Home ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી સુરત ભાજપની ટીમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી સુરત ભાજપની ટીમ

368
0

(જી.એન.એસ), તા.૭
આજે સુરત શહેર ભાજપની સમગ્ર ટીમ દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ગયા હતાં. આ શુભેચ્છા મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ સુરત શહેર ભાજપના ધારાસભ્યો, પક્ષના અગ્રણીઓ અને સાંસદોએ સામેલ હતાં. તેમણે વડાપ્રધાન મોદીને ગણપતિદાદાની મૂર્તિ ભેટમાં આપી હતી.
વડાપ્રધાન મોદી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના ભાજપના સભ્યોને મુલાકાત આપી રહ્યાં છે. ત્યારે આજે સુરત શહેરના ભાજપના ધારાસભ્યો, પક્ષના અગ્રણીઓ અને સાંસદો વડાપ્રધાનને મળીને જુના પ્રસંગો વાગોળી આગામી કાર્ય પ્રણાલી કેવી હોવી જોઈએ તેની પણ ચર્ચા કરી હતી.
મહત્વનું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણીને લઇને ગુજરાતમાં થતી તૈયારીઓનું અવલોકન કરવા માટે 29મી માર્ચે બે દિવસના પ્રવાસે અમદાવાદમાં આવ્યાં હતાં. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં 300 સીટ જીતીને આવ્યા પછી પાર્ટી ગુજરાતમાં 150 સીટ જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. બીજેપીએ પ્રચારકોની શરૂઆતની યાદી બનાવી છે. જેમાં યુપીના નવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સ્ટાર પ્રચારકો હશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદેશભરમાં સસ્તા ઘર માટે PM મોદીનો માસ્ટર પ્લાન
Next articleકોંગ્રેસના બે દિગ્ગજો મોદીની હાજરીમાં જોડાશે ભાજપમાં