Home ગુજરાત “સબ સલામત ના બણગા”, સિવિલમાં બેડનો અભાવ..!, કોરોના વોરિયર પોલીસકર્મીઓને જમીન પર...

“સબ સલામત ના બણગા”, સિવિલમાં બેડનો અભાવ..!, કોરોના વોરિયર પોલીસકર્મીઓને જમીન પર સૂવડાવવાયા..!

916
0

રાણીપ પોલીસના બે કર્મીઓ કોરોના સંક્રમિત થતાં સીવીલમાં દાખલ કરાયા, સીવીલમાંથી કન્ટ્રોલમાં ફરિયાદ લખાવી…
સી-5 વોર્ડમાં તેમને બેડ અપાયું નથી અને જમીન પર સૂવચાવવામાં આવ્યાં અને પંખાની પણ સુવિધા નથી….એવો મેસેજ આપ્યો કન્ટ્રોલરૂમને…
રૂપાણી સરકારની આબરૂ ધૂળધાણી થઇ…કોરોના વોરિયર સાથે આવું વર્તન, તો સામાન્ય દર્દીનું શું થતું હશે…?
કોરોના માટે કરોડો ખર્ચનાર રૂપાણી સરકારે શરમથી બૂડી મરવુ જોઇએ…જો આ સાચુ હોય તો….

જીએનએસ. વિશેષ, ગાંધીનગર,
અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડકોન્સ્ટેબલ રાજેશભાઇ અમરસિંહ મકવાણા (બકલ નં.5377) દ્વારા અમદાવાદ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમને ગઇકાલે 18મીએ જે ફરિયાદ નોંધાવી છે તેણે રૂપાણી સરકારની આબરૂના ધજાગરા અને લીરેલીરા કરી નાંખ્યાં છે…..!! રાજ્ય સરકારે કોરોનાના દર્દીઓ માટે ફાઇ સ્ટાર પ્રકારની હોસ્પિટલો બનાવી છે અને કોઇ મુશ્કેલી નથી..તેવા બણંગા અને દાવાની વચ્ચે આ પોલીસકર્મીએ એમ ફરીયાદમાં લખાવ્યું છે કે તેઓ કોરોના પોઝીટીવના દર્દી છે તેમને વોર્ડ નં. સી-5માં દાખલ કરવામાં આવ્યાં છે. તેમની સાથે અન્ય પોલીસ કર્મી નરેન્દ્રસિંહ બહાદુરસિંહ પણ છે. અને બન્નેને જે વોર્ડમાં રાખવામાં આવ્યાં છે તેમને કોઇ બેડ ફાળવવામાં આવ્યાં નથી અને જમીન પર (રીપીટ જમીન પર ) પથારી એટલે કે બેડ આપેલ છે. એટલું જ નહીં ત્યાં કોઇ પંખો પણ નથી….!
રાણીપ પોલીસના બે કર્મીઓને કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેમને સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. સીવીલમાંથી હે.કો. મકવાણાએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફરિયાદ લખાવીને, કોરોના વોરિયર તરીકે તેમને સીવીલમાં કઇ રીતે રાખવામાં આવી રહ્યાં છે તેની જાણ કરીને સરકારની પોલ ખોલી નાંખી છે…!! કોરોનાના દર્દીને તરત જ બેડ આપવામાં આવે છે અને જમીન પર તો નહીં જ તેમ છતાં તેમને કોઇ બેડ અપાયો નહોતો તો શું સીવીલમાં એટલા દર્દીઓ છે કે પથારીઓ ખૂટી પડી છે…? કોરોનાના દર્દીને જમીન પર સૂવડાવવામાં આવે તો ફરજ પરના ડોક્ટર અને નર્સો પાસે કોરોના વાઇરસનો ચેપ ના લાગે તે માટેના ખાસ ઉપકરણ પીપીઇ હશે કે કેમ એવો પણ સવાલ થઇ રહ્યો છે.
સરકાર એક તરફ પોલીસને પણ કોરોના વોરિયર કહીને તેમની સેવાઓને બિરદાવી રહી છે. સફાઇ કર્મીઓના સ્વાગત થાય છે. પોલીસ પર ફૂલ વરસાવવામાં આવે છે. ત્યારે કોરોના પોઝીટીવના બે પોલીસ કર્મીઓને જ જો સરકારી સીવીલમાં પથારી ના મળે, જમીન પર સૂવડાવીને સારવાર કરવામાં આવતી હોય તો સરકારની એ જાહેરાતો સાવ પોકળ છે કે જેમાં સરકારના મંત્રીઓ અને મુખ્યમંત્રી ગાજી ગાજીને અમે આટલી પથારીની હોસ્પિટલ તૈયાર કરી..ના દાવાઓ થાય છે..
આ પોલીસકર્મીએ પોતાના જે વ્યથા કન્ટ્રોલમાં લખાવી તેની નકલ સોશ્યલ મિડિયામાં વાઇરલ થઇ છે. આ વાઇરલ પોસ્ટ અંગે કદાજ કોઇ શંકા પણ વ્યક્ત કરે તો નવાઇ નહીં. સરકારે સીવીલમાં જઇને તેની તાકીદે તપાસ હાથ ધરવી જોઇએ.
હાલમાં કોરોના માટે કરોડો કરોડોનું બજેટ વપરાઇ રહ્યું છે. સીવીલમાં પણ કોરોનાની મહામારીને જોતાં પથારીઓમાં વધારો કર્યો જ છે. તેમ છતાં આ બે પોલીસકર્મીઓને કેમ બેડ ના મળી, અથવા તેમને ઇરાદાપૂવર્ક બેડ નહીં આપીને જમીન પર સૂવડાવીને સરકારની આબરૂના વટાણા વેરી નાંખવાનું કોઇ કાવતરૂ તો નથી ને…એ અંગે પણ સરકાર તપાસ કરાવે. કોરોના વોરિયરની આ હાલત હોય તો સામાન્ય દર્દીની શુ હાલત થતી હશે તેવા સવાલો થઇ રહ્યાં છે. સરકાર કોરોના માટેનું કરોડો રૂપિયાનું બજેટ ક્યાં ખર્ચ કરી રહી છે…?

Previous articleGNSવિશેષ: મીડિયાના બાકી નિકળતાં પેમેન્ટ તાકીદે કરવા I&Bનો આદેશ
Next articleલોકડાઉનમાં છૂટછાટ “વિંછીનો દાબડો” ખોલવા સમાન સાબિત થઇ શકે…?!