Home હર્ષદ કામદાર પાતળી બહુમતી અને આંતરિક ડખાને કારણે રૂપાણી સરકાર ભીંસમાં?

પાતળી બહુમતી અને આંતરિક ડખાને કારણે રૂપાણી સરકાર ભીંસમાં?

536
0

હર્ષદ કામદાર (GNS)
ગુજરાતમાં ભાજપા સરકારને પાતળી બહુમતી મળતા ભારે ભીંસમાં મુકાઈ ગઈ છે. પરિણામે હવે અગાઉની જે જોહુકમી હતી તે ચાલે તેવી સ્થિતિમાં રહી નથી અને તેનો યશ ગુજરાતની શાણી અને સમજુ લોકોને આપવો રહ્યો. આમ છતાં રૂપાણી સરકાર લોક હિતના પ્રશ્ને આકાર પગલા લઇ શકાશે કે કેમ તે સવાલ ઉદભવવા સાથે સરકાર માહેનો આંતરિક અશંતોષ રૂપાણી સરકારને પાંચ વર્ષ પુરા કરવા દેશો કે નહિ તેવી પણ આશંકાઓ જન્મી છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પદભાર સંભાળ્યો ત્યારે ખાસ કરીને રાજકોટથી સ્વાગત કરવા આવેલા લોકો સૌકોઈનું ધ્યાન ખેંચતા હતા અને આમાં બટકબોલા લોકો પણ હતા.તેમની અંદરો અંદરની વાતચીતમાં સવાલ ઉઠતો હતો કે રૂપાણી સાહેબ સરકાર કેવી રીતે ચલાવી શકાશે. બધાને મોટા ખાતા જોઈએ છે. સીનીયરો પણ હવે નીતિનભાઈ પટેલે દોરેલા રાહ પર ચાલવા લાગ્યા છે એટલે ભાજપાને સો ટકા ભારે પડશે તેવું લાગે છે. કદાચ રૂપાણી સાહેબની સરકાર લાંબો સમય ન પણ ચાલે તેવી આશંકા વ્યક્ત કરતા હતા.
આ બધા વચ્ચે લોકોમાં અનેક અટકળો સાથે માંહે-માંહે વાતો ચાલતી રહી હતી.આજ સુધી વિવિધ યોજનાઓ બતાવી, વિકાસના કામો બતાવતા રહ્યા પણ આખરે પરિણામ તો કાઈ દેખાતું નથી ભાજપા સત્તામોહી નથી તેવું આજ સુધી કહેતા રહ્યા છે પણ હવે આ સરકારમાં ખાતા મેળવવા માટે જે ગરબડો ઉભી થઇ છે તે જોતા લાગે છે કે હવે ગુજરાત ભાજપામાં પીએમ મોદી કે અમિત શાહનું માનવા કોઈ તૈયાર નથી અને માત્ર સત્તા જ નહી પરંતુ હવે ખાતા મેળવવાનો મોહ હતો તે બહાર આવી ગયો છે.
ભાજપામાં અનેક સીનીયરો છે. આ તમામને ખાતા ના ફાળવી શકાય પણ કોઈક આંતરિક પરિબળ એવું છે કે આ સિનિયરોને ખાતું મેળવવા માટે ઉવેશી રહ્યું છે. જે નજરે નથી દેખાતું પરંતુ એક પછી એક ખાતું મળ્યા બાદ જે અશંતોષ બહાર આવી રહ્યો છે એજ તેની સાબિતી છે. પરષોત્તમ સોલંકીને હવે સીનીયર હોવાને નાતે માત્ર એક ખાતાથી સંતોષ નથી પરંતુ તેમનું ઉંબાડીયુ મસમોટું છે. મુખ્યમંત્રી પાસે ઘણા ખાતા છે તેમ કહી તેમને અન્યોને પ્રોત્સાહન આપ્યું છે. જેનો અત્યારે કોઈને ખ્યાલ નહી આવે પણ એક પછી એક ભાજપા સીનીયરો સમયે સમયે ખાતું આપવા માટે બ્યુગલ ફૂંકતા રહેશે જેને કારણે રૂપાણી સરકાર શાંતિથી બેસી નહિ શકે તેવું અત્યારની સ્થિતિ જોતા લાગી રહ્યું છે.
બીજી તરફ ભાજપાના ટોપ સિનિયર ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કૌશિક પટેલની દોડાદોડી વધી પડી છે. જાહેરમાં પોતાનો અસંતોષ વ્યક્ત કરનારને સમજાવવા અને મનાવવા દોડી જવું પડે છે. એટલે તેઓની હાલત કફોડી બની ગઈ છે. તો સી.કે રાઉલજી, રાજેન્દ્ર ત્રિવેદી, યોગેશ પટેલ અને સુરતના બે ત્રણ ધારાસભ્યો પણ રાહ જોઇને બેઠા છે કે પોતાનો વારો ક્યારે આવે?
બીજી તરફ કોંગ્રેસમાં પણ વિપક્ષ નેતાપદ માટે દાવેદારી વધી છે અને ખાનગી આંતરિક બોલીંગ ચાલી રહ્યું છે. પરંતુ રાહુલ ગાંધીની ચીમકી બાદ હવે વિપક્ષ નેતા પદ, દંડક સહિતના પદો માટે જે નામ નક્કી થશે તેનો સૌકોઈ સ્વીકાર કરી લેશે. કારણ કે કોંગ્રેસ હવે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા નીચેથી લઈને ટોપ સુધીનાને રસ્તો બતાવી દેવાની તૈયારીમાં છે. તો વિધાનસભામાં આ વખતે આક્રમક રીતે રજૂઆત કરી શકે તેવા નવ લોહીયા યુવાનો ચૂંટાઈ આવ્યા છે જેમાં પરેશ ઘાનાણી,જીજ્ઞેશ મેવાણી, અલ્પેશ ઠાકોર, લલીત હથાગરા જેવા કેટલાક મેદાની પ્રજા વચ્ચે રહેતા ધારાસભ્યો છે. જે સરકારને ભીંસમાં મુકી દેશે. હવે જે ગૃહમાં આવા લડાયક મીજાજી સભ્યોને લોકપ્રશ્ને બહાર મુકાશે તો ગુજરાતમાં લોકો પણ તેમના ટેકામાં બહાર આવી જશે તેવી સ્થિતિ બની રહી છે જે ભાજપા સરકાર માટે મોટો પડકાર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકમલા મિલ આગ: ‘1 અબોવ’ પબના બંને મેનેજરની થઈ ધરપકડ
Next articleલો બોલો…દેશના “પ્રધાન સેવક” પ્રસિધ્ધિ પાછળ રોજના 3.18 કરોડ ખર્ચે છે…!?