અન્ય બે વ્યક્તિને ઈજાઓ થઈ છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે મૃતકોમાં ત્રણ મહિલા અને એક પુરૂષોનો સમાવેશ થાય છે. મુંબઇના પરિવારના છ સભ્યો લાલ રંગની કારમાં સવાર હતા. મળતી વિગતો પ્રમાણે વડોદરા નજીક નેશનલ હાઇવે પર ગોલ્‍ડન ચોકડી પાસે આજે શનિવારે વહેલી સવારે ટ્રકની પાછળ કાર ઘૂસી ગઇ હતી. આ ઘટનામાં દંપતિ સહિત એક જ પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોતને ભેટ્યા હતા. મુંબઇનો આ પરિવાર કારમાં અમદાવાદ જવા નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં ત્રણ મહિલા અને એક પુરૂષોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો.
ટ્રકનો ડ્રાઇવર ટ્રકને સાઇડ ઉપર પાર્ક કરીને કુદરતી હાજતે ગયો હતો ત્યારે કાર પાછળથી ઘૂસી ગઇ હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સ્થળેથી કેટલાક મોબાઇલ પણ ગુમ થયા હોવાનું બહાર આવ્યું છે. અકસ્માતના કારણે હાઇવે ઉપર સ્થાનિક લોકના ટોળા અને ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ સંભાળી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતની પાક.ને ચેતવણી : ઘૂસણખોરી રોકો નહિ તો યુદ્ધવિરામ સમાપ્ત કરીશું
Next articleકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ૨૨,૨૩ જૂને ગુજરાત આવે તેવી શક્યતા