Home ગુજરાત લોકડાઉનમાં છૂટછાટ “વિંછીનો દાબડો” ખોલવા સમાન સાબિત થઇ શકે…?!

લોકડાઉનમાં છૂટછાટ “વિંછીનો દાબડો” ખોલવા સમાન સાબિત થઇ શકે…?!

455
0

દિલ્હીની જેમ ગુજરાતે સપ્તાહ બાદ સમીક્ષા કરીને નિર્ણય કરવો જોઇએ…
સચિવાલયનો મોટાભાગનો સ્ટાફ અમદાવાદથી આવે છે અને અમદાવાદ ચેપગ્રસ્ત છે ત્યારે છૂટછાટછી સંક્રમણ વધશે કે ઘટશે..?
કોરોનાના આંકડામાં વિસંગતતા હોવાની ઉઠી રહી છે ફરિયાદો…

(જીએનએસ.વિશેષ અહેવાલ) ગાંધીનગર
ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને અનુસરીને 20 એપ્રિલથી લોકડાઉનમાં કેટલીક શરતી છૂટછાટની જાહેરાત કરી છે. જેનો અમલ આવતીકાલ સોમવારથી શરૂ થશે. જો કે દિલ્હી સરકારે કેસો વધતાં અને લોકો લોકડાઉનનું પાલન નહીં કરતાં 20મીથી આ છૂટછાટ નહીં આપવાની જાહેરાત કરી છે. ગુજરાતની સ્થિતિ કાંઇ સારી નથી. આજે પણ 228 પોઝીટીવ કેસો બહાર આવ્યાં છે. અને તેમાં પણ 1400 કરતાં વધારે કેસોમાંથી એક હજાર કેસ તો માત્ર અમદાવાદના છે. છૂટછાટમાં વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓને બોલાવવા તથા અમુક જ સ્ટાફ બોલાવવો, વેપારધંધો શરૂ થશે વગેરેને જોતા ગુજરાત માટે આ છૂટછાટ વિંછીનો બાદડો ખોલવા સમાન સાબિત થઇ શકે. એટલે કે સરકાર માટે બૂમરેંગ સાબિત થાય . અને કોરોનાનો રોગ વધારે ફેલાઇ શકે. બીજી તરફ કોરોના સરકારી આંકડામાં પણ એકસૂત્રતાનો અભાવ બહાર આવ્યો છે.
સૂત્રોએ કહ્યું કે, 20 એપ્રિલથી લોકડાઉનમાં શરતી છૂટછાટ અપાશે. જે અધિકારીઓને બોલાવવામાં આવ્યાં છે તેમાંથી મોટા ભાગના અમદાવાદમાં રહે છે. તેઓ ચેપગ્રસ્ત વિસ્તારમાંથી સચિવાલયમાં આવશે. સચિવાલયનો મોટાભાગનો સ્ટાફ અમદાવાદથી આવે છે ત્યારે તેઓ પોતાના વાહનોમાં આવે તો પણ ક્યાંકને ક્યાંક એકબીજાના ટચમાં આવી શકે. અમદાવાદ સૌથી વધારે કોરોના ચેપગ્રસ્ત હોટસ્પોટ છે. તેમાંથી સ્ટાફ આવશે તો તેની સ્ક્રિનિંગની વ્યવસ્થા કરવામાં આવી છે ખરી…? સચિવાલય શરૂ થશે એટલે ધીમે ધીમે મુલાકાતીઓ પણ આવશે. એકબીજાને મળવા અધિકારીઓ અને કર્મચારીઓ આવશે. તેમાં સોશ્યલ ડિસ્ટન્સના નિયમનું પાલન કેટલુ થશે…?
સૂત્રોએ કહ્યું કે સરકાર દ્વારા કોરોના કેસોની જે માહિતી રોજેરોજ આપવામાં આવે છે તેમાં અને સ્થામિક સ્તરેથી અપાતા આંકડામાં તફાવત જોવા મળે છે. સરકારના પ્રવક્તા અને સ્થાનિક સત્તાવાળાઓ વચ્ચે સંકલન કે આયોજનનો અભાવ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને લોકડાઉનમાં છૂટછાટ સરકારને ભારે પડી શકે તેમ છે. તેથી જેમ દિલ્હીની કેજરીવાલ સરકારે છૂટછાટનો અમલ નહીં કરીને એક સપ્તાહ બાદ સમીક્ષા કરીને છૂટછાટ આપવાની જે જાહેરાત કરી છે તે મુજબ ગુજરાત સરકારે પણ એક સપ્તાહ બાદ સમીક્ષા કરીને છૂટછાટ આપવી જોઇએ.
સૂત્રો કહે છે કે આજે 225 કેસો નવા આવ્યાં છે. જેમાં 100 કેસ તો માત્ર અમદાવાદના છે અને સચિવાલયનો મોટાભાગનો સ્ટાફ અમદાવાદમાંથી આવે છે ત્યારે તેમાં વિચારણા કરવી જોઇએ. નહીંતર 21 દિવસના લોકડાઉનમાં મળેલી સફળતા પર પાણી ફરી વળશે. એક તરફ રોજના 200 કેસો વધી રહ્યાં હોય ત્યારે સરકાર લોકડાઉનમાં છૂટછાટ અંગે કઇ રીતે નિર્ણય કરી શકે…? શું સરકાર પોતે જ કોરોના પોઝીટીવના કેસો વધારવા માંગે છે…?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article“સબ સલામત ના બણગા”, સિવિલમાં બેડનો અભાવ..!, કોરોના વોરિયર પોલીસકર્મીઓને જમીન પર સૂવડાવવાયા..!
Next articleહેં રૂપાણીસાહેબ..આપની સંવેદનશીલ સરકારમાં દર્દીઓએ ઇલાજ માટે વિડિયો વાઇરલ કરવા પડે છે..અરરરર