Home હર્ષદ કામદાર રૂપાણી સરકારમાં ખાતા માટે જંગ..!, શું ખાતા હોય તો જ લોકસેવા થઇ...

રૂપાણી સરકારમાં ખાતા માટે જંગ..!, શું ખાતા હોય તો જ લોકસેવા થઇ શકે?

497
0

(હર્ષદ કામદાર GNS)
રાષ્ટ્ર હિતના ગાણા ગાતો અને શિસ્તબદ્ધ કહેવાતા ભાજપામાં ધારાસભ્યોને રાષ્ટ્રસેવા માટે અને લોકસેવા માટે તેમને અનુકુળ ખાતા જોઈએ છે અને એ માટે હવે પક્ષમાં રહીને સરકાર પાસે માંગણી પણ કરી રહ્યા છે તો કેટલાક હવે ખુલ્લમખુલ્લા આવવા લાગ્યા છે. પરિણામે રૂપાણી સરકાર માટે માથાનો દુખાવો શરૂ થઇ ગયો છે. એ ક્યા જઈને અટકશે તે કહેવું મુશ્કેલ છે. છતાં મંત્રીમંડળનું વિસ્તરણ કરીને કેટલાકનો સમાવેશ કરીને સભ્યોના આક્રોશને શાંત કરી દેવાશે તેવો માહોલ સર્જાઈ ગયો છે.કારણ કે ૨૦૧૯ ની ચૂંટણી જીતવી મોદી માટે અતિ જરૂરી છે.
રાજ્ય સરકાર સામે નાણામંત્રાલય અને શહેરી વિકાસ ખાતું મેળવવા નીતિન પટેલે જંગ છેડ્યા બાદ મોવડીમંડળે સૌરભ પટેલને આપેલ નાણાખાતું પરત લઈને નીતિન પટેલને આપી રાજ્યભરમાં ગાજેલો મામલો શાંત કર્યો હતો અને રૂપાણી સરકારને હાશકારો થયો હતો તે સાથે ધારાસભ્યોમાં પણ શપથ લેવા માટેનો ઉત્સાહ સંચર્યો હતો પરંતુ આ શાંતિ ક્ષણિક નીવડી હતી કારણ કે પરષોત્તમ સોલંકીએ સિનીયોરીટી અનુસાર ખાતું આપવાની માંગ સાથે રૂપાણી પાસે જે ખાતાઓ છે તેનો ઉલ્લેખ કરી મસમોટું ઉંબાડિયું કર્યું જે અન્ય સીનીયર ધારાસભ્યો માટે પથદર્શક બની ગયું છે.
ભાજપા અવારનવાર કોંગ્રેસ પર સત્તા લાલસાનો આરોપ મુકી અનેક આક્ષેપોનો મારો ચલાવતો રહ્યો છે. અને કોંગ્રેસ સત્તાભૂખી અને ભ્રષ્ટાચારી હોવાનો આક્ષેપ કરતો રહ્યો છે. તો બીજી તરફ જેની પર આક્ષેપો મુક્યા હતા તેવા કોંગ્રેસ સભ્યોને ભાજપામાં લઈને તેઓને ક્લીનચીટ આપી હોય તે રીતે સ્વાગત કરવા સહિત કાર્યક્રમો યોજાતો રહ્યો છે ત્યારે લોકોમાં હવે સવાલ ઉઠવા લાગ્યા છે કે શું ખાતા હોય તોજ લોકસેવા થઇ શકે? અમે તો પૂર્ણ વિશ્વાસ મુકીને ધારાસભ્ય તરીકે ચૂંટી કાઢ્યા હવે ખાતાકીય સત્તા મેળવવા ઉંબાડિયું કરી રહ્યા છે. આને શું કહેવું વળી એ પણ સમાજના લોકોની માંગનું કારણ ધરીને આ કેટલું યોગ્ય છે કારણ દરેક જ્ઞાતિ અને સમાજના લોકોએ મત આપ્યા છે.
લોકો કોંગ્રેસ સરકારની વાતો કરતા થઇ ગયા છે તેમાય બુજર્ગ લોકો જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, લાલબહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધીની સરકારોને યાદ કરીને કહે છે કે જેઓએ સાચા અર્થમાં દેશની આઝાદી માટે ભોગ આપ્યો સત્તા પર આવ્યા બાદ દેશભરમાં રોડ-રસ્તા, દવાખાના, હોસ્પિટલો, આંતરિક બસ વ્યવહાર, પાણી માટે ડેમો બનાવ્યા તો શિક્ષણ પણ ફ્રી આપીને કોઈપણ જાતનો ઢંઢેરો પીટ્યા વગર લોકસેવા કરી છે. તો રાજીવગાંધી સરકારે ૧૮ વર્ષ મતદાનનો અધિકાર અને ૩૩ ટકા મહિલાઓને સ્થાન આપવાનો હક્ક આપીને પોતાની લોકો પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી એ પણ કોઈપણ જાતની જાહેરાતો કર્યા વગર અને આજે પણ કોંગ્રેસનાં સમયમાં બનેલા ડેમો પૈકી એક પણ તૂટ્યા નથી જ્યારે આ ભાજપા સરકારના કાર્યો બધા લોકો જાણતા થયા છે.
નોંધનીય હકીકત એ છે કે પરષોત્તમ સોલંકીને ત્યાં રાજ્યભરમાંથી કોળી આગેવાનોના ટેકેદારો સાથે અનેકો ઉતારી પડ્યા છે જ્યાં જમવા, ચા-પાણી, નાસ્તા સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે જેના પડઘા કોંગ્રેસમાં પડ્યા છે અને કોળી જ્ઞાતિનાને વિપક્ષ પદ આપવા માટેની કોળી સમાજમાંથી માંગ ઉઠવા પામી છે. તો ખાતાની માંગ માટે જેઠા ભરવાડ પણ મેદાનમાં ઉતર્યા છે.
કોંગ્રેસની એક ફાર્મહાઉસમાં બેઠક યોજાઈ હતી જેમાં વિપક્ષ નેતા પદ, દંડક, સહદંડક, સહિતના હોદ્દા માટે દરેકનો અભિપ્રાય લેવાયો હતો. પણ કોળી સમાજના કુવરજી બાવળીયા વિપક્ષ નેતા પદ માટે જોરદાર દાવેદાર બની રહ્યા છે ટૂંકમાં જ્ઞાતિવાદનો અંશ કોંગ્રેસને પણ આભડી ગયો હોય તેવી સ્થિતિ બની છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલો બોલો…દેશના “પ્રધાન સેવક” પ્રસિધ્ધિ પાછળ રોજના 3.18 કરોડ ખર્ચે છે…!?
Next articleપાટીદારોને ભાજપા તરફ લાવવા રૂપાણી રાંધવા ગયા કંસાર……પણ થઇ ગઈ થુલી!!?