Home દેશ - NATIONAL વડાપ્રધાન મોદીએ ૩૦૦ કરોડના ખર્ચે બનેલ પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું

વડાપ્રધાન મોદીએ ૩૦૦ કરોડના ખર્ચે બનેલ પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું

41
0

(જી.એન.એસ),તા.૨૮
સાબરકાંઠા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી પહોચ્યા હતા. તેમના દ્વારા સાબર ડેરી ખાતે ૩૦૦ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત ૧૨૦ સ્‌ઁડ્ઢ પાવડર પ્લાન્ટ્‌નું ઉદ્ધઘાટન કર્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વાગાત કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં સાબર ડેરી હિંમતનગર ખાતે રૂ. ૩૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ તેમજ રૂ. ૬૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત રૂ. ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ પ્રસંગે સુકન્યા યોજના અન્વયે દિકરીઓને ખાતા ખોલવાનો કાર્યક્રમ અને મહત્તમ દૂધ ઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સન્માન પણ કરવામાં આવશે તેમ મંત્રીએ વિગતો આપતા ઉમેર્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૨૯ જુલાઈ,૨૦૨૨નાં રોજ સાંજે ૪ઃ૦૦ કલાકે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર ૈંહ્લજીઝ્રની મુલાકાત લેશે. વડાપ્રધાનશ્રીના હસ્તે ભારતના પ્રથમ”ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી”ના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરાશે. ય્ૈંહ્લ્‌-ૈંહ્લજીઝ્રમાં ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તેમજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ(ૈંૈંમ્ઠ)નો પણ શુભારંભ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી ર્નિમલા સીતારામન, ગુજરાતના નાણા અને ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીશ્રી ડૉ. ભગવત કિશનરાવ કરાડ તેમજ કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડેરિવેટિવ્ઝમાં જુલાઇ વલણના અંતે ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક તેજી તરફી માહોલ…!!
Next articleયુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી એક ફોટોશૂટ માટે ખુબ ટ્રોલ થયા