Home દેશ - NATIONAL ભારતની પાક.ને ચેતવણી : ઘૂસણખોરી રોકો નહિ તો યુદ્ધવિરામ સમાપ્ત કરીશું

ભારતની પાક.ને ચેતવણી : ઘૂસણખોરી રોકો નહિ તો યુદ્ધવિરામ સમાપ્ત કરીશું

419
0

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨
ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો આતંકવાદીઓની ઘૂસણખોરી ચાલુ રહેશે તો આ સપ્તાહે થયેલા સંઘર્ષવિરામ કરાર પરનું અમલીકરણ ઘોંચમાં પડવાની શક્યતા છે. ભારતે બંને દેશો વચ્ચે ચાલી રહેલી ટ્રેક-ટુ વાતચીત દ્વારા પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વીસ આતંકવાદીઓની કાશ્મીર ખીણમાં ઘૂસણખોરીની જાણકારી આપી દીધી છે. તેની સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે પાકિસ્તાની સેના કોઈપણ રીતે પોતાના તરફથી થતી ઘૂસણખોરીને રોકે.
ભારતે એમ પણ કહ્યું છે કે કાશ્મીર ખીણમાં રમઝાન માસ દરમિયાન આતંકવાદ વિરોધી સૈન્ય કાર્યવાહીઓ રોકવાના સરકારના નિર્ણનું સમ્માન થવું જોઈએ. આ મામલા સાથે જોડાયેલા ઉચ્ચપદસ્થ સરકારી સૂત્રોએ કહ્યું છે કે ટ્રેક-ટુ વાતચીતમાં સામેલ પાકિસ્તાની અધિકારીએ ભારતની આ ફરિયાદને ઘણી ગંભીરતાથી લીધી છે. મહત્વપૂર્ણ છે કે ગત મંગળવારે ભારત અને પાકિસ્તાનની સેનાઓના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન્સ વચ્ચે વાતચીત થઈ હતી. જેમાં સંઘર્ષવિરામ યથાવત રાખવા અને મામલાઓ પર બંદૂકના સ્થાને માહિતીની આપ-લે તથા ફ્લેગ મીટિંગ દ્વારા વાતચીત કરીને સમાધાન કાઢવા બાબતે સંમતિ સધાઈ હતી.
જરૂરિયાત ઉભી થયે ફરી એકવાર ડીજીએમઓ સ્તરની ઔપચારીક વાતચીત થવાની પણ શક્યતા છે. સૂત્રો મુજબ, પાકિસ્તાની સેનાનું ટોચનું નેતૃત્વ ભારત સાથેના સંઘર્ષવિરામને લઈને ગંભીર છે. પરંતુ પાકિસ્તાની સેનાના મધ્યમ સ્તરના નેતૃત્વમાં કોઈ ખાસ ઉત્સાહજનક પ્રતિક્રિયા જોવા મળી નથી. લશ્કરે તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા પાકિસ્તાની આતંકી જૂથોને ઘૂસણખોરી માટે પાકિસ્તાની સેનાની મિડલ રેન્ક્સમાંથી મદદ મળી રહી છે. સૂત્રો મુજબ, આ સ્થિતિ ઘણી મહેનતથી પાટા પર આવી રહેલા મામલાને ફરીથી ખટાઈમાં નાખે તેવી શક્યતા છે. જમ્મુ-કાશ્મીરની સરહદ અને અંકુશ રેખા પર ગરમીને કારણે બરફ પિગળી ચુક્યો છે. તેવામાં ઘૂસણખોરી આસાન છે. સેના અને કાશ્મીર પોલીસની પાસે ઉપલબ્ધ જાણકારી મુજબ, બસ્સોથી વધારે તાલીમબદ્ધ આતંકવાદીઓ સીમા પાર કરવાની ફિરાકમાં લોન્ચિંગ પેડ્સ પર એકઠા થયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાક.પૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફનું રાષ્ટ્રીય ઓળખપત્ર,પાસપોર્ટ રદ્દ કરવાના આદેશ!!!
Next articleવડોદરામાં ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં એક જ પરિવારના ચાર લોકોના મોત