Home દેશ - NATIONAL દેશભરમાં સસ્તા ઘર માટે PM મોદીનો માસ્ટર પ્લાન

દેશભરમાં સસ્તા ઘર માટે PM મોદીનો માસ્ટર પ્લાન

393
0

મોદી સરકારનું સપનું છે કે 2022 સુધીમાં તમામની પાસે પોતાનું ઘર હોય. મોદી સરકાર તેમનું આ વચન પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે. હવે આ વચનને પૂરું કરવા માટે વડાપ્રધાન કાર્યાલયે તમામ સરકારી વિભાગોને કહ્યું છે કે તેઓ એવી જમીન અંગે જણાવે જેનો ઉપયોગ થતો ના હોય. ખાસ કરીને વિકસિત સરકારી કોલોનોઓમાંથી આ જમીનોની તપાસ કરવાનું કહ્યું છે. અધિકારીઓએ કહ્યું કે સરકાર આવી જમીનની તપાસ કરીને લેન્ડ બેન્ક એટલે કે જમીન બેન્ક બનાવા માંગે છે જેથી કરીને સરકારના એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટને ગતિ મળી શકે. જમીનની અછતના લીધે રાજ્યોને આવાસ પ્રોજેક્ટની યોજના બનાવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પ્રયાસ દ્વારા પીએમઓને આશા છે કે જમીનોની તપાસ કરાશે અને પછી રાજ્ય સરકારને કહેવાશે કે તેઓ આ જમીનોની ઉપલબ્ધતાને લઇને પ્રસ્તાવ મોકલે. એક રિપોર્ટ મુજબ સિનિયર સરકારી અધિકારીએ કહ્યું કે આ તમામ પર પીએમઓની નજર છે. તેના પર તેઓ સંપૂર્ણપણે ધ્યાન રાખી રહ્યાં છે. અમને આશા છે કે કેટલાંક રાજ્યો બીજા રાજ્યોની સરખામણીમાં શ્રેષ્ઠ કરી રહ્યાં છે. તેમણે લાભાર્થીઓની યાદી તૈયાર કરી લીધી છે અને જમીનની ઉપલબ્ધતાને લઇને ત્યાં કોઇ સમસ્યા પણ નથી. આથી હવે તમામ મંત્રાલયોને આદેશ આપ્યો છે કે એક યાદી તૈયાર કરે કે કંઇ કોલોનીઓમાં નવા ઘરોનું નિર્માણ કરી શકાય છે.
શહેરી વિકાસ મંત્રાલયે વિકસિત સરકારી કોલોનીઓમાં જમીનોની પસંદગી શરૂ કરી દીધી છે. આવી કોલોનીઓ જ્યાં મૂળભૂત સુવિધાઓ પહેલેથી જ ઉપલબ્ધ છે અને મંજૂરીમાં કોઇપણ પ્રકારની સમસ્યા થશે નહીં. અત્યાર સુધી કેન્દ્ર સરકારે 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 90,000 કરોડ રૂપિયાના હાઉસિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે. સરકારે 16.42 લાખ એફોર્ડેબલ ઘરોના નિર્માણને મંજૂરી આપી દીધી છે, તેમાં સૌથી વધુ 2.27 લાખ તામિલનાડું માટે છે. આ સિવાય 1.94 લાખની સંખ્યાની સાથે આંધ્રપ્રદેશ બીજા અને 1.81 લાખ મકાનોની સાથે મધ્યપ્રદેશ ત્રીજા નંબર પર છે.
2014ની લોકસભા ચૂંટણીઓ દરમ્યાન ભાજપાએ 2022 સુધીમાં સૌને વચન આપ્યું હતું. પરંતુ આ સ્કીમને લઇને કેરળ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, અને દિલ્હીમાં નબળી પ્રગતિથી સરકાર ચિંતિત છે. તે કેટલાંય પ્રસ્તાવોને મંજૂર કરી શકી નથી. અધિકારીએ કહ્યું કે અમે રાજ્યોને એ બતાવાની કોશિષ કરીશું કે તમારી પાસે કયાં જમીન છે. તમે અમને પ્રસ્તાવ મોકલો. જો આ જમીન કેન્દ્રની હશે તો પણ સ્વીકૃતિ મળી જશે. અમને આશા છે કે આનાથી કામમાં તેજી આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજામનગરમાં ફિલ્મી ઢબે અપહરણ, 5 લાખની ખંડણી માંગી
Next articleવડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી સુરત ભાજપની ટીમ