Home વ્યાપાર જગત - BUSINESS ડેરિવેટિવ્ઝમાં જુલાઇ વલણના અંતે ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક તેજી તરફી માહોલ…!!

ડેરિવેટિવ્ઝમાં જુલાઇ વલણના અંતે ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક તેજી તરફી માહોલ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૭.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૫૮૧૬.૩૨ સામે ૫૬૨૬૭.૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૬૨૩૬.૪૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૭૭.૭૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૪૧.૪૭ પોઈન્ટના ઉછાળા સાથે ૫૬૮૫૭.૭૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૬૫૩.૩૦ સામે ૧૬૭૬૯.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૭૪૩.૫૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૧.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭૬.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૯૩૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત નોંધપાત્ર ઉછાળા સાથે થઈ હતી. યુ.એસ.ફેડરલ રિઝર્વની મીટિંગના નિષ્કર્ષના અંતે અપેક્ષા અનુસાર વ્યાજ દરમાં ૦.૭૫% સુધી વધારો કરતાં અને વૈશ્વિક કોમોડિટીઝના તૂટતાં ભાવોએ ફુગાવો અંકુશમાં આવી રહ્યો હોઈ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં આજે ફંડોએ ઓલ રાઉન્ડ તોફાની તેજી કરી હતી. કોમોડિટીઝના ભાવોમાં નીચી સપાટીએ આવી જવા સાથે ફંડોએ કોમોડિટીમાં તેજીનો વેપાર હળવો કરીને ઈક્વિટી બજારોમાં ફરી સક્રિય બની તેજી કરી હતી. ભારતીય શેરબજારમાં પાછલા દિવસોમાં મોટાપાયે વેચવાલ બનેલા ફોરેન ફંડોએ ફરી શેરોમાં ખરીદી કરતા ભારતીય શેરબજાર આજે નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

સતત પરિબળો પોઝિટીવ બનવા સાથે ચોમાસાની સારી પ્રગતિએ ફુગાવો ઘટવાની અપેક્ષાએ શેરોમાં ફોરેન ફંડોની ખરીદી વધતી જોવાઈ હતી. બજાજ ફાઈનાન્સ, ઇન્ફોસિસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોટક બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્ક શેરોમાં ફંડોની લેવાલી સાથે આઇટી, ફાઇનાન્સ, ટેક અને રિયલ્ટી શેરોમાં પસંદગીની ખરીદીએ બીએસઇ સેન્સેક્સ ૧૦૪૧ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૨૭૬ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન નોંધપાત્ર વધીને રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૭૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૧૦ અને વધનારની સંખ્યા ૧૮૩૦ રહી હતી, ૧૩૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વૈશ્વિક મોરચે કોરોના મહામારી બાદ યુક્રેન – રશિયા યુદ્વના પરિણામે સપ્લાય ચેઈન ખોરવાઈ જવાના કારણે ફુગાવાના સંકટથી અનેક દેશો ઘેરાઈ જવા સાથે મંદીમાં ગરકાવ થવા લાગ્યા છે. ફુગાવા, આર્થિક સંકટને અમેરિકી ડોલરની વૈશ્વિક ચલણો સામે સતત રેકોર્ડ મજબૂતી વધુ મુશ્કેલીમાં ધકેલી રહ્યું છે, ત્યારે પાછલા દિવસોમાં વિશ્વના દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દરમાં તીવ્ર વધારાના પગલાં સાર્થક નીવડી કોમોડિટીઝ સટ્ટાને ડામવામાં ઘણાં અંશે સફળ પૂરવાર થઈ રહ્યા છે. વૈશ્વિક મંદીના ફફડાટમાં આ સટ્ટો વિખેરાવા લાગી ફરી ફંડો કોમોડિટીઝથી ઈક્વિટી તરફ રોકાણ વળવાની શકયતા વધતી જોવાઈ રહી છે. આ સાથે સાઉદી અરેબિયા તરફથી વધુ ક્રુડ ઓઈલના પુરવઠાની અપેક્ષાએ વૈશ્વિક સપ્લાય વધવાના સંકેતે પરિસ્થિતિ હળવી થવાની શકયતા છે.

ચોમાસાની સારી પ્રગતિ અને ફુગાવો વધતો અટકવા સાથે જીએસટી એક્ત્રિકરણ વધારવા જીએસટી કાઉન્સિલ દ્વારા વધુ ચીજોને જીએસટીમાં આવરી લેવાના નિર્ણયની પોઝિટીવ અસર આગામી દિવસોમાં અપેક્ષિત છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત નબળો પડીને રેકોર્ડ ૮૦ની નજીક આવી ગયો છે, ત્યારે ફોરેન ફંડો આ ઊંચા એક્સચેન્જ રેટ સાથે કોર્પોરેટ પરિણામોની સીઝન વચ્ચે આગામી દિવસોમાં ફરી વેલ્યુબાઈંગની શેરોના નીચા ભાવોએ તક ઝડપીને ફંડો રોકાણ ભારતમાં લાવે એવી શકયતા નકારી ન શકાય.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘બડે મિયાં છોટે મિયાં’ ને ફોરેન લોકેશન્સ પર શૂટ કરવાની તૈયારી
Next articleવડાપ્રધાન મોદીએ ૩૦૦ કરોડના ખર્ચે બનેલ પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.