Home દેશ - NATIONAL મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમ ભાજપમાં જોડાઈ ગયા

મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમ ભાજપમાં જોડાઈ ગયા

14
0

(જી.એન.એસ),તા.૨૯

મધ્યપ્રદેશ,

મધ્યપ્રદેશમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. આજે ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું છે. ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ અક્ષય બમ ભાજપમાં જોડાઈ ગયા હતા. આ સાથે કોંગ્રેસ હવે ઈન્દોર લોકસભા સીટ પરથી ચૂંટણીના મેદાનમાં નથી. કહેવામાં આવી રહ્યું છે કે અક્ષય બમ, ભાજપના ધારાસભ્ય રમેશ મેન્ડોલા સાથે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા ચૂંટણી અધિકારીની કચેરીએ ગયો હતો.  અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપે ઈન્દોર લોકસભા સીટથી વર્તમાન સાંસદ શંકર લાલવાણીને ટિકિટ આપી છે. કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમે ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ કૈલાશ વિજયવર્ગીયએ ટ્વીટ કરીને કહ્યું કે, ઈન્દોરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બમજીનું પીએમ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સીએમ મોહન યાદવ અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત છે. ઈન્દોરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમ દ્વારા ઉમેદવારીપત્ર પાછુ ખેંચવા અને ભાજપમાં જોડાવા અંગે કોંગ્રેસ નેતા મુકેશ નાયકે કહ્યું કે, આ કોંગ્રેસ પાર્ટી સાથે મોટો વિશ્વાસઘાત છે. ભાજપે બેશરમીની તમામ હદો વટાવી દીધી છે. ખજુરાહોની જેમ હવે ઈન્દોરમાં પણ પાર્ટી કોઈ અન્યને સમર્થન આપવા અંગે ચર્ચા કરશે.

ઈન્દોરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમના ઉમેદવારી પાછી ખેંચવા અને ભાજપમાં જોડાવા અંગે ભાજપના નેતા નરેન્દ્ર સલુજાએ કહ્યું કે, મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જીતુ પટવારીનુ વતન ઈન્દોર કોંગ્રેસ મુક્ત થઈ ગયું છે. દેશ અને રાજ્યને લઈને મોટા મોટા દાવા કરનારા પટવારી, જુઓ ઈન્દોરમાં કોંગ્રેસની શું સ્થિતિ છે. આ પછી જીતુ પટવારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. અક્ષય બમે પાંચ દિવસ પહેલા 24 એપ્રિલે કોંગ્રેસના ઉમેદવાર તરીકેની ઉમેદવારી નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોથા તબક્કામાં ઈન્દોર, ઉજ્જૈન, ધાર સહિત આઠ લોકસભા બેઠકો પર આગામી 13 મેના રોજ મતદાન હાથ ધરાશે. તાજેતરમાં જ ગુજરાતની સુરત લોકસભા બેઠક પર પણ આવો જ એક બનાવ બનવા પામ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ થવા પામ્યુ હતું. નિલેશ કુંભાણીના ટેકેદારોની સહીઓમાં કેટલીક ભૂલો હતી. ટેકેદારોની સહીમાં રહેલી ભૂલોને કારણોસર ચૂંટણી અધિકારીએ, ઉમેદવારી પત્ર પાછા ખેંચવાના એક દિવસ પહેલા જ, એટલે કે ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન નીલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ કર્યું હતું. આ પછી, સુરત બેઠક પરના બાકીના તમામ 8 ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા હતા. જેના કારણે સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમાટુંગા પોલીસ મહાદેવ બેટિંગ એપ કેસની તપાસમાં અભિનેતા સાહિલ ખાનનું નામ સામે આવ્યું
Next articleZomatoના CEO દીપેન્દ્ર ગોયલે દિલ્હીમાં જમીનનો સૌથી મોટો સોદો કર્યો