(G.N.S) dt. 13
આણંદ,
ઉદ્યોગ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે,રોજગાર કચેરીઓ દ્વારા રોજગાર વાંચ્છુકોને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે.
વિધાનસભા ખાતે આણંદ જિલ્લામાં નોંધાયેલા રોજગાર વાંચ્છુકોને રોજગાર આપવા અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે,આણંદ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૨૧,૬૩૩ બેરોજગારો નોંધાયા હતા જે પૈકી ૧૦,૨૦૯ લોકોને રોજગારી આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું છે કે, રાજ્યમાં ૪૬ થી વધુ રોજગાર કચરીઓ કાર્યરત છે. જેના દ્વારા રોજગાર ભરતી મેળાઓનું આયોજન, સેમિનાર તેમજ કાઉન્સિલિંગની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
તેમણે ઉમેર્યું છે કે ગુજરાતના યુવાનોને રોજગારીની તકો આપવા તેમજ નોકરી દાતાઓને તેમની જરૂરિયાત મુજબનું માનવ બળ ઓનલાઇન વ્યવસ્થાથી પૂરી પાડવાના હેતુસર રાજ્ય સરકારે નવતર પહેલના ભાગરૂપે અનુબંધમ પોર્ટલ દ્વારા મોબાઈલ એપ વિકસાવવામાં આવી છે. આજે આ વેબ પોર્ટલ નોકરી દાતાઓ અને રોજગાર વાંચ્છુકો વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવી રહ્યું છે
જુનાગઢ જિલ્લામાં નોંધાયેલા રોજગાર વાંચ્છુકોઓના અન્ય એક પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રી રાજપૂતે કહ્યું છે કે, જુનાગઢ જિલ્લામાં રોજગાર કચેરી ખાતે ૧૧,૭૦૧ રોજગાર વાંચ્છુકોની નોંધણી કરાઈ છે. છેલ્લા એક વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં ૨૫૦૬ લોકોને રોજગારી આપવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લાં બે વર્ષમાં રોજગાર કચેરી દ્વારા કચ્છ જિલ્લામાં ૪૬,૮૨૯ તથા રાજકોટ જિલ્લામાં ૪૩,૬૪૯ બેરોજગારોને રોજગારી મળી છે.
તેમણે ઉમેર્યું છે કે, શાળા કોલેજોના વિદ્યાર્થીઓને રોજગારથી માર્ગદર્શન મળે તે હેતુસર રોજગાર કચેરી દ્વારા કારકિર્દી અંગે માર્ગદર્શન આપવા વેબીનાર, સેમિનારનું આયોજન કરાય છે. ઉપરાંત કાઉન્સેલિંગની સુવિધા પણ અપાય છે જેમાં નોકરી દાતાને તેમજ નોકરી વાંચ્છુકોને આનુષાંગિક સવલતો કચેરી દ્વારા પૂરી પાડવામાં આવે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.