Home વ્યાપાર જગત - BUSINESS આઇટી – ટેક અને મેટલ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી...

આઇટી – ટેક અને મેટલ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી રૂખ યથાવત્…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૭.૨૦૨૨ ના રોજ…

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૪૭૬૭.૬૨ સામે ૫૫૪૮૬.૧૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૫૨૯૮.૨૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૩૨.૦૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૨૯.૯૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૫૩૯૭.૫૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૩૪૬.૯૫ સામે ૧૬૫૨૧.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૪૯૨.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૫.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૭.૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૪૯૪.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. ભારતીય શેરબજારમાં પણ આજે આરંભિક અફડાતફડી બાદ ફોરેન ફંડોની શેરોમાં ઘટાડે મોટી ખરીદી થતાં તેજી યથાવત રહી હતી. ચાઈનામાં આર્થિક રિકવરીને વેગ આપવા અને લોન ડિફોલ્ટરોને રાહત માટે બેંકોને સૂચના સાથે સિસ્ટમમાં પ્રવાહિતા વધારવામાં  આવ્યાના અહેવાલ વચ્ચે ઔદ્યોગિક, આર્થિક રિકવરીની અપેક્ષા અને અમેરિકામાં પણ વ્યાજ દરમાં તીવ્ર વધારાને હવે બ્રેક લાગવાના સંકેતે મહામંદીનો ફફડાટ હળવો થવાના અહેવાલે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ આજે ટ્રેડીંગની શરૂઆતથી જ ઉછાળો જોવા મળ્યો હતો.

ભારતમાં ફુગાવા પ્રેરક પરિબળો હજુ જોખમી બની રહી અમેરિકી ડોલર સામે રૂપિયો વધુ તૂટીને ૮૦ની નવી રેકોર્ડ નીચી સપાટીને સ્પર્શવા સાથે જીવન જરૂરી ચીજોને જીએસટીમાં સરકારે લેતાં અપેક્ષિત નેગેટીવ અસર તેમજ કોર્પોરેટ પરિણામો એકંદર સાધારણથી નબળા આવી રહ્યા હોવા સામે ફુગાવાને અંકુશમાં લેવા વૈશ્વિક સેન્ટ્રલ બેંકોની વ્યાજ દરના પગલાં સફળ નીવડી રહ્યા સાથે વૈશ્વિક કોમોડિટીઝના ભાવોમાં તીવ્ર ઘટાડાની સાથે અમેરિકામાં આર્થિક વિકાસ વેગ પકડી રહ્યો હોવાના અહેવાલ અને ચોમાસાની સારી પ્રગતિ સાથે વૈશ્વિક સુધારાની ચાલે બજારમાં ફંડોએ આજે આઇટી – ટેક શેરોની આગેવાનીએ સાથે મેટલ અને એફએમસીજી શેરોમાં તેજીએ બીએસઇ સેન્સેક્સ ૬૨૯ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૪૭ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન દિવસમાં રૂ.૧.૭૮ લાખ કરોડ વધીને રૂ.૨૫૮.૧૩ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ, પાવર, યુટિલિટીઝ, રિયલ્ટી, ઓટો અને સીડીજીએસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૮૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૫૯ અને વધનારની સંખ્યા ૧૮૮૦ રહી હતી, ૧૫૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા…

મિત્રો, ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે એફપીઆઇની વેચવાલી સતત વધી રહી છે. વિદેશી રોકાણકારોએ ચાલુ કેલેન્ડર વર્ષે અત્યાર સુધીમાં દરરોજ સરેરાશ ૨૨.૫ કરોડ ડોલર એટલે કે ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો રૂ.૧૭૨૦ કરોડની વેચવાલી કરી છે. ભારતીય બજારોમાં વિદેશી રોકાણકારોની તીવ્રતા સૌથી વધારે જોવા મળી છે. ચાલુ વર્ષે એફપીઆઇની વેચવાલી લગભગ ૩૦ કરોડ ડોલર એટલે કે રૂ.૨.૩ લાખ કરોડે પહોંચી ગઇ છે. વિદેશી વેચવાલીએ રૂપિયા અને શેરબજાર ઉપર ભારતના અર્થતંત્રની સ્થિતિને ડામાડોળ કરી દીધી છે. ભારતનું પેમેન્ટ બેલેન્સની ડેફિસિટી માર્ચ ૨૦૨૨ના ક્વાર્ટરમાં ૧૬ અબજ ડોલર નોંધાઇ હતી, જે વૈશ્વિક આર્થિક સંકટ પછીની બીજી સૌથી મોટી ખાસ છે. ચાલુ કેલેન્ડર વર્ષે અત્યાર સુધીમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો ૭% તૂટી પહેલીવાર ૮૦ની નીચી ઉતરી ગયો છે.

વિદેશી રોકાણકારોની તીવ્ર વેચવાલી અને રૂપિયામાં ઘસારાના પરિણામે ભારતીય શેરબજારનો બેન્ચમાર્ક નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ પણ ૬% તૂટ્યો છે. જો કે વિદેશી વેચવાલી સામે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડો દ્વારા મૂડી ઠાલવવાનું ચાલુ રહેતા શેરબજારને સપોર્ટ મળ્યો છે. મ્યુચ્યુઅલ ફંડોએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં બજારમાં રૂ.૧.૫ લાખ કરોડનું નવુ રોકાણ કર્યુ છે. દુનિયાભરના ઉભરતા બજારોમાં ચીન અને તાઇવાન બાદ ભારતમાં વિદેશી રોકાણકારોએ સૌથી આક્રમક વેચવાલી કરી છે. ચાલુ કેલેન્ડર વર્ષે વિદેશી રોકાણકારો ચીનના બજારોમાં ૧૧૬૭૮ કરોડ ડોલર અને તાઇવાનમાં ૩૫૦૨ કરોડ ડોલરની વેચવાલી કરી છે. અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ઝડપી વધારો કર્યો હોવા છતાં કોમોડિટી નિકાસકારો જેવા કે બ્રાઝિલ અને ઇન્ડોનેશિયાના બજારોમાં ચાલુ વર્ષે સકારાત્મક વિદેશી મૂડીપ્રવાહ જોવા મળ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફટી માટે નવા નિયમા
Next articleવડાપ્રધાન મોદી અને ભારતના લોકો શ્રીલંકાની મદદ કરજાે : સાજિથ પ્રેમદાસા
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.