Home ગુજરાત લો બોલો…દેશના “પ્રધાન સેવક” પ્રસિધ્ધિ પાછળ રોજના 3.18 કરોડ ખર્ચે છે…!?

લો બોલો…દેશના “પ્રધાન સેવક” પ્રસિધ્ધિ પાછળ રોજના 3.18 કરોડ ખર્ચે છે…!?

665
0

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.3
– પ્રિન્ટ માધ્યોમાં 1732 કરોડ અને ટીવી માધ્યમોમાં 1750 કરોડનો ખર્ચ થયો
– પ્રજાની તિજોરીના ચોકીદારે તિજોરી માટે રિંગણા લઉ બે-ચાર…કહેવત અનુસારની નીતિ અપનાવી
કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન નામ સાથેની કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર-પ્રસાર પાછળ છેલ્લાં 3 વર્ષમાં અધધ.. કહ શકાય એટલો કુલ 34,831,375,951 રૂપિયા એટલે કે 3,483 કરોડનો જંગી ખર્ચ કર્યો છે. 3 વર્ષના 1095 દિવસો ગણતા આ સરકારે રોજ અંદાજે 31809475 રૂપિયા એટલે કે રોજનો 3.18 કરોડનો ખર્ચ પ્રચાર માટે કર્યો છે. જેમાં પ્રિન્ટ મિડિયા અને ટીવી મિડિયા અને ડીજીટલ મિડિયાનો સમાવેશ થાય છે. આ માહિતી અમદાવાદના એક આરટીઆઇ એક્ટીવીસ્ટ જયેશ આર. શાહને કેન્દ્રના ડીએવીપી દ્વારા આપવામાં આવી છે.
અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા જયેશભાઇ શાહે 2017ના 16 જૂનના રોજ કેન્દ્રના માહિતી અને પ્રસારણ વિભાગને આરટીઆઇ કરીને મોદી સરકારે જે યોજનાઓ પ્રધાનમંત્રી નામ સાથે જોડાયેલી છે તથા તે ઉપરાતની મળીને કુલ 150 વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસાર માટે પ્રિન્ટ માધ્યમ અને ટીવી માધ્યમમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો તેની માહિતી માંગી હતી. તેમને જે સત્તાવાર માહિતી આપવામાં આવી છે તે તેમણે સોશ્યલ મિડિયા અને અને અન્ય માધ્યોને મોકલી છે. જયેશભાઇ શાહને આપેલી માહિતી મુજબ, 2014માં કેન્દ્રમાં મોદી સરકારની રચના થયા બાદ 2017 અધવચ્ચે સુધીના 3 વર્ષમાં સરકારે પ્રિન્ટ માધ્યમોમાં રૂ. 17,321,573,092 એટલે કે 1732 કરોડનો ખર્ચ કર્યો. જેયારે ટીવી મિડિયા-ઓડિયો વિડિયો પાછળ રૂ. 17,509,802,859 એટલે કે 1750 કરોડનો ખર્ચ કર્યો. બન્ને માધ્યમોમાં કુલ મળીને રૂ. 34,831,375,951 એટલે કે 3483 કરોડનો જંગી ખર્ચ કર્યો છે. તેમને અંદાજે 500 પાનામાં વિગતવાર માહિતી આપવામાં આવી છે.
દરમ્યાન રાજકીય સૂત્રોએ આ અંગે જણાવ્યું કે 3 વર્ષનો આ આંકડો જોતાં મોદી સરકારે રોજના 3.18 કરોડનો ખર્ચ પોતાની અંગત પ્રસિધ્ધિ પાછળ વેડફી નાંખ્યાં છે. જીએસટીમાં આવક ઓછી થઇ હોવાની બુમો પાડાને સરકાર બજારમાંથી 50 હજાર કરોડ ઉધાર લેવાની વાત કરે છે, બીજા રાજ્યોને બિનજરૂરી ખર્ચ ઘટાડવાની સલાહ અપાય છે જ્યારે ખુદ વડાપ્રધાન પોતાની અંગત પ્રસિધ્ધિ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે. 3483 કરોડની રકમ સરકાર માટે આંકડાની માયાજાળમાં ખૂબ ઓછી લાગતી હશે પરંતુ આટલા રૂપિયામાં ગરીબોના કેટલા બધા કામો થઇ શકે. સરકારે જનધન ખાતા ખોલાવીને ગરિબોને તેમના નાણાં બેંકોમાં મૂકાવે છે જ્યારે પોતે બેફામ ખર્ચાઓ માત્રને માત્ર પોતાની અંગત પ્રસિધ્ધિ માટે કરાવી રહ્યાં છે. પ્રજાની તિજોરીનો પોતાને ચોકીદાર ગણાવતાં દેશના ચોકીદારે પ્રજાની તિજારીમાંથી 3483 કરોડની રકમ જાહેરાતો પાછળ કોઇને પૂછ્યાગાછ્યા વગર વાડી રે વાડી..રીંગણા લઉ બે-ચાર કહેવતની જેમ વેડફી નાંખ્યા છે. હજુ 2019ને વાર છે ત્યારે ત્યાં સુધીમાં આ ખર્ચ કેટલે પહોંચશે?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાતળી બહુમતી અને આંતરિક ડખાને કારણે રૂપાણી સરકાર ભીંસમાં?
Next articleરૂપાણી સરકારમાં ખાતા માટે જંગ..!, શું ખાતા હોય તો જ લોકસેવા થઇ શકે?