Home ગુજરાત ગાંધીનગર પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં જાહેર જીવન અને શૈક્ષણિક જગત સાથે સંકળાયેલા...

પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં જાહેર જીવન અને શૈક્ષણિક જગત સાથે સંકળાયેલા સામાજિક આગેવાનો ભાજપ માં જોડાયા

27
0

(G.N.S) dt. 13

ગાંધીનગર,

મંગળવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં જાહેર જીવન અને શૈક્ષણિક જગત સાથે સંકળાયેલા સામાજિક આગેવાનો ખુબજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ પ્રમુખશ્રી પ્રો.રાજેન્દ્રભાઈ જાદવ, સરદાર યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ.ભરતભાઇ સોલંકી, ડૉ.પી.ડી પટેલ, શ્રી ડૉ.વિપુલભાઈ સોલંકી, પૂર્વ કોર્પોરેટરશ્રી ડૉ.જે.બી બોડાદ, શ્રી અરવિંદભાઇ ચૌધરી, શ્રી રાજેન્દ્રભાઈ એસ.દવે, શ્રી જિતેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી જિગ્નેશભાઈ રાણા, આચાર્ય મહામંડળ પ્રમુખશ્રી જશવંતભાઈ સરવૈયા, ઊંઝા ઉમિયામાતાજી સંસ્થાન ઓલ ઈન્ડિયા મહિલા પ્રમુખશ્રી ડૉ.જાગૃતિબેન પટેલ સહિત વિવિધ આગેવાનશ્રીઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રીશ્રીઓ શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઇ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ભરતભાઈ બોઘરા, પ્રદેશ મુખ્ય પ્રવક્તાશ્રી યમલભાઈ વ્યાસ, સહ-પ્રવકતાશ્રી હિતેન્દ્રભાઈ પટેલ સહિત પ્રદેશના પદાધિકારીશ્રીઓ તેમજ હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરોજગાર વાંચ્છુકોને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ આણંદ જિલ્લામાં એક વર્ષમાં 10209 લોકોને રોજગારી અપાઈ
Next articleશ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે નવનિર્મિત રાજસભાગૃહને ખૂલ્લું મૂકતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ