Home દુનિયા - WORLD વડાપ્રધાન મોદી અને ભારતના લોકો શ્રીલંકાની મદદ કરજાે : સાજિથ પ્રેમદાસા

વડાપ્રધાન મોદી અને ભારતના લોકો શ્રીલંકાની મદદ કરજાે : સાજિથ પ્રેમદાસા

48
0

(જી.એન.એસ),તા.૨૦
શ્રીલંકા
શ્રીલંકામાં આર્થિક સ્થિતિ બદથી બદતર થઈ રહી છે ત્યારે આ બધા વચ્ચે વિપક્ષના દિગ્ગજ નેતા સાજિથ પ્રેમદાસાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક ભાવુક અપીલ કરી છે. અત્રે જણાવવાનું કે શ્રીલંકાની સંસદમાં ૪૪ વર્ષમાં પહેલીવાર આજે ત્રિકોણીય મુકાબલામાં સીધી રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ રહી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીની દોડમાં કાર્યકારી રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે ઉપરાંત દુલ્લાસ અલહપ્પરૂમા અને અનુરા કુમારા દિસાનાયકે મેદાનમાં છે. આ ત્રણેયમાંથી કોઈએ એક નેતા દેશ છોડીને ભાગી જનારા ગોટાબાયા રાજપક્ષેની જગ્યાએ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે. સાજિથ પ્રેમદાસાએ ટ્‌વીટ કરીને કહ્યું કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ જે કોઈ પણ બને, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભારતના તમામ રાજકીય પક્ષો અને ત્યાંના લોકોને મારી નમ્ર અપીલ છે કે આ આફતમાંથી બહાર આવવા માટે મા લંકા અને તેમના લોકોની મદદ કરતા રહો. આજે ચૂંટણી પહેલા દુલ્લાસ અલહપ્પરૂમા વિક્રમસિંઘે પર લીડ મેળવતા જાેવા મળી રહ્યા છે. તેમને તેમની પાર્ટીના મોટાભાગના નેતાઓ ઉપરાંત વિપક્ષનું પણ સમર્થન મળતું જાેવા મળી રહ્યું છે. શ્રીલંકાના પૂર્વ વિદેશમંત્રી જીએલ પીરિસે કહ્યું કે શ્રીલંકાની સત્તાધારી પાર્ટી પોદુજાના પેરામુના ના મોટાભાગના નેતાઓ ઉપરાંત વિપક્ષના નેતા પણ દુલ્લાસ અલહપ્પરૂમાને રાષ્ટ્રપતિ અને સાજિથ પ્રેમદાસાને પ્રધાનમંત્રી તરીકે જાેવા માંગે છે. જાે કે રાજકીય તજજ્ઞોના મતે ૭૩ વર્ષના વિક્રમસિંઘે રાષ્ટ્રપતિની રેસમાં હજુ પણ આગળ ચાલી રહ્યા છે. પરંતુ ૨૨૫ બેઠકો વાળી સંસદમાં બહુમત સાબિત કરવું એ સરળ નહીં હોય. જાે શ્રીલંકામાં આર્થિક સ્થિતિ ખરાબ થતા પહેલાની ઓગસ્ટ ૨૦૨૦ની સંસદીય સ્થિતિ જાેઈએ તો ૧૪૫ની સંખ્યાવાળી જીન્ઁઁ પાર્ટીમાંથી ૫૨ સાંસદ તૂટ્યા હતા. ત્યારબાદ પાર્ટીમાં ૯૩ સાંસદ બચ્યા હતા. જે પાછળથી ૪ સભ્યો પાછા ફર્યા બાદ ૯૭એ પહોંચ્યા હતા. ૨૨૫ સભ્યવાળી સદનમાં વિક્રમસિંઘે જાદુઈ આંકડો સ્પર્શવા માટે ૧૧૩ લોકોનું સમર્થન મેળવવું પડે. તેના માટે હજુ પણ ૧૬ મતની જરૂર છે. વિક્રમસિંઘેને તમિલ પાર્ટીના ૧૨ મતમાંથી ઓછામાં ઓછા ૯ પર ભરોસો છે. આ સિવાય મુખ્ય વિપક્ષી સમાગી જાના બાલવેગયા ના પક્ષપલટો કરનારા ઉપર પણ ભરોસો કરી રહ્યા છે. જેમાંથી મોટાભાગનાને વિક્રમસિંઘે જ રાજકારણમાં લાવ્યા છે. જીત્નમ્ ના નેતા સાજિથ પ્રેમદાસા અલહપ્પરૂમાને સમર્થન આપવાની જાહેરાત કરી ચૂક્યા છે. અલહપ્પરૂમાના પક્ષમાં વધુ એક મોટી ઘટના જાેવા મળી છે. શ્રીલંકા ફ્રીડમ પાર્ટી પણ તેને સમર્થનની જાહેરાત કરી ચૂકી છે. ટીપીએ નેતા સાંસદ મનો ગણેશને કહ્યું કે તમિલ પ્રગતિશિલ ગઠબંધન (ટીપીએ) એ પણ સર્વસંમતિથી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં અલહાપ્પરૂમાને સમર્થન આપવાનો ર્નિણય લીધો છે. શ્રીલંકા મુસ્લિમ કોંગ્રેસ અને ઓલ સીલોન મક્કલ કોંગ્રેસ એ પણ અલહપ્પરૂમાને મત આપવાનો ર્નિણય લીધો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆઇટી – ટેક અને મેટલ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી રૂખ યથાવત્…!!!
Next articleવડાપ્રધાન મોદીએ ખેલાડીઓનું મનોબળ વધાર્યું